દરરોજ એક ચમચી મેથીના દાણા ખાવાથી આટલી બીમારીઓ દૂર ભાગશે
મિત્રો મેથી લીલી ભાજી સ્વરૂપે હોય કે પછી મેથીના દાણા સ્વરૂપે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે.એટલા માટે જ આપણા રસોડામાં રોજિંદા મસાલા તરીકે મેથીના દાણા નો વપરાશ કરવામાં આવે છે.મેથી સ્વાદમાં કડવી હોય છે,તેથી તે એન્ટિબાયોટિક ની સાથે સાથે લોહી પણ શુદ્ધ કરવાનું કામ કરે છે.મેથીમાં કડવાપણું તેમાં રહેલ પદાર્થ ગ્લેકોસાઈડને કારણે હોય છે.
મેથીના પોષકતત્ત્વ
મેથી માંથી પ્રોટીન,ફાઇબર,વિટામીન સી,આયર્ન, સોડિયમ અને પોટેશ્યમ ઉપરાંત વિટામિન B6,મેગ્નેશિયમ મળી આવે છે.
મેથીના અદભૂત ફાયદા
કબજિયાત માંથી છુટકારો
મિત્રો જે લોકોને પેટ સાફ થતું ન હોય અને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ રાત્રે સૂતા પહેલા એક ચમચી મેથીનો પાઉડર ખાઈ જવાનું છે અને ઉપરથી હલકો ગરમ પાણી પીવાનું છે મિત્રો આ પ્રયોગ 15 દિવસ કરવાથી સમસ્યામાંથી છુટકારો મળે છે.કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
ડાયાબિટીસ દૂર કરે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનો પ્રયોગ વરદાનરૂપ સાબિત થાય છે.તેના માટે રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીદાણા અથવા મેથીનો પાવડર પલાળી દેવાનો છેઅને સવારે વહેલા ઉઠી આ પાણીને ગાડી લેવાનું છે અને દાણાને ચાવીને ખાઈ લેવા છે.નિયમિત આ પ્રયોગ બે-ત્રણ મહિના સુધી કરવાથી ડાયાબિટીસ જડમૂળમાંથી દૂર થાય છે.મેથીમાં રહેલ એમિનો એસિડ શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને જાળવી રાખે છે જેનાથી ડાયાબિટીસની શક્યતા ઓછી રહે છે.
ગેસવાયુ અને એસિડિટીની સમસ્યા
જે લોકોને પેટમાં ગેસવાયુ અને એસિડિટીની સમસ્યા રહેતી હોય તેવા લોકો એક ગ્લાસ છાશમાં અડધી ચમચી શેકેલી મેથીનો પાવડર નાખી અને તે પીવાથી ખૂબ જ રાહત થાય છે.પેટના દુખાવામાં અડધી ચમચી શેકેલી મેથીનો પાઉડર લઈ અને ઉપરથી પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.દર્શક મિત્રો જે લોકોને લાંબા સમયથી ઘૂંટણનો દુખાવો અને કમરનો દુખાવો રહેતો હોય અને જે લોકોને લાંબા સમયથી વા ની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ સવાર સાંજ બે ટાઈમ પલાળેલી મેથીદાણા ખાવાથી અને ઉપર થી મેથી નું પાણી પીવાથી ફાયદો થાય છે.
દાઝી ગયેલા ભાગ પર રૂઝ લાવે છે
મેથીદાણા દાઝી ગયેલા વ્યક્તિ માટે ખૂબ લાભદાયી છે.સૌથી પહેલા મેથી દાણાને પાણીમાં પલાળી દેવાના અને બરોબર પલડીને એકદમ પોચા થઇ જાય ત્યારે તેની પેસ્ટ બનાવી લેવી,આ પેસ્ટને દાઝેલા ભાગ ઉપર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.આ પેસ્ટ લગાવવાથી બળતરા ઓછી થાય છેઅને દાઝેલા ભાગ ઉપર ડાઘા પડતા નથી.
શિયાળાની ઋતુમાં નાના-મોટા સહુ કોઈએ મેથીપાક ખાવો જોઈએ.આખો શિયાળો મેથીપાક ખાવાથી,મોટા ભાગના રોગો જેવા કે-સાંધા અને સ્નાયુના દુખાવા,ગેસ વાયુ ના રોગો,પાચન સંબંધિત રોગો,પેટનો દુખાવો અને લોહીના રોગો વગેરે દૂર થાય છે.
Notes: All image credited by google.