કેદારનાથ માં એવું તો શું છે કે લોકો ૧૮ કિલ્લો મીટર ચાલી ને મહાદેવ ના દર્શન કરવા જાય છે ? કેદારનાથ મંદિર નો મહિમા
આપણે આ પોસ્ટ માં કેદારનાથ માં આવેલા શિવ મહાદેવ ના મંદિર વિશે થોડીક વાત કર છું. કેદારનાથ માં મહાદેવ શિવ નું મંદિર આવેલું છે અહીંયા મહાદેવ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂર થી આવે છે અને અહીંયા લગભગ 18 કિલ્લો મીટર સુધી ચાલી ને જવું પડે છે.
કેદારનાથ ક્યાં આવેલું છે?
કેદારનાથ ભારત દેશના ઉત્તરાંખડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મન્દાકીની નદીના કિનારે અને હિમાલયની ગિરિમાળા ની વચ્ચે આવેલું છે. કેદારનાથ બાર જ્યોતિલિંગ માનું એક ધામ ગણાય છે.યાત્રાળુ ની આસ્થાનું એક ધામ છે. હિન્દુઓની પવિત્ર અને પાવનભૂમિ એટલે ”કેદારનાથ મંદિર”.ભગવાન શિવનું આ મંદિર છે. આ મંદિર હિમાલયની નીચે તળેટીમાં આવેલું છે.
કેદારનાથ નો અર્થ
‘કે’ એટલે મોક્ષ અને ‘દાર એટલે દ્વાર, મોક્ષનું દ્વાર એટલે કેદારનાથ મંદિર.અહીં એવું માનવું છે કે કેદારનાથ જવાથી ને ભગવાન શિવના દર્શનથી દરેક મનોકામના ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં કહીએ તો કેદારનાથ ધામ એટલે સ્વર્ગની અનુભૂતિ.
કેદારનાથ કેવી રીતે જશો?
સૌ પ્રથમ તમને એક પ્રશ્ન થશે કેદારનાથ શેમાં જવું ? કેદારનાથ જવા માટે પહેલા તમારે સીતાપુર રોકાવું પડશે. સીતાપુર રોકાવવા માટે હોટલ 1500 થી 5000 સુધીના રેન્ટ પર મળી જાય છે. સીતાપુર થી ગૌરીકુંડ જવાનું જે 8 કિમી છે, ટેક્ષી થી જવાય છે.અને ગૌરીકુંડથી કેદારનાથ 16 કિમી છે. ત્યાંનો રસ્તો કોઈ સડક કે હાઇવે નથી.કેદારનાથ મંદિરનો રસ્તો પથ્થરને ખડક વાળો છે. તેથી કેદારનાથ મંદિર સુધી જવા માટે તમારે ઘોડા દ્વારા, પાલખી દ્વારા, હેલીકૉપટર કે પગપાળા ચાલીને પણ જવાય છે.ઘોડા રેન્ટ છે 4000 છે, 2500 જવાના ને 1500 રિટન આવવાના.પાલખીમાં ચાર માણસો તમને લઈને જાય છે, તેથી પાલખીનો રેન્ટ છે 8000 છે. હેલીકૉપટર નો રેન્ટ છે 5000 રૂપિયા છે.
Other Post : શિવલિંગ ઉપર જળાભિષેક શા માટે કરવામાં આવે છે
કેદારનાથ મંદિર સુધી પહોંચવામાં કેટલો સમય લાગે?
જે લોકો પગપાળા ચાલીને જાય છે તેને 10 થી 12 કલાક થાય છે.જે લોકો ઘોડા પર બેસીને આવે છે તે 4 થી 5 કલાકમાં પહોચી જાય છે. જે લોકો હેલીકૉપટર થી આવે છે તે 8 થી 10 મિનિટમાં પહોચી જાય છે.અને કેદારનાથ મંદિર ના દર્શન કરે છે.
કેદારનાથ સાથે શું શું લઈ જશો?
કેદારનાથ તમે જાવ ત્યારે જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ હવા પાતળી થઈ જાય છે,તેથી અમુક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તો નીચે થી ઓક્સિજનની નાની બોટલ સાથે રાખવી. કેદારનાથનું ખુબ ઠડું વાતાવરણ હોવાથી આપણી સ્કિન ખેંચાય છે તો વેસેલીન અથવા કોઈપણ લોસન સાથે જરૂર રાખવું. એક વાત ખાસ ધ્યાનમાં લેવી કે ત્યાં ઉપર કોઈ લાઈટ ની વ્યવસ્થા નથી, તો સાથે બેટરી અચૂક રાખવી.કેમકે ચડતા ચડતા અંધારું કે રાત પડી જાય તો કામ આવી શકે.
સામાન ઉપર ચડાવવા માટે જે માણસો હોય છે. તેને અહીં પીઠ્ઠુ કહે છે,આ પીઠ્ઠુ લોકો એકસાથે તણથી ચાર માણસોને ઉપાડી શકે એટલી ક્ષમતા તેનામાં હોય છે,જે આપણો બધો સામાન સાચવી ને ઉપર ચડાવી દે છે.જેનો ચાર્જ 2000 અથવા 2500 રૂપિયા લે છે.
કેદારનાથ 16 કિમી જેટલું અંતર ચાલીને જવાનું થાય છે.તેમાં પહેલા 4 કિમી આસાની ચડી શકાય છે.કેમકે તે પગથિયાં સારા છે.પણ જેમજેમ ઊંચાઈ પર જાય તેમતેમ પગથિયાં થોડા સ્ટેટ થાય છે તો ચડવામાં થોડી મુશ્કેલી પડે છે. તેથી સાથે નીચેથી લાકડી લઈ લેવી જેથી ચાલવામાં થોડો આધાર કે ટેકો રહે. જેમ જેમ મંદિરની નજીક જશો તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધી જાય છે તો જેકેટ અને ગ્લોઝ લેવાનું ભૂલશો નહીં.
કેદારનાથ રસ્તામાં કઈ કઈ સાવચેતી રાખવી?
જો તમને રસ્તામાં જતા હોય તો કોઈપણ પ્રકારની ઔષધી ને, ઘાસ કે છોડ કે વૃક્ષને અડકવું નહીં. જો તમે તેને અડશો તો એટલી ભંયકર ખજવાળ આવશે કે ન પૂછો વાત. ખજવાળ ખુબ આવવાથી તમારી ચામડી લાલ કરી દે છે. અને આજના મોબાઈલના યુગમાં માણસ ફોન પાછળ ગાંડોતૂર બન્યો છે. કોઈપણ જગ્યાની યાદગીરી રૂપે આજનો માણસ ફોટા,વિડિયો અને સેલ્ફી લે છે.સાવચેતી ની વાત કરીએ તો કેદારનાથ પહાડોને ટેકરી વાળો વિસ્તાર છે,તેથી ફોટો કે સેલ્ફી લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેલ્ફીમાં જોતા જોતા પોતે પહાડોથી નીચે પડતા મુત્યુ ને ભેટે છે.અને આ ખીણ એટલી બધી ઊંડી હોય છે કે નીચે જોતા જ માણસ ને ચક્કર આવે છે.તો સેલ્ફી લેતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કેદારનાથના દર્શન ક્યારે ખુલે છે?
કેદારનાથ ભગવાન શિવ ના દર્શન માટે લાખોની સંખ્યામાં માણસ ઉમટી પડે છે.કેદારનાથદાદા ના દર્શન કરી માનસિક શાંતિની અનુભૂતિ કરે છે.કેદારનાથ ભગવાન શિવ ના દર્શન મેં કે જૂન મહિના અંત સુધીમાં દર્શન ખુલ્લે છે. અને નવેમ્બર મહિનામાં એટલે કે દિવાળી પછી દર્શન બંધ થઈ જાય છે. ત્યાર પછી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેદારનાથ ભગવાન શિવને સ્થળાંતરિત કરીને ઉખીમઠ લઈ જવામાં આવે છે જ્યાં રોજ ભગવાન શિવની પૂજા-આરતી કરવામાં આવે છે.
કેદારનાથ જતા રસ્તા માં કઈ કઈ સુવિધા હોય છે.
કેદારનાથ ના રસ્તા ખુબ સાફ-સુથરા છે,આખા વિશ્વના લોકો ચાર ધામની યાત્રાએ આવે છે છતાં ક્યાંય પણ કચરો જોવા મળતો નથી. આ એક આપણી બધાની માનવતા કહી શકાય. રસ્તામાં વચ્ચે વચ્ચે નાના-મોટા ઝરણા વહે છે આ ઝરણાનું પાણી કહેવાય છે ખુબ મીઠું હોય છે. યાત્રાળુઓ માટે રસ્તામાં વચ્ચે પીવાના પાણી વ્યવસ્થા હોય છે. તમને મનમાં એવો પશ્ન અચૂક થતો હશે કે રસ્તામાં ક્યાંય ખાવાની કે નાસ્તાની વ્યવસ્થા હશે? હા રસ્તામાં તમને કાકડી ,મેગી ,લીંબુપાણી જેવી વસ્તુ મળી રહે છે. પણ વચ્ચે રસ્તામાં ક્યાંય હોટેલ હોતી નથી.રસ્તામાં વચ્ચે વાઇફાઇ સુવિધા પણ ઉપલબ્ધ છે.
રસ્તામાં તમે જોશો તો ત્યાં નળ માંથી સતત પાણી વહેતું રહે છે તે લોકો નળ બંધ જ કરતા નથી કારણ કે નળ બંધ કરે તો નળમાનું પાણીનો બરફ થઈ જાય ને નળ ફાટી જાય છે.આ તેની એક ખાસિયત છે.
કેદારનાથમાં ક્યાં ક્યાં નેટવર્ક આવે છે?
તમને મહત્વનો પ્રશ્ન એ થશે કે નેટવર્ક આવતું હશે કે નહીં,તો અહીં Airtelઅને Jio નેટવર્ક ખુબ સારું આવે છે.અને હા તમને રસ્તામાં પણ વાઇફાઇ ની સુવિધા મળી રહે છે.
કેદારનાથ મંદિરની આજુબાજુ જોવા લાયક સ્થળ
કેદારનાથ ધામ એ સ્વર્ગ ની અનુભૂતિ કરાવતું ધામ છે.કેદારનાથ ની આજુબાજુ ફરવાલાયક ઘણા સ્થળો છે વેરા મંદિર ,વાસુકિ તલ અને દૈત્ય જીલ.તે ત્રણેય પાણી વાળા સ્થળ છે. આ ત્રણેય માંથી વાસુકિ તલ અને દૈત્ય જીલ આ બંને માં થોડું રિસ્ક છે. કેમકે તેનું પાણી થોડું ઊંડું છે.ક્યાં કેટલી ઊંડાઈ છે તે આપણે જોઈ શકતા નથી, તેથી મુત્યુનો ભય થોડો વધારે રહે છે.તો પાણીમાં નાહતી વખતે ખાસ ધ્યાંન રાખવું. અને થોડી સાવચેતી થી ફરો અને કેદારનાથ મહાદેવના દર્શનને માણો.
કેદારનાથ મહાદેવ મંદિરે પહોંચી જાય એટલે ત્યાંથી અડધા કિમિ ના અંતરે ”માઁ અન્નપૂર્ણા” હોટલ છે જ્યાં માત્ર પુરી ને ભાજી માત્ર 100 રૂપિયામાં મળે છે. તમે ચાલીને આવ્યા હોય ને થાકી ગયા હોય તેથી તમે ત્યાં સારી રીતે જમી શકો છે. કેદારનાથ મંદિર ની બાજુમાં એક મોટી શિલા (પથ્થર)પડેલી છે જેને ભીમશીલા કહે છે. કહેવાય છે કે 2013 માં જયારે મોટી પાણી હોનારત આવી ત્યારે આ શિલાના કારણે પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું, અને મંદિરનું રક્ષણ કર્યું હતું.તેથી આ શીલા “ભીમશીલા” ના નામથી ઓળખાય છે.