આ ફોટા વો જોઈ ને તમને તમારી નાનાપણ ની યાદ આવી જશે
1) ખાટા મીઠા ગોળા :
કોણે કોણે નાનપણમાં આ ગોળાઓ ખાધેલા છે. આ ફોટો જોઇને તમને પણ તમારો નાનપણ યાદ આવી જશે. હું નાનો હતો ત્યારે આ ગોળા બહુ ખાધેલા છે.આ ગોળાઓ રૂપિયાના ચાર મળતા એટલે એક ગોળો 25 પૈસાનો આવતો આ ગોળાઓ સ્વાદમાં ખાટા-મીઠા હોય છે.અત્યારે હું આ ગોળો લેવા ગયો તો રૂપિયાનો એક ગોળો આપ્યો અને આ ગોળા નો સ્વાદ પણ પહેલાં જેવો રહ્યો નથી. પહેલા ના ગોળા નો સ્વાદ તો કઈ અલગ જ હતો એવો સ્વાદ હવે નહીં મળે એવું લાગે છે મને.
2) ફાનસ :
તમે જે આ ફોટામાં જોઈ રહ્યા છો એને ફાનસ કહેવામાં આવે છે. આ ફાનસ જૂના જમાનામાં વાપરતા હતા. જ્યારે સાંજ પડે ત્યારે આ ફાનસ ચાલુ કરવામાં આવતો હતો. આનાથી આખા ઘરમાં અંજવાળુ ફેલાઈ જતું હતું. અત્યારે તો આ ફાનસ ભાગ્યે જ ક્યાંક જોવા મળતું હશે આ ફાનસ માં માઇન ત્રણ વસ્તુઓ હોય પહેલું વાટ બીજું કાચ એન્ડ ત્રીજું કેરોસીન.
3) શાપુ :
તમે જે આ ફોટામાં જોઈ રહ્યા છો એને જોઈને તમને તમારું નાનપણ યાદ આવી જશે. આ ફોટામાં જે છે એને અમે લોકો નાના હતા ત્યારે શાપુ કહેતા. આ શાપુ અમે ગામ રખડી રખડીને બધી શોધવા જતા હતા શાપુ નો મિનિંગ એવો છે કે આજે આપણા ઘરમાં માચીસ હોય એની માસી નો ખોખું હોય એની બંને બાજુ માંથી બે શાપુ બનાવવામાં આવે છે આગળ નું પોસ્ટર અને પાછળ નું પોસ્ટર એવી રીતે બે શાપ બનતી. આ શાપુ થી કઈ રીતે રમવું એ જણાવીશ પહેલા એક સાપ માંડી છે એના ઉપર તમારે બીજે સાપ માંડવાની જ અને જો બંને સાપ એકસરખી આવી જાય તો તમે બધી શાપુ જીતી જાવ.
4) આંબલી :
જે આ ફોટામાં તમે જોઈ રહ્યા છો એને શું કહેવાય જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જણાવજો જે આ ફોટામાં છે એને આંબલી કહેવાય તેનો સ્વાદ ખાટો હોય છે. આંબલી ખાધા પછી એમાંથી આંબલીયા ઓ નીકળે છે એને અમે શેકીને ખાતા આંબલીયા કાચા હોય ત્યારે એની ઉપરની છાલ હોય છે એટલે અમે આ આંબલીયા ઓને શેકીને ખાતા.આ આંબલી ખાટી આમલી ના ઝાડ ઉપર થાય છે.
5) ચૂલો :
તમે જે ફોટામાં જોઈ રહ્યા છો તે નાનો છોકરો ફૂંક મારી રહ્યો છે એને ચૂલો કહેવામાં આવે છે. આ ચૂલાને બનાવવા માટે તમારે ત્રણેક ઈટ ની જરૂર પડે છે. પેલા જમાનામાં આ ચુલાઓ વપરાશ કરવામાં આવતો હતો અત્યારે તો આ ચુલાઓ ભાગ્યે જ સીટી માં જોવા મળતા હશે. ગામડામાં તો બધાને ઘરે ચૂલા નો હશે. પણ ચોમાસામાં જ્યારે વરસાદ હોય ત્યારે આ આ ચુલાઓ વપરાશ વધારે કરવામાં આવે છે કારણ કે સોલાર ને સૂર્યપ્રકાશની જરૂર પડે છે પણ તડકો નહિં હોય તો પાણી ગરમ કઈ રીતે થશે એટલે ગામડાના ચૂલા નો યુઝ કરવામાં આવે છે ગરમ પાણી કરવા માટે અને રસોઈ બનાવવા માટે.
6) કાતરા :
તમે જે આ ફોટામાં જોઈ રહ્યા છો એને ગોરખ આમલી કાતરા કહેવામાં આવે છે. આ કાતરા કોણે કોણે ખાધો હશે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. આ ગોરસ આમલી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.
Notes: All image credited by google.