ભૂત અને પ્રેત આત્મા સાળંગપુર મંદિર માં જતાં જ કેમ ભાગી જાય છે ??
હનુમાનજી એટલે કષ્ટભંજન
હનુમાનજી નું સ્મરણ માત્ર તમને વિકટ ભરી પરિસ્થિતિઓ માંથી ઉગારી લે છે.હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમૂલ્ય લાહો લેવા ભક્તોજનો હનુમાન ના વિવિધ મંદિરે જાય છે.આવાજ એક વિખ્યાત અને કષ્ટ નિવારણ મંદિર વિષે જાણીયે.
આ મંદિર ભક્તોના કષ્ટ નિવારણ તેમજ ભૂત પ્રેત અને અનિષ્ટ તત્વો થી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી અને ચમત્કારી મનાઈ છે.
સાળંગપુર મંદિર નો ઇતિહાસ
આ મંદિર ગુજરાત ના બોટાદ જિલ્લા ના પરવારા તાલુકાના સાળંગપુર ગામ માં આવેલું છે.ભૂત અને પ્રેત આત્મા થી પીડિત લોકો આ મંદિર ના દર્શન એક વાર કરી લે તો એમ ને ભૂત અને આત્માથી મુક્તિ મળી જાય છે.આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને માનભૂધિના લોકો પણ આ મંદિર ના દર્શન નો અવ્યાષ લાભ લે છે .ખાસ કરીને કાળી ચૌદય ના દિવસે હનુમાનજીના દર્શન કરવા માટે બધા ભક્તો ની ભીડ જોવા મળે છે.
ભૂત પ્રેત આત્મા થી ઉગારતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભૂત આત્મા થી પીડિત લોકો આ મંદિર માં આવા થી મંદિર નું પરિષદ ધ્રુજવા લાગે છે અને હનુમાનજીની મૂર્તિ દર્શન માત્ર જ ભૂત આત્મા ભાગી જાય છે. અને મંદિર માં ચાલતો ધુમાડો શ્વાશ માં જતા અને મંદિર માં ચાલતા મંત્ર ઉચ્ચાર થી ભૂત પ્રેત કાયમ માટે નાચી જાય છે .
સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતા પણ જૂનું છે અને આ માધીર ની સ્થાપના જાણે ભક્તોના કાષ્ટ હરવા માટે થઇ છે.
સાળંગપુર મંદિર શનિદેવ
શનિદેવને સૌથી વધુ ક્રોધિત દેવ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તેમની દુષ્ટ દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડે છે, તો તેના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. આપણા હિન્દુ ગ્રંથોમાં માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાન જીની ઉપાસના કરે છે, તેમના પર શનિદેવનો ક્રોધ નથી. એવું કહેવામાં આવે છે કે શનિદેવ પણ મહાબાલી હનુમાનની સામે કંઇપણ કરવામાં અસમર્થ છે.
બધા જાણે છે કે હનુમાન જી બ્રહ્મચારી છે અને તેઓ કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડતા નથી, કે ખરાબ વર્તન કરતા નથી. આટલું વિચારીને શનિદેવે હનુમાન જીથી છટકી જવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન હનુમાન પાસેથી તેમના પગ પર આશ્રય મેળવ્યો. હનુમાન જીને ખબર પડી ગઈ હતી કે શનિદેવ સ્ત્રીનું રૂપ લઈ રહ્યા છે. આ હોવા છતાં, હનુમાન જીએ શનિદેવને સ્ત્રી સ્વરૂપે માફ કરી દીધા. તે પછી શનિદેવે હનુમાન જીના ભક્તો ઉપર પોતાનો ક્રોધ છીનવી લીધો.