એકાદશી રહેવાથી થતા અઢળક ફાયદાઓ

એકાદશી રહેવાથી થતા અઢળક ફાયદાઓ

હિન્દુ ધર્મમાં પવિત્ર દિવસ એટલે એકાદશી. આ એકાદશીના દિવસે અનાજ ના જમવું જોઈએ.ભૂખ્યો ન રહેવાય તો ફળાહાર એટલે કે ફળનો આહાર લેવો જોઈએ.પણ અનાજ એકાદશીના દિવસે ન જમવું.ઋષિ મુનિઓ કહે છે કે 15 દિવસે એક વાર માણસ ઉપવાસ કરે તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે.

ઉપવાસ કરવાથી શરીરને થતા ફાયદા-

એક દિવસ ભૂખ્યા રહેવાથી કેન્સરના સેલ્સ એટલે કે જીવાણુ નાશ પામે છે.15 દિવસે એકવાર એકાદશી આવે એનો ઉપવાસ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે.આજનો માનવી ફાસ્ટફૂડ અને ચટપટું ખાવા ટેવાયેલો છે, તેથી બીમારીનું પ્રમાણ વધે છે.જયારે પહેલાના સમયનો માનવી દહીં, દૂધ, છાશ અને માખણ નો ખોરાક લેવાથી બિમાર પડતો ન હતો.

  • ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે
  • પાચનતંત્રને આરામ મળે છે.
  • શરીરમાંથી કચરો નીકળી જાય છે
  • આંતરડાની સફાઈ થઈ જાય છે
  • જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે
  • શરીરમાંથી કફ દૂર થાય છે અને શરદીમાં રાહત થાય છે
  • શ્વાસ ચડવાની સમસ્યામાં આરામ થાય છે
  • પેટની ચરબી ઘટે છે
  • ચામડીના રોગો મટે છે
  • આંખનું તેજ વધે છે અને ડાર્ક સર્કલ દૂર થાય છે
  • શરીર પરના સોજા ઉતરે છે.
કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

ઉપવાસ કોણે કરવા જોઈએ ?

1.ભૂખ લાગતી ન હોય
2.ખોરાક પચતો ના હોય
3.શરીરમાં નવું લોહી ન બનતું હોય

ઉપવાસ કોણે ન કરવા ?

1.દુબળુ પાતળુ શરીર હોય
2.ગંભીર બીમારી હોય
3.આંતરડામાં ચાંદા હોય
4.ટીબી ના દર્દી હોય

ઉપવાસ દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ-

1.ઉપવાસ દરમિયાન સમયાંતરે પાણી પીવું-

ઉપવાસ દરમિયાન સમયાંતરે પાણી પીવું
ઉપવાસ દરમિયાન સમયાંતરે પાણી પીવું

ઉપવાસ દરમ્યાન દિવસે સમયાંતરે-થોડા થોડા અંતરે પાણી પીવું જોઈએ.જમવાના સમયે જઠરાગ્નિ ઉદીપ્ત થશે જ પરંતુ પેટમાં કંઈ નહીં નાખો તો પેટમાં બળતરા થશે.તેથી જઠરાગ્નિને શાંત કરવા સમયાંતરે પાણી પીવું જોઈએ.

2.નિરોગી રહેવા દર પંદર દિવસે કે મહિને ઉપવાસ કરવો-

નિરોગી રહેવા દર પંદર દિવસે કે મહિને ઉપવાસ કરવો
નિરોગી રહેવા દર પંદર દિવસે કે મહિને ઉપવાસ કરવો

કાયમને માટે તંદુરસ્ત રહેવા માટે દરેક વ્યક્તિ પંદર દિવસ છે કે મહિને ઉપવાસ કરવો જરૂરી છે.

3.ઉપવાસ દ્વારા મેળવેલ આરોગ્ય જાળવવા યોગ્ય ખોરાક લેવો-

ઉપવાસ દ્વારા મેળવેલ આરોગ્ય જાળવવા યોગ્ય ખોરાક લેવો
ઉપવાસ દ્વારા મેળવેલ આરોગ્ય જાળવવા યોગ્ય ખોરાક લેવો

ઉપવાસ દ્વારા જે આરોગ્ય મેળવ્યો હોય તે જાળવી રાખવા માટે મીઠાઈ,ફ્રીઝ ની વસ્તુઓ, ફરસાણ,બહારનો રેડીમેટ તૈયાર ખોરાક,અને ખોરાકની અનિયમિતતાથી દૂર રહેવું જોઈએ.

Notes: All image credited by google.

gujaratijokess