શું તમે આ રીતે ઉપયોગ કરો છો કપૂરનો ?

શું તમે આ રીતે ઉપયોગ કરો છો કપૂરનો ?

મિત્રો આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ.પણ આ વસ્તુનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ.આવી જ એક વસ્તુ છે “કપૂર” કપૂરનું તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થયો છે.કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે.પણ કપૂરથી કે તેનાથી તૈયાર થયેલ તેલ દ્વારા આપણે આપણી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ તો મિત્રો ચાલો આપણે કપૂર અને કપૂરનું તેલ ના ફાયદા વિશે ચર્ચા કરી.

કપૂર નો ઉપયોગ કરવાની સાચી રીત

  • કપૂરથી તૈયાર થયેલ તેલ દ્વારા શરીરના રક્તનો સંચાર સારો રહે છે.શરીરના કોઈપણ અંગમાં દુખાવો થાય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મેળવી શકાય છે.

પગની ફાટેલી એડી માટે

  • કપૂરનો પ્રયોગ ફાટેલી એડીઓ માટે પણ કરી શકાય છે.ગરમ પાણીમાં થોડું કપૂર નાખી તેમાં પગ પલાળ્યા બાદ સ્કબ કરો.આવુ થોડા દિવસો સુધી કરવું.એનાથી એડી એકદમ મુલાયમ અને સ્મૂધ બને છે.
  • કપૂરના તેલનો ઉપયોગ ખીલમાંથી છુટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે.કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે અને તેના ડાઘ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે.
  • કપૂરના તેલથી વાળની સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે.ખોડો અને ખરતા વાળની સમસ્યા પણ દૂર થઇ શકે છે.કપૂરના તેલથી નિયમિત રીતે માથામાં મસાજ કરવાથી વાળ ઉતરતા બંઘ થાય છે.તે વાળને જડથી મજબૂત બનાવે છે.
  • શરીરનું કોઈપણ અંગ બળી જવાથી પણ આ તેલનો પ્રયોગ કરવો લાભકારી સાબિત થાય છે જો હાથ આગથી દાઝી ગયો હોય કે પછી તેના પર નીશાન હોય તો કપૂર ખૂબ જ મદદગાર છે.

ત્વચાને સુંદર બનાવવામાં

ત્વચાને સુંદર બનાવવામાં
ત્વચાને સુંદર બનાવવામાં
  • શરીરની ત્વચા પર ખરજવું થયું હોય ત્યાં કપૂરના તેલનો ઉપયોગ કરવાથી ખંજવાળથી રાહત મેળવી શકાય.અને આપણી ત્વચાને સુંદર બનાવવામાં ફાયદાકારી હોય છે તેનો પ્રયોગ કરવાથી નિખાર વધી જાય છે,પણ સૌપહેલાં તેનો પ્રયોગ તમારા હાથ પર કરીને જોઈ લેવો કે તમને આ તેલથી કોઈ એલર્જી તો નથીને.

બાળક શાંતિથી ઊંઘી શકે

બાળક શાંતિથી ઊંઘી શકે
બાળક શાંતિથી ઊંઘી શકે
  • નાના બાળકોને જ્યારે શરદી થઇ હોય ત્યારે તેનું નાક બંધ થઈ જાય છે.તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.તેવા સમયે એક કપડામાં થોડા થોડા અંતરે કપૂરની ગોળી બાંધીને આખી માળા બનાવીને બાળકને પહેરાવવામાં આવે છે જેથી કપૂરના કણને કારણે બાળકનું નાક ખુલ્લું રહેશે અને બાળક શાંતિથી ઊંઘી શકશે.
  • જો તમે કપૂરનું તેલ ઘરે જ બનાવવા ઈચ્છતા હોય તો નારિયેળના તેલમાં કપૂર ના ટુકડા નાખીને તેને હવાચુસ્ત ડબામાં બંધ કરી દો,24 કલાક પછી તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.

Notes: All image credited by google.

gujaratijokess

One thought on “શું તમે આ રીતે ઉપયોગ કરો છો કપૂરનો ?

  1. My family always say that I am killing my time here at web,
    but I know I am getting know-how everyday by reading thes pleasant content.

Comments are closed.