તમને લોકોને આ વાતની ખબર નાય હોય કંટોલા માં થી આટલી વસ્તુ બનાવી શકાય
આપણે આ પોસ્ટમાં કંટોલા વિશે વાત કરવાના છીએ અત્યારે ચોમાસુ બેસી ગયો છે એટલે અત્યારે લીલા લીલા શાકભાજી પણ થવા માંડ્યા છે આપણા શરીરને સ્વાસ્થ્ય અને સ્વસ્થ રાખવા માટે કંટોલા નુ શાક ખાવું જરૂરી છે તો આપણે આ પોસ્ટમાં કંટોલા નુ શાક ખાવાથી કેટલા ફાયદા થાય છે તે જણાવશો.
કંટોલા ને બીજી ભાષામાં કંકોડા પણ કહેવામાં આવે છે.કંટોલા એ વેલાના સ્વરૂપનું શાકભાજી થાય છે.
આ વેલા ની વિશિષ્ટતા એસે નર અને માદા એવી રીતે બે વેલાઓ થાય છે.અને નર અને માદા એમ બંને વેલાઓ એક સાથે હશે તો જ કંટ્રોલ આવશે અને તો તેને કંટોલા કહેવાય છે.
કંટોલા ઉપર ઝીણા ઝીણા કાંટાઓ આવેલા છે તે કાંટો કાઢીને પછી જે ફળ વધે છે તેને સુધારી ને તેનું શાક બનાવવામાં આવે છે.કંટોલા માં વિટામિન, પ્રોટીન,પેપટીન અને કાર્બોહાઈડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે.કંટોલા ના વેલા જંગલમાં ખેતરના શેઢે ચોમાસામાં આપોઆપ ઊગી નીકળે છે કંટોલા ના વેલા ખાલી ચોમાસામાં જ ઊગે છે બીજી એ કોઈ ઋતુમાં વહેલા મૂકતા નથી.
કંટોલાનુ મુળ ભારતના પર્વતીય વિસ્તાર કહેવાય છે.ભારતમાં કંટોલા નું વાવેતર ગુજરાત,રાજસ્થાન , બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને આસામ રાજ્યમાં વધારે જોવા મળે છે.તેને અંગ્રેજી માં Spiny Guard કહેવાય છે.તેનુ બાયોલોજીકલ ફેમીલી કુકુરબીટેસી (Cucurbitaceae) છે.
કંટોલાને સૌથી શકિતશાળી શાકભાજી માનું ગણાય છે.કંટોલા વર્ષાઋતુ ના વેલાવાળા શાકભાજીનો રાજા કહેવાય છે.તે અેક પ્રકારનું વેલાવાળુ જંગલી શાકભાજી છે.
વર્ષાઋતુ માં વન-વગડા અને ખેતરના સેઢા-વાડ માં આપમેળે ઉગી નીકળતું જંગલી શાકભાજી છે.તે આપમેળે ખેતરોની વાડમાં વેલા રૂપે ઉગી નીકળતા પ્યોર ઓર્ગેનીક હોવાથી ખૂબજ સ્વાદિષ્ટ હોય છે.
જુનાગઢ જીલ્લાના કેશોદ,માળીયા,માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કંટોલાની પધ્ધતિસર ખેતી થાય છે.સોરઠ પંથક માં સૌપ્રથમ કંટોલાની સફળતા પુર્વક ખેતી ૧૯૮૨ ની સાલમાં અજાબ ગામના અેક પ્રગતિશીલ ખેડૂતે કરેલી હતી.
ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારના લોકોનું તે પ્રિય શાકભાજી છે.કંટોલાનું અથાણું પણ નાખી શકાય અને ચિપ્સ પણ બનાવી શકાય છે.
તેને બીજ માંથી કે પછી તેની ગાંઠ માંથી ઉછેરી શકાય છે.નર અને માદા એમ બે વેલા ઉછેરવા પડે જેથી કુદરતી રીતે ફલીકરણ થાય છે.
કંટોલા માં અૌષધીય ગુણો થી ભરપૂર હોવાથી તેમા પ્રોટીન અને આયર્ન ભરપૂર હોય છે જયારે કેલેરી ઓછી હોય છે. જેથી વજન ઘટાડવા લોકો માટે એક ઉતમ ઔષધ છે.
વિવિધ રોગો જેવા કે શ્વાસની તકલીફ, ખાંસી, તાવ, ડાયાબિટિસ, મસા,બ્લડ પ્રેસર,આંતરડાના વિકાર કે પેશાબની તકલીફમાં કંટોલાનું વિવિધ પ્રકારે સેવન કરવાથી ખૂબ અકસીર પૂરવાર થાય છે.
કુદરતી રીતે જ ઉગી નિકળતા આ કંટોલા મજુર પરિવારના લોકો વન-વગડા માંથી વિણી લાવે છે અને તે બજારમાં શાકભાજી તરીકે વેંચાય પણ છે.
સોરઠ પંથકના ખેડૂતો કંટોલાને સુરત-અમદાવાદ તથા તેની આસપાસના વિસ્તારોની શાક માર્કેટમાં પહોંચાડે છે.તેમને કિલો દીઠ માંડ ૮૦ થી ૧૦૦ રૂપીયા મળે છે.
કંટોલા ખૂબજ મહેનતાણું આપતો પાક છે પરંતુ હજું ખેડૂતો તેમજ લોકોને તેના વિશે સિમીત જ્ઞાન હોવાથી તેને હજું જોયે તેવી લોકપ્રિયતા મળેલ નથી !
Notes: All image credited by google.