ક્યારેય બીમાર નાય પાડો જો તમે સરગવાની શીંગ ખાવાના આટલા ફાયદા ખબર હશે તો
સરગવો લોકોનો ઉત્તમ ઔષધ છે.સરગવાની છાલ, મુળ, ગુંદર,પાન અને બીજ પણ ઔષધીય તરીકે ગણાય છે.સરગવાના મુખ્ય બે પ્રકાર હોય છે,સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો.સફેદ ફુલવાળો સરગવો બધે જ જોવા મળે છે.લીલો સરગવો ન મળે તો તેની સૂકવણી કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.સરગવા માં વર્ષની અંદર બે વખત ફાલ આવે છે.સરગવાના ફૂલ, પાન,શીંગ,મૂળ, છાલ વગેરે ઔષધી તરીકે ઉપયોગ થાય છે.સરગવો ખાવાથી શરીરના ઘણા રોગો દૂર થાય છે.તમામ પ્રકારના સજા પણ દૂર થાય છે
સરગવો ખાવાથી થતા ફાયદા
1) શ્વાસ તથા ગળા ની તકલીફમાં રાહત
જો કોઈ વ્યક્તિને વધુ પડતો કફ થયો હોય, દમ ઘુટતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તે વ્યક્તિએ સરગવાની છાલનો ઉકાળો સવાર-સાંજ એક ગ્લાસ જેટલો લેવો જોઈએ.આ ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાનો છે.આ ઉકાળો પીવાથી ગળાનો કફ દૂર થશે અને શ્વાસ લેવાની તકલીફ પણ બંધ થઈ જશે.આ ઉકાળો નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિ આ ઉકાળાનું સેવન કરી શકે છે.
2) હૃદયરોગની બીમારી
જે કોઇ વ્યક્તિને હૃદયની બીમારીને કારણે યકૃત મોટું થતું જતું હોય તો સરગવાની છાલ નો ઉકાળો અથવા સરગવાનું સૂપ પીવાથી હદય અને યકૃત બંનેને ફાયદો થાય છે.સરગવાની છાલ નો ઉકાળોઅથવા સરગવાનું સૂપ પીવાથી હૃદયરોગની બીમારી ના વ્યક્તિને ઘણો ફાયદો થાય છે.હૃદયરોગથી પીડાતી વ્યક્તિએ આ ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવો જોઈએ.અને હંમેશને માટે પીવો જોઇએ તેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.
3) કીડનીમાં પથરીના દુખાવામાં રાહત
જો કોઈ વ્યક્તિ કીડનીની પથરીની બીમારીથી પીડાતો હોય તો તેમણે સરગવાના મૂળનો ઉકાળો પીવો જોઇએ.આ ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી કિડનીની પથરી બહાર નીકળી જાય છે.અને સાથે દુખાવો પણ દૂર થઈ જાય છે.તો પથરી વાળા વ્યક્તિએ આ ઉકાળો દરરોજ પીવો જોઇએ.
4) મેદસ્વિતા ઓછી કરે
જાડા વ્યક્તિ પાતળા થવા માટે સરગવો જરૂરથી ખાવો જોઈએ.સરગવો ખાવાથી વજન ઉતરે છે.એક મહિનામાં એક થી બે કિલો વજન ઓછું થાય છે.1 કિલો જેટલો સરગવો લઇ તેના નાના નાના ટુકડા કરવા પછી દોઢ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવાનું તેમાં થોડા ટુકડા નાખવાના આ પાણી ઉકળે એટલે તેમાં હળદર ધાણાજીરૂ અને થોડું સિંધવ મીઠું ઉમેરવાનું આ પાણી ઉપાડતા ઉપાડતા અડધો કપ થાય ત્યાં સુધી ઉકાળવા નું આ ઉકાળો સવારે નૈના પેટે પીવાથી વજન ઉતરે છે.
5) આંખ ની બીમારી
જે વ્યક્તિની આંખમાં મોતિયો આવ્યો હોય તો મોતિયો પણ દૂર થાય છે.અને આંખની રોશની સારી રહે છે. શરીરમાં બીજી કોઈ બીમારી હોય અથવા શરીરમાં કોઈ જગ્યાએ સોજો રહેતો હોય તો સરગવો ખાવાથી સોજા દૂર થાય છે.
6) ઔષધી તરીકે -સરગવો
આયુર્વેદ ની અંદર ૩૦૦ જેટલા રોગોમાં સરગવાનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.સરગવાના બીજમાંથી તેલ કાઢવામા આવે છે.સરગવાની છાલ, મુળ ને પાન માંથી આયુર્વેદિક દવા બનાવવામાં આવે છે.સરગવો અનેક બીમારીઓનો ઈલાજ કરે છે.અને શરીરને મજબૂત કરે છે.કારણ કે આમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે.
7) સરગવાના શીંગના પોષક તત્વો
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં ફોલિક એસિડ રહેલું છે.સરગવો વિટામિન-સી ભરપૂર માત્રામાં રહેલું છે.આ વિટામિન-સી શરીરના ઘણા બધા રોગો સામે લડવાનું કામ કરે છે.ખાસ કરીને શરદી અને તાવ, શરદીને કારણે નાક બંધ થઈ જતું હોય તો સરગવાને પાણી ઉકાળીને તમે નાશ લઈ શકાય લઈ શકો છો.આ પાણીને કારણે શરદી, તાવ અને જો તમારું નાક બંધ થઈ જતું હોય તો તે ખુલી જાય છે.સરગવા ની અંદર કેલ્શિયમની માત્રા ખૂબ જ રહેલી છે.જેના કારણે હાડકાં મજબૂત રહે છે.
આ ઉપરાંત સરગવામાં આયન, મેગ્નેશિયમ,ફોસ્ફરસ અને સિલિયમ જેવા તત્વો રહેલા છે.ગર્ભવતી સ્ત્રીઓ માટે લાભદાયી છે સરગવો.ગર્ભવતી સ્ત્રીઓને સરગવાની શીંગનું જ્યુસ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે.એટલે કે સરગવાનુ જ્યુસ પીવાથી ડીલવરી માં થતી સમસ્યામાં રાહત મળે છે.આ ઉપરાંત ડીલેવરી પછી પણ મા ને ખૂબ જ ઓછી તકલીફ રહે છે.
વિટામિન બી થી ભરપૂર છે.સરગવાના પાનની સાથે સાથે સરગવાના ફળ પણ વિટામિન બીથી ભરપૂર છે.વિટામિન બીથી ભરપૂર જેવા કે-વિટામિન બી સિક્સ, ફોલિક એસિડ,સરગવા ની અંદર વિટામીન એ પણ રહેલો છે.વિટામીન એ સૌંદર્ય માટે ઉપયોગી છે, જે ઘરડાપણાને દૂર કરે છે.જો તમે નિયમિત લીલા શાકભાજી અને સરગવાનો ઉપયોગ કરશો તો તમને ઘરડાપણાથી દૂર રાખશે.સરગવા થી આંખની રોશની પણ સારી રહે છે.લોહીને શુદ્ધ કરે છે.સરગવા નો સૂપ બનાવીને પણ પી શકાય છે.સરગવા થી ખીલ થતાં નથી.
8) બાળકો માટે લાભદાયી સરગવો
સરગવામાં કેલ્શિયમની માત્રા વધુ રહેલી છે. બાળકોના હાડકા ના બંધારણ માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે.કેલ્શિયમ ના કારણે બાળકોના હાડકા અને દાંત બંને મજબુત થાય છે.આથી ગર્ભવતી સ્ત્રીઓને સરગવો ખાવાની સલાહ આપવામાં આવે છે.જેથી બાળકમાં કેલ્શિયમની માત્રા ભરપૂર માત્રામાં મળે.સરગવામાં ઘણા બધા વિટામિન રહેલા છે અને સરગવો ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.
Notes: All image credited by google.