ટેટ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું? – TET 1 and TET 2 Exam 2023
પરીક્ષા ના ફોર્મ માટે જરૂરી માહિતી
- TET – I/TET – ll પરીક્ષા નું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારો સ્કેન કરેલો ફોટો 2 KB સાઈઝ નો, અને સ્કેન કરેલી સહી સાઈઝ 15 KB જરૂરી છે.
- જનરલ અથવા EWS નું સર્ટિફિકેટ TET – I/TET – ll પરીક્ષા નું ફોર્મ ભરવા માટે જરૂરી છે.
- TET – I/TET – ll પરીક્ષા નું ફોર્મ ભરવા માટે ઉંમર મર્યાદા કોઈપણ પ્રકારની હોતી નથી,પરંતુ પરીક્ષા પાસ થયા પછી નોકરી સમયે ઉંમર મર્યાદા હોય છે.
- જો તમે TET – I/TET – ll પરીક્ષા પાસ કર્યા પછી નોકરી માટે ભરતીની જાહેરાત આવે ત્યારે પરીક્ષા નું ફોર્મ ભરતી વખતે વયમર્યાદા પુરુષો માટે 35 અને મહિલાઓ માટે વયમર્યાદા 40 હોય છે.
- પરીક્ષા નું ફોર્મ ભરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે પરીક્ષા નું ફોર્મ અંગેજી માધ્યમ માં ભરવું કે ગુજરાતી માધ્યમ માં ?જુઓ મિત્રો,તમે અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કર્યો હોય તો તમારે અંગેજી માધ્યમ માં પરીક્ષા નું ફોર્મ ભરવાનું અને જો તમે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તો તમારે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા નું ફોર્મ ભરવાનું થશે.
- TET – I/TET – ll પરીક્ષાની ફી ઓનલાઈન વેબસાઈટ દ્વારા જ ભરવાની હોય છે. પરીક્ષા ફોર્મ ની ફી જો તમે તેની તારીખ સુધી માં નહીં ભરો તો તમારે લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.
- TET – I/TET – ll પરીક્ષા 2 માસમાં એટલે કે ફેબ્રુઆરી માસમાં બોર્ડ ની પરીક્ષા પહેલા લેવામાં આવશે.
લોખંડ અને રૂ આ બંનેમાંથી કોનું વજન વધુ છે?
ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું?
- સૌ પ્રથમ https//ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવું.
- Apply online પર Click કરો.
- ગુજરાતી,હિન્દી,અંગ્રેજી માધ્યમ માંથી તમે જેમાં યોગ્યતા ધરાવતા હોય તે કસોટીનું ફોર્મ ભરવું.એટલે કે તમે કરેલા અભ્યાસ ના માધ્યમમાં તમે ફોર્મ ભરી શકશો.ખાસ તમે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તો તમે ગુજરાતી માધ્યમના તમારો જે વિષય છે તે વિષય પર જ Click કરો,અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તો તમે તમારા વિષય પર Click કરો.
- Apply now પર Click કરવાથી Application format દેખાશે તેમાં તમારી પર્સનલ ડિટેલ્સ ની તમામ વિગત ફરજીયાત ભરવાની રહશે.
- ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ્સ પર Click કરો તેમાં તમે પાસ કરેલ વર્ષ, વિષય અને ટકાવારી જેવી તમામ વિગતો ભરવી.
- ત્યાર પછી save પર ક્લિક કરવાથી તમારો data save થઈ જશે.અને Application number આવે તે સાચવી ને રાખવો.
- ત્યારબાદ પેજના ઉપરના ભાગમાં ફોટો અપલોડ પર Click કરો.અહીં તમારો Application Number અને Date of Birth માગશે.Ok પર Click કરો એટલે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના.(ફોટા નું માપ- ઊંચાઈ 5 સે.મી, પહોળાઈ 3.6 સે.મી, ને 2 KB સાઈઝ.તેમજ સિગ્નેચરનું માપ -ઊંચાઈ 2.5 સે.મી, પહોળાઈ 7.5 સે.મી, ને 15 KB વધારે સાઈઝ ન હોવી જોઈએ.ફોટો અને સિગ્નેચર JPG format સોફ્ટકોપીમાં હોવો જોઈએ.આ રીતે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે.
- હવે Confirm application પર Click કરો.એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ add કરો. ok પર Click કરવાથી 2 ઓપ્સન આવશે.1:Application preview 2:Confirm application.આ બન્ને માંથી Application preview પર Click કરી તમારી અરજી ની તમામ માહિતી ધ્યાન પૂર્વક જોઈ લેવી.
- અરજીમાં સુધારો વધારો કરવાનો હોય તો Edit application પર કલીક કરી સુધારો કરી લેવો.અરજી Confirm કર્યા પહેલા કોઈપણ પ્રકારના સુધારો કરી શકાશે.પરંતુ અરજી confirm કર્યા બાદ કોઈપણ પ્રકારના સુધારા વધારા થશે નહીં.માટે તમામ વિગતો ખુબ જ ધ્યાનપૂર્વક જોઈ,વાંચીને ભરવી.
- તમામ વિગતો ચકાસીને પછી જ confirm પર ક્લિક કરો. તમે જે વિગત ફોર્મ માં ભરશો તે જ તમારી માર્કશીટમાં નામ આવશે.
- છેલ્લે Confirm application પર ક્લિક કરવાથી તમારી અરજી બોર્ડમાં online સ્વીકાર થઈ જશે.ત્યારે એક confirmation number આવે તે તમારે સાચવવાનો રહેશે.
- એપ્લિકેશન કન્ફર્મ થયા પછી તમારે પરીક્ષાની ફી online ભરવાની રહેશે.