તુલસી ના અઢળક ફાયદા જે તમને ઘણા રોગ થી છુટકારો અપાવશે

તુલસી ના અઢળક ફાયદા જે તમને ઘણા રોગ થી છુટકારો અપાવશે

ઘર આંગણાનું ઔષધ- તુલસી:

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર છોડ માનવામાં આવે છે.અને તેની પૂજા કરવામાં આવે છે.તુલસીનો છોડ સુખ અને કલ્યાણ આપનારો માનવામાં આવે છે.હિન્દુ ઘરોમાં આંગણામાં તુલસીનો છોડ રાખવામાં આવે છે.જેના કારણે દરેક ઘરમાં શુદ્ધ હવા મળી રહે છે.જે ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે છે, તે ઘરમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઓછું જોવા મળે છે.મચ્છરોનો ત્રાસ પણ ઓછો જોવા મળે છે.

ઘર આંગણાનું ઔષધ- તુલસી
ઘર આંગણાનું ઔષધ- તુલસી

તુલસી ભગવાન કૃષ્ણને અને ભગવાન વિષ્ણુને પ્રિય ગણવામાં આવતી હતી.દેવોની પ્રિય એવી તુલસી સ્વાસ્થ્ય માટે ગુણકારી જણાય છે.તુલસીના કુલ ૧૦૮ નામ છે,જેમકે નંદની, ધાત્રી, ધારીની, વૃંદા વગેરે.ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલું વૃંદાવન નું નામ,વૃંદા એટલે કે તુલસીના છોડનું વન, ઉપરથી પડ્યું છે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે.તેની પૂજા આરતી સવાર-સાંજ કરવામાં આવે છે.

તુલસીના પ્રકાર:

તુલસી ના બે પ્રકાર છે. શ્યામ તુલસી એટલે કે કાળી તુલસી અને રામ તુલસી એટલે આછી લીલી તુલસી.ઉષ્ણ કટિબંધ વિસ્તાર એટલે ગરમ વિસ્તારમાં તુલસી ઝડપથી ઊગી નીકળે છે.શ્યામ તુલસી ઔષધીય ગુણોનો ખજાનો ધરાવે છે.જેમ કે શરદી, ત્વચા વિકાર,જીવાણુ કરડી ગયું હોય,આંખની સંભાળ, શ્વાસની દુર્ગંધ જેવી સામાન્ય બીમારીથી બચી શકાય છે.સ્વાસ્થ્ય માટે ગુણકારી તુલસીના અનેક ફાયદા છે.

તુલસીના ફાયદા:

1.માનસિક તણાવમાં રાહત-

તુલસી મા તણાવ દૂર કરવાની શક્તિ રહેલી છે.રોજના સવાર-સાંજ તુલસીનાં બાર પાન ચાવીને ખાવાથી માનસિક તણાવ અને અશાંતિ માં રાહત થાય છે.તુલસી ના છોડ ના પાન ખાવાથી માનસિક તણાવ દૂર થાય છે અને શાંતિનો અનુભવ થાય છે.

2.તાવ અને શરદી માં મદદરૂપ-

તાવ અને શરદી માં મદદરૂપ
તાવ અને શરદી માં મદદરૂપ

વરસાદની ઋતુમાં ટાઢ વાય અને તાવ આવે, મેલેરિયા અને ડેન્ગ્યૂ જેવો તાવ હોય,દરેકમાં તુલસીના પાન ચા મા ઉકાળીને પીવાથી તાવમાં રાહત મળે છે.તાવ વધતો જતો હોય ત્યારે તુલસીના પાનને એલચી પાવડર સાથે ઉકાળીને પીવાથી રાહત થાય છે.

3.અસ્થમા કે શ્વાસની તકલીફ-

અસ્થમા કે શ્વાસની તકલીફ
અસ્થમા કે શ્વાસની તકલીફ

શ્વાસની તકલીફ હોય ત્યારે તુલસીના પાનનો રસ દર બે કલાકે લેવાથી ફાયદો થાય છે.મધ, આદુ અને તુલસીનો રસ લેવાથી રાહત મળે છે.તુલસી પાન,મરી અને લવિંગ નાખીને બનાવેલો ઉકાળો પીવાથી ઋતુ બદલવાને કારણે આવતા તાવ,શરદી અને શ્વાસની તકલીફમાં રાહત થાય છે.

4.સ્ત્રીઓની તકલીફમાં રાહત-

સ્ત્રીઓની તકલીફમાં રાહત
સ્ત્રીઓની તકલીફમાં રાહત

મિત્રો સ્ત્રીઓને વારંવાર પિરિયડમાં અનિયમિતતા માં તુલસીના છોડના બીજનું સેવન કરવાથી ફાયદો થાય છે.

5.મોં ની દુર્ગંધ માં કામ-

મોં ની દુર્ગંધ માં કામ
મોં ની દુર્ગંધ માં કામ

મિત્રો, મોં માંથી ખરાબ વાસ આવતી હોય તો તુલસીના પાન ચાવવાથી તરત જ આ વાસ દૂર થઈ જાય છે.મોની સફાઈ કર્યા પછી પણ જો મોંમાં વાસ આવતી હોય તો તુલસીના પાન ચાવવા જોઈએ.

6.જખ્મને રૂઝાવવામાં મદદરૂપ-

જો તમને કોઈ જગ્યાએ ઇજા થઇ હોય તો આ ઘા ઉપર તુલસીના પાન લગાવવાથી ઘા ઝડપથી રૂઝાઈ જાય છે.

7.ત્વચાના રોગોમાં ફાયદો-

ત્વચાના રોગોમાં ફાયદો
ત્વચાના રોગોમાં ફાયદો

મિત્રો, તુલસીનો છોડ ત્વચા સંબંધી રોગોમાં ખાસ લાભદાયી છે.તુલસીના ઉપયોગથી ધાધર જેવા રોગનો અંત આવી શકે છે.અને ચહેરો પણ સુંદર દેખાય છે.

8.ઉધરસ કે ખાંસી મા ફાયદો-

ઉધરસ કે ખાંસી મા ફાયદો
ઉધરસ કે ખાંસી મા ફાયદો

તુલસીના કુમળા પાન ચાવવાથી ઉધરસ કે ખાંસીમાં રાહત થાય છે.

9.ગળામાં બળતરા કે ગળુ સુકાઈ જવું-

તુલસીના પાનનો ઉકાળો નિયમિત થોડા થોડા અંતરે પીવાથી ગળાનું સુકાઈ જવું અથવા ગળાની બળતરામાં રાહત મળે છે.તુલસી નાખીને ઉકાળેલું પાણીના કોગળા કરવાથી ગળામાં રાહત મળે છે.

10.કિડનીના સ્ટોન માં ફાયદો-

મિત્રો, તુલસીનો ઉપયોગ કરવાથી કિડનીની કામ કરવાની શક્તિમાં વધારો થાય છે.કિડનીમાં પથરીની બીમારી હોય તો તુલસીના રસ સાથે મધ નિયમિત છ માસ સુધી લેવાથી કિડનીમાંથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.અને દુખાવામાં રાહત મળે છે.

11.હૃદયની બીમારી-

લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય અને હૃદયમાં સતત ધીમો ધીમો દુખાવો રહેતો હોય ત્યારે તુલસીના પાન રોજ સવારે ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય અને દુખાવામાં રાહત થાય છે.તેનાથી હૃદય સંબંધી બીમારીઓમાં રાહત થાય છે.

12.બાળકોને થતી બિમારીમાં રાહત-

બાળકોને થતાં સામાન્ય બાળરોગો જેવા કે- શરદી, તાવ, જાડા ને ઊલટીમાં તુલસીનો રસ આપવાથી રાહત મળે છે.

13.મોઢામાં ચાંદા પડવાની તકલીફ-

મિત્રો મોઢામાં ચાંદા પડતા વ્યક્તિએ તુલસીના પાન નું સેવન કરવાથી રાહત થાય છે.

14.જીવજંતુ કરડવું-

મચ્છર કે કોઈ જીવાણુઓ કરડી જવાથી જે ચકામું થઈ ગયું હોય કે બળતરા થતી હોય ત્યાં તુલસીના પાનનો રસ લગાવવાથી ફાયદો થાય છે અને તાજા તાજા તુલસીના પાનનો રસ પીવાથી ફાયદો થાય છે.તુલસીના મૂળની પેસ્ટ બનાવીને જીવાત કે લીચ કરડી હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે.

15.ચામડીમાં વિકાર-

કોઢ જેવી બીમારીમાં પણ તુલસીનો રસ લગાવવાથી રાહત મળે છે.અને ત્વચા ચમકીલી બનાવે છે.

16.દાંતમાં દુખાવો-

તુલસીના પાનને સૂકવીને તેનો પાઉડર બનાવી ને દાંત ઉપર ઘસવાથી દુખાવામાં રાહત મળે છે.સરસવના તેલમાં તુલસીના પાનનો પાવડર મિક્સ કરીને ઘસવાથી પેઢા મજબૂત બને છે, અને દુખાવામાં રાહત મળે છે.

17.માથાનો દુખાવો-

તુલસીના પાનના રસ ની અંદર ચંદનનો પાવડર મિક્સ કરીને કપાળ ઉપર લગાવવાથી ગરમીને લીધે થતો દુખાવા માં રાહત મળે છે.

18.આંખમાં બળતરા કે ઝાંખપ-

આંખ આવી હોય કે રાતના સમયે ઓછું દેખાતું હોય એવી વ્યક્તિના શરીરમાં વિટામિન એ ની ખામી હોય છે.તે વ્યક્તિએ રાત્રે સૂતી વખતે શ્યામ તુલસી રસના બે ટીપાં આંખમાં નાખવાથી રાહત મળે છે.

Notes: All image credited by google.

gujaratijokess