સોમનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ – somnath mahadev mandir history in gujarati

સોમનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ – somnath mahadev mandir history in gujarati

સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે.ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યમા આવેલા છે. તેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં આવેલું છે. અને બીજું જ્યોતિર્લિંગ દ્વારકા નજીક નાગેશ્વર આવેલું છે.આ બંને જયોતિલિંગો ગુજરાતની પવિત્ર ધરા પર આવેલા છે.સોમનાથ મંદિર હિન્દુ ધર્મનું પરમ આસ્થાનું કેન્દ્ર છે.

સૌપ્રથમ સોમનાથ મંદિર ની સ્થાપના કોણે કરી?

સોમનાથ મંદિર ની સ્થાપના રાજા ચંદ્ર એ કરી હતી.પુરાણો અનુસાર જોઈએ તો દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે ચંદ્ર એ લગ્ન કર્યા હતા. 27 નક્ષત્ર પરથી 27 રાણીના નામ પડ્યા હતા. જેમાં રોહિણી ચંદ્ર રાજા ની માનીતી રાણી હતી, એટલે કે રોહિણીને રાજા અન્ય કરતા ખુબ જ પ્રેમ કરતા હતા.

રોહિણી અને અન્ય રાણી પ્રત્યેનો રાજાના પક્ષપાત થી દક્ષ રાજાને તેની પુત્રીઓએ ફરિયાદ કરી.આથી ક્રોધિત થઈને રાજા દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો.આ શ્રાપ માંથી મુક્ત થવા માટે ચંદ્ર એ ભગવાન સોમેશ્વર મહાદેવની આરાધના કરી,અને મંદિરની સ્થાપના કરી.જે આજે સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે.આ મંદિરે તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપ માંથી આંશિક એવો છુટકારો મળ્યો.

સોમનાથ મંદિરની ભવ્યતા

પ્રાચીન માન્યતા અનુસાર સતયુગમાં સોમ રાજા એ સુવર્ણ મંદિર બંધાવ્યું હતું.ત્રેતાયુગમાં દશ સન રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું.અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડામાંથી મંદિર બંધાવ્યું. આજથી હજારો વર્ષ પહેલા ભગવાન શિવનું અતિભવ્ય અને દિવ્ય મંદિર હતું.આ મંદિરના 56 સ્તંભ પર સોનું-ચાંદી,હીરા અને રત્ન જડેલા હતા.મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા,ઝવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી લગભગ 1000 જેટલા પુજારીઓ ભગવાનની પૂજા-આરતી કરતા.

અહીં આ મંદિરમાં ગંગા નદીનું પવિત્ર જળ કાવડ દ્વારા લઈ ને અને કમળનું ફૂલ કાશ્મીર માંથી લઈ આવીને ભગવાન મહાદેવને દરરોજ અભિષેક કરવામાં આવતો હતો. પ્રાચીન કાળ દરમિયાન આ મંદિર ખુબ જ વૈભવશાળી હતું અને તેનું કારણ એ છે કે તે સમયે ભારતનું એક વિશ્વ વ્યાપારિક બંદર હતું.તેથી આ જૂનું મંદિર ખુબ જ સમૃદ્ધ હતું.

સોમનાથ મંદિર કેટલી વખત લૂંટાયું અને તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.

સૌપ્રથમ ઈ.સ.પૂર્વે 649 માં મૈત્રક વંશના રાજા દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ત્યાર પછી ઈ.સ.પૂર્વે 725 માં સિંધના મુસ્લિમ સુબેદાર અલજુયડે આ મંદિર તોડી પડ્યું.આ મંદિર તૂટ્યા પછી ઈ.સ.પૂર્વે 815 માં ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.આ પછી ઈ.સ.1024 માં મહમદ ગજની 5000 સૈનિકો લઈને સોમનાથ મંદિર લૂંટે છે.ત્યારબાદ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.

ભીમદેવ આ મંદિર લાકડાનું બનાવડાવ્યું હતું.ઘણા બધા પુસ્તકોમાં મંદિર પથ્થરનું દર્શાવ્યું છે,પણ ખરેખર પથ્થરનું મંદિર ઈ.સ.1168 માં કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું.ત્યારબાદ ઘણા શાસકો આવે છે.મંદિર ને લૂંટે છે અને ફરી જીર્ણોદ્ધાર કરે છે.આમ મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિર લૂંટવાનું અને હિંદુ શાસકો દ્વારા આ મંદિરનું સમારકામ કરવાનું કામ ચાલુ જ રહે છે. આમ સોમનાથ મંદિર લગભગ 17 વખત લૂંટાયું છે.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિજ્ઞા

આપણો દેશ આઝાદ થયો ત્યારે 1947 ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ,જામસાહેબ દિગ્વિજયસિંહ, કનૈયાલાલ મુનશી અને કાકાસાહેબ કાલેલકર આ બધા સોમનાથ આવે છે.મંદિરના આ હાલ જોઈને સરદાર વલ્લભભાઈ પટેલને ઘણું દુઃખ થાય છે.તે જ ક્ષણે સરદાર વલ્લભભાઈ પટેલ દરિયામાંથી પાણી લઈ ફરી સોમનાથ નું ભવ્ય મંદિર બનાવવાની પ્રતિજ્ઞા કરે છે,અને મંદિર બનાવવાનું કામ ચાલુ થાય છે. સરદાર પટેલ પછી આ મંદિરનું કામ કનૈયાલાલ મુનશી દ્વારા સંભાળવામાં આવે છે.8 મેં 1950ના રોજ રાજા દિગ્વિજયસિંહ એ મંદિર ની પ્રથમ આધાર શીલા મૂકી હતી.11 મેં 1951 માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ના હસ્તક મંદિરમાં શિવલિંગની સ્થાપના થઈ.

સોમનાથ મંદિર બનાવવાનો સૌપ્રથમ ખ્યાલ

સોમનાથ મંદિર બનાવવાનો સૌપ્રથમ ખ્યાલ સરદાર વલ્લભભાઈ પટેલનો હોવાથી સોમનાથ મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે.આ મંદિર નવું છે પરંતુ તેનું નિર્માણ પ્રાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યુ છે. ધર્મને કાજ સોમનાથ મંદિર પાછળ લાખો લોકો એ પોતાના બલિદાન આપ્યા.

ગઝનીના આક્રમણ વખતે સોમનાથ મંદિર ની રક્ષા કરવા પાટણના રાજા ભીમદેવ સોલંકી ના સૈન્ય માં ઉતરેલા લાઠીના હમીરજી ગોહિલ પોતાના લગ્ન થયા તે જ દિવસે સોમનાથ મંદિરની રક્ષા માટે બલિદાન આપ્યું હતું.સોમનાથ મંદિરમાં હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ ના બલિદાન ની નિશાનીઓ આજે પણ જોવા મળે છે.ઈ.સ.1970 માં જામનગર ની રાજમાતા એ પોતાના પતિની યાદ માટે ‘દિગ્વિજય દ્વાર‘ ની સ્થાપના કરી.

Other Post : શ્રી જલારામ મંદિર વિરપુર નો ઇતિહાસ

સોમનાથ મંદિરની વિશેષતા

સોમનાથ મંદિર ની ઊંચાઈ 155 ફૂટ છે, ગર્ભગૃહમાં 1 માળ અને શિખર સુધીમાં 7 માળ છે.મંદિરનું સભાગૃહ અને નૃત્યમંડપ ત્રણ ત્રણ માળનું છે.અને તેના ત્રીજા માળ પર 1000 જેટલી કળશો બનાવવામાં આવી છે.ગર્ભગૃહની કળશનું વજન 10 ટન છે.નૃત્યમંડપના ચારેય તરફ ના નાના-નાના શિખરો સુશોભિત છે.સોમનાથ મંદિર ને 72 સ્તંભો છે. તેની વિશેષતા એ છે કે 800 વર્ષો પછી પણ આ નાગરશૈલી માં નિર્માણ થયેલ આ પ્રથમ મંદિર છે. પુરાતત્વીય અહેવાલ મુજબ, આ મંદિરની નીચે 3 માળની બૌધ ગુફાઓ, સ્તૂપ છે.

સોમનાથ મંદિર ની આરતી અને દર્શન નો સમય

સોમનાથ મંદિર ની આરતીનો સમય સવારે 7:00 વાગ્યે બપોરે 12:00 વાગ્યે અને સાંજે 7:00 વાગ્યે છે. સોમનાથ મંદિર ના દર્શન નો સમય સવારે 6 થી રાતના 9:30 વાગ્યા સુધી નો છે.આ મંદિરનું સંચાલન સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.સોમનાથ મંદિરમાં અતિથિ માટે 400 થી પણ વધુ રૂમની વ્યવસ્થા છે,અને ચાર જેટલા ભોજનાલય છે.સોમનાથ મંદિર શ્રાવણમાસની શિવરાત્રી અને કાર્તિકી પૂર્ણિમા ના દિવસે અહીં મેળો ભરાય છે.

સોમનાથ મંદિર લોકેશન

સોમનાથ મંદિરના દર્શન માટે જૂનાગઢથી 94 કિમી, રાજકોટથી 197 કિમી અને અમદાવાદથી 410 કિમી દૂર આવેલું છે.સોમનાથ મંદિરના દર્શન માટે જવા માટે ખાનગી અને સરકારી બસની સુવિધા ઉપલબ્ધ છે.નજીક એરપોર્ટ દીવ છે જે 80 કિમી છે.સોમનાથ મંદિર ઘણીવાર લૂંટાયું અને હિંદુ શાસકો દ્વારા આ મંદિરનું સમારકામ કરવામાં આવ્યું.

તેથી દિવસેને દિવસે લોકોની આ મંદિર પર અતૂટ શ્રદ્ધા અને આસ્થા વધી ગઈ.સોમનાથ મંદિરના દર્શનમાં આજે પણ ખુબ જ ભીડ જોવા મળે છે.શ્રી સોમનાથ દાદાના દર્શન થી દરેક ભક્તો ને એક અદ્ભુત શક્તિ નો અનેરો અહેસાસ કરાવતું આ દિવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વિશ્વભરમાંથી લાખો લોકો આવે છે.ભગવાન સોમનાથ મહાદેવ દરેક ની મનોકામના પૂર્ણ કરે છે.

gujaratijokess