શિવલિંગ ઉપર જળાભિષેક શા માટે કરવામાં આવે છે
શ્રાવણમાસ નો મહિમા-
મહાદેવ ના પત્ની શ્રી સતીના પિતાશ્રી દક્ષના યજ્ઞનો પ્રસંગે પોતાના પતિને આમંત્રણ ન હોવાથી ક્રોધિત થઈને યજ્ઞમાં પોતાની આહુતિ આપી હતી.અને હિમાલય પુત્રી પાર્વતી સ્વરૂપે પુનઃજન્મ લીધો હતો. ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસમાં કઠોર તપ અને ઉપવાસ કર્યા હતા.જેના ફળ સ્વરૂપે શિવ ભગવાને પ્રસન્ન થઈને પાર્વતી માતાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો.આ પ્રસંગથી પ્રેરણા લઈને કુવારીકાઓ મહાદેવ જેવા ગુણવાન પતિ માટે આ મહિનામાં એટલે કે શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે.
શિવ મહિમા-
શિવ મહિમા
એક માન્યતા અનુસાર શિવ ભગવાને આ મહિનામાં કૈલાશ પર્વત પરનું સ્થાન છોડીને પૃથ્વી પર વિચરણ કરવા આવે છે.અને શિવ સાગર માં ચાર માસ નિવાસ્થાન કરે છે.શિવલિંગ ઉપર જળાભિષેક, બિલીપત્રનો અભિષેક,મધ અને દૂધનો અભિષેક કરાય છે.ઉપરાંત અન્ય પૂજન-અર્ચન પણ કરવામાં આવે છે.ઉપરાંત સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરવું આ માસમાં પવિત્ર માનવામાં આવે છે.
શિવલિંગ પર જળાભિષેક નો મહિમા-
શિવલિંગ પર જળાભિષેક નો મહિમા
સમુદ્ર મંથન કરતી વખતે અમૃતને સાથે હળાહળ વિષ પણ નીકળ્યું હતું.જેના અગ્નિ જેવા તાપથી દેવો દાનવો અને સમગ્ર સૃષ્ટિ ત્રાહિમામ પોકારી ગયા હતા.શિવ ભગવાને જે વિષ હતું તે ગ્રહણ કરીને પોતાના કંઠ ની અંદર રોકે દીધું હતું.તેથી તેમનું ગળું નીલા રંગનું થઈ ગયું હતું.ત્યાંરથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાય છે.પરંતુ હળાહળ વિષના તાપથી શિવ ભગવાન અસ્વસ્થ થઈ ગયા.દેવો દાનવો અને અન્ય ભક્તજનોએ તેના પર પવિત્ર ગંગાજીના શીતળ જળનો અભિષેક કરીને અગ્નિ શાંત શાંત કરી હતી.માટે જ શિવાલયમાં શિવલિંગની ઉપર સતત ને સતત જળાભિષેક કરવામાં આવે છે.
*શિવપૂજામાં શું ના વપરાય ?
શિવપૂજામાં આ 5 વસ્તુઓ ક્યારે વાપરવી ના જોઈએ.
1.કેવડા નું ફૂલ-
કેવડા નું ફૂલ
શ્રાવણ માસમાં ક્યારે કેવડા નું ફૂલ ના ચડાવવું જોઈએ.કેવડા ને શ્રાપ હતો કે તેનું ફૂલ ભગવાનને ન ચડે, કેવડા એ ઘણી આજીજી કરી ત્યારે ભગવાન શિવે તેને ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડાત્રીજ ના દિવસે જ કેવડો ચડાવવાની છૂટ આપી.અન્ય કોઈ દિવસોમાં આ ફૂલ ચઢાવવામાં આવતું નથી.
2.તુલસીદલ-
ઘર આંગણાનું ઔષધ- તુલસી
અસુર રાજ જલંધર ની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી, શિવજીએ જલંધર નો વધ કર્યો એટલે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ નહીં થાય એવું સતી તરીકે પોતે તુલસીએ શ્રાપ આપ્યો.
3.નાળિયેલ પાણી-
નાળિયેલ
નાળિયેલને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે.અન્ય બધા જ શુભ કાર્યોમાં નાળિયેલ પ્રસાદ તરીકે વપરાય છે.અન્ય દેવી-દેવતાઓને નારીયેલ વધેરવામાં આવે છે.નારીયેલની અંદરથી નીકળતું કોપરુ પ્રસાદ તરીકે લેવાય છે.શિવલિંગ ઉપર ચડાવેલ કોઈપણ વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી નથી,આથી નાળિયેલ પાણી શિવલિંગ પર ચડતું નથી.
4.હળદર-
હળદર
હળદર એ શિવની પૂજામાં નથી વપરાતી કારણ કે તે સ્ત્રીના શૃંગારની વસ્તુ છે.અને સ્ત્રીના સૌંદર્ય ની વૃદ્ધિ કરે છે જ્યારે મહાદેવ એટલે કે મહાકાલ વિનાશનો દેવ છે,સ્મશાનનો દેવ છે.અને એટલે સ્ત્રી અખંડ સૌભાગ્ય માટે જે વસ્તુ વાપરે છે તે મહાકાલ ને ચડતી નથી.
5.સિંદૂર અને કંકુ-
સિંદૂર અને કંકુ
સિંદૂર સેથીમાં પુરાય અને કંકુ નો ચાંદલો થાય આ બન્ને વસ્તુ અખંડ સૌભાગ્યવતી ની વપરાતી વસ્તુ છે, જેથી શિવલિંગ પર ચઢાવવાથી નથી.