જમ્યા પછી આટલી ટેવો શરીર માટે ખૂબ જ હાનિકારક છે.
- મોટાપો,એસીડીટી,યુરિક એસિડ,થાઇરોડ,આર્થરાઇટિસ,ગોઠણ નો દુખાવો,આંખની નબળાઇ,વાળનું સફેદ થવું,દમ એટલે કે અસ્થમા,સાઇનસ એટલે કે નાકમાંથી પાણી પડ્યા કરવું ,માઈગ્રેન એટલે કે અડધા માથાનો દુખાવો,નિંદર ઓછી આવવી,ડાયાબિટીસ,હૃદયની બીમારી આ બધા જ રોગો ખાવાની ખોટી આદતો અને વિરુદ્ધ આહાર ને કારણે થાય છે.
- જમ્યા બાદ તરત જ સૂઈ જવું એ તદ્દન ખોટી ટેવ છે.આમ કરવાથી પચવાની શક્તિ ધીમી થઈ જાય છે અને ભોજનને પચાવવા માટે નું એસિડ ક્યારેક ઉપર આવવા માંડે છે.જેથી છાતીમાં બળતરા,એસીડીટી,ગેસ, પેટ ફૂલવું,અપચો,ખાટા ઓડકાર અને આંતરડામાં નબળાઈ વગેરે સમસ્યા થઈ શકે છે.
- જમ્યા પછી વામકુક્ષી એટલે કે ડાબે પડખે માત્ર દસેક મિનિટ સૂવું જોઈએ.
જમવાની કેટલીક ખોટી ટેવો
- જ્યારે કોઈપણ વ્યક્તિને પાચન સંબંધી સમસ્યા શરૂ થાય એની સાથે સાથે શરીરમાં બીજી ઘણી બીમારીઓ ઉત્પન્ન થવા લાગે છે.ખાધા બાદ તરત જ સૂવાથી વજન પણ વધી શકે છે અને આપણું શરીર સ્થૂળ થવા માંડે છે,માટે જમ્યા પછી એક કલાક પછી અથવા અડધા કલાક પછી ડાબા પડખે સૂવું જોઈએ.
- જમ્યા પછી તરત જ ગળ્યું ખાવાની ટેવ એકદમ ખોટી છે.દરેક ઘરમાં મોટેભાગે ચટપટું અને મસાલેદાર ભોજન તૈયાર થતું હોય છે.આવું ભોજન કર્યા બાદ તરત જ આપણને ગળ્યું ખાવાનું મન થાય છે.
- જમ્યા બાદ ગોળ ખાવો જોઈએ આરોગ્ય માટે ગોળ સુવર્ધક છે.તેથી કોઈ મુશ્કેલી કે સમસ્યા થતી નથી.પણ ખાંડ સંબંધિત ગળ્યું ખાવાથી અનેક મુશ્કેલીઓ આવવાની સંભાવના રહે છે.
- આપણા રોજિંદા જમવામાં શાક, દાળ, રોટલી, ભાખરી નો ઉપયોગ આપણે કરીએ છીએ,એમાં ગ્લુકોઝ પર્યાપ્ત માત્રામાં હોય છે.પરંતુ જમ્યા પછી ગળપણ ખાવાથી સુગર એટલે કે બ્લડમાં અને શરીરમાં ખાંડની માત્રા વધી શકે છે.તેને કારણે જાડું થવું,પેટ અને કમરની ચરબી વધવી, ડાયાબીટીસ ની ઉત્પત્તિ અને કિડની સંબંધી અનેક સમસ્યાઓ પણ થાય છે.પહેલા ધીમે ધીમે થાય છે અને પછી મોટા રોગ માં રૂપાંતર પામે છે.
- ખાંડ બનાવવા માટે અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થાય છે.જમ્યા બાદ ખાંડ સંબંધી વસ્તુના સેવનથી પાચન શક્તિ મંદ થવા માંડે છે, એમાં કેમિકલ પણ જવાબદાર હોય છે,એમ વૈજ્ઞાનિકોનું માનવું છે.
જમ્યા બાદ ખાંડ સંબંધિત ગળ્યું ખાવાથી અનેક મુશ્કેલીઓ આવે છે
જમ્યા બાદ ખાંડ સંબંધિત ગળ્યું ખાવાથી અનેક મુશ્કેલીઓ આવે છે
- જમ્યા બાદ ચાલવું જોઈએ,જમ્યા બાદ ચાલવાનું સારું માનવામાં આવે છે અને એ સાચું પણ છે.પણ એવું માનવામાં આવે છે કે ખાધા પછી ચાલવું જોઈએ પરંતુ જમ્યા પછી તરત જ ચાલવાનું નથી.જમ્યા પછી વીસ કે ત્રીસ મિનિટ પછી થોડું ચાલવું જેનાથી આરોગ્ય સારું રહેશે.અને પાચનતંત્ર પણ સુધરશે એટલે કે ચાલવાનું જરૂરી છે પણ આમ જમ્યા નથી અને આમ ચાલવાનું શરૂ કર્યું નથી એમ આપણે ચાલવાનું નથી થોડી નિરાંત રાખી પછી ચાલવાનું છે.
- જમ્યા બાદ ઘણા ને તરત જ ચા-કોફી પીવાની આદત હોય છે,તે ખરાબ છે.ચા-કોફીમાં કેફીનની માત્રા વધારે હોય છે.જમ્યા બાદ તરત જ ચા-કોફી પીવાથી પ્રોટીન અને આર્યન શરીરને પૂરતી માત્રામાં શોષી લે છે.ધીરે ધીરે પ્રોટીન અને આયર્નની કમી પણ થવા માંડે છે.ક્યારેક પીવાથી નુકસાન થતું નથી.
- જમ્યા પછી તરત જ પાણી પીવાની આદત એ પણ આયુર્વેદમાં ઝેર સમાન માનવામાં આવ્યું છે.જમવાની વચ્ચે પાણીનો એક ઘૂંટડો પીવાનું આપણું પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાન કહે છે.જમ્યા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં,જમવાના અંતે છાશ પીવાનું કહેવામાં આવ્યું છે.
જમ્યા પછી ક્યાં કામ ન કરવા જોઈએ
જમ્યા પછી ક્યાં કામ ન કરવા જોઈએ
- જમ્યા પછી તરત જ પાણી પીએ તો અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે, જમ્યા બાદ પાણી પીવાથી પાચન શક્તિ મંદ થઈ જાય છે.
- જઠર માં રહેલો અગ્નિ અનાજને પચાવવામાં મદદરૂપ થાય છે, આ અગ્નિ પાણી પીવાથી શાંત થઈ જાય છે અને પાચનશક્તિ મંદ પડે છે.
- જમ્યા બાદ પાણી પીવાથી લાંબા ગાળે પેટમાં અલ્સર, કબજિયાત, એસીડીટી,નબળાઈ, યુરિક એસિડ ઉત્પન્ન થવાથી અનેક સમસ્યાઓ થાય છે.
- જમ્યા બાદ તરત જ ફળોનું સેવન ન કરવું જોઈએ,જમ્યા બાદ તરત જ ફળોનું સેવનથી પાચનશક્તિ મંદ પડે છે અને તેને કારણે ગેસ થવાની પૂરી શક્યતાઓ રહે છે.
જમ્યા પછી આટલી ટેવો શરીર માટે ખૂબ જ હાનિકારક છે
જમ્યા પછી આટલી ટેવો શરીર માટે ખૂબ જ હાનિકારક છે
- ફળોમાં રહેલા પોષક દ્રવ્યો મેળવવા હોય,તો જમ્યા બાદ થોડા સમય પછી અને ભૂખ લાગે ત્યારે ફળ ખાવા જોઈએ.અને ઋતુ પ્રમાણેના ફળ લેવા જોઇએ.
- ધુમ્રપાન આમ જુઓ તો ક્યારે પણ કરવું જોઈએ નહીં અને જમ્યા બાદ તરત જ તો ધૂમ્રપાન ન જ કરવું.ધુમ્રપાન ક્યારેય ન જ કરવું જોઈએ અને ધુમ્રપાન શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, ધુમ્રપાન કરવાથી ફેફસાની અનેક સમસ્યાઓ લાંબા ગાળે થાય છે.જેથી કેન્સર જેવા રોગો થવાની સંભાવના રહે છે.
Notes: All image credited by google.