માથામાં રહેલો ખોડો દૂર કરવાના ઘરગથ્થુ ઉપચારો

માથામાં રહેલો ખોડો દૂર કરવાના ઘરગથ્થુ ઉપચારો

માથામાં ખોડો શા માટે થાય છે ?

  • ભીના માથામાં તેલ નાખવાથી ખોડો થાય છે.
  • કોપરેલ તેલ રોજ નાખવાથી પણ ખોડો થાય છે.
  • એકનો એક ટુવાલ,દાંતિયો સૌ કોઈ વાપરે તો પણ ખોડો થાય છે.
  • વાળને યોગ્ય સમયે ન ધોવાથી ખોડો થાય છે.
  • કેમિકલવાળા સાબુ,શેમ્પૂ વારંવાર વાપરવાથી ખોડો થઇ શકે છે.
  • વાળની અંદર સાબુ કે શેમ્પુ ના ફીણ રહી જવાથી પણ ખોડો થઈ શકે છે.
  • તીખા,તળેલા અને વાસી ભોજનથી પણ ખોડો થાય છે.
  • વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિ જો કઠોળ ખાય તો તેને ખોડો થઇ શકે છે.કઠોળમાં માત્ર મગ લઈ શકે છે.
  • શિયાળો અને ચોમાસામાં ખોડાનું પ્રમાણ વધે છે.
  • અન્ય કોઈ રોગ થયો હોય ત્યારે એન્ટિબાયોટિક દવાઓનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ખોડો થાય છે.

માથામાં રહેલા ખોડાને સરળતાથી દૂર કરવા શું કરવું જોઈએ ?

માથામાં રહેલા ખોડાને સરળતાથી દૂર કરવા શું કરવું જોઈએ
માથામાં રહેલા ખોડાને સરળતાથી દૂર કરવા શું કરવું જોઈએ
  • લીંબુના રસમાં ધાણાનો પાવડર મિક્સ કરીને વાળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે.
  • ગરમ પાણીમાં થોડો એવો લીંબુનો રસ એડ કરીને અરીઠાં થી માથું ધોવાથી ખોડો દૂર થાય છે.
  • ગામડામાં ઉગતા કેરડાના વૃક્ષના થડ કે મૂળને બાળીને ભસ્મ થયેલી રાખને લીંબૂના રસ સાથે મિક્ષ કરીને માથામાં લગાવવાથી ખોડો મટી જાય છે.કેરડાના પંચાંગમાં એટલી તાકાત છે કે આવા બેક્ટેરિયા કે ફૂગને શાંત કરે છે.દર ચાર દિવસે આ પ્રયોગ કરવો.
  • લીમડાના ઉકાળેલા પાણી સાથે અરીઠાંથી માથું ધોવાથી ખોડો મટી જાય છે.

લેપ

વિવિધ પ્રકારના લેપ વાળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે
વિવિધ પ્રકારના લેપ વાળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે
  • નાળિયેરના છોતરાને બાળીને રાખ કરી આ રાખને લીંબુ કે દહીં સાથે મિક્સ કરીને આ લેપ માથામાં લગાવવાથી ખોડો મટે છે.
  • માથાની ચામડી પર સરગવાના સિંગ નો રસ ચોપડવાથી ખોડો મટે છે.
  • દૂધમાં ખસખસના બી વાટીને તેનો લેપ માથામાં લગાવવાથી ખોડો મટે છે.
  • કેરીના ગોટલાને સૂકવીને ચૂર્ણ બનાવીને પાણી સાથે મિક્સ કરી લેપ બનાવીને માથામાં લગાવવાથી ખોડો દૂર થાય છે.
  • ગામડાઓમાં ભરવાડ ને ત્યાં રહેતી બકરીની લીંડીનો લેપ કરીને માથામાં લગાવવાથી ખોડો દૂર થાય છે કારણ કે બકરી વિવિધ પ્રકારની ઔષધિય વનસ્પતિનો ચારો ચરતી હોય છે,તેથી તેની લીંડી એક ઔષધિ છે.
  • આંબાની ગોટલીનો ચૂર્ણ અને હરડેનું ચૂર્ણ બંને મિક્સ કરીને લેપ બનાવીને માથામાં લગાવવાથી ખોડો મટે છે.

તેલ

તેલનું માલિશ કરવાથી ખોડો મટે છે
તેલનું માલિશ કરવાથી ખોડો મટે છે
  • લીંબોળીનું તેલ માથાની ચામડી પર લગાવવાથી કે માલિશ કરવાથી પણ ખોડો મટે છે.
  • કરંજના તેલના માલિશથી પણ ખોડો મટે છે.
  • લીંબોળીનું તેલ અને કરંજ નું તેલ મિક્સ કરી તેમાં થોડું કપૂર નાખી તેનું માલિશ કરવાથી પણ ખોડો મટે છે.
  • ગામડાઓમાં જોવા મળતી ભોરીગણીનો ઘાટો રસ,લીંબોળીના તેલમાં મિક્સ કરીને માલિશ કરવાથી પણ ખોડો મટે છે.
  • બદામનું તેલ માથામાં નાખવાથી પણ ખોડો દૂર થાય છે,જે થોડું ખર્ચાળ છે પણ સારો પ્રયોગ છે.
  • જાસૂદના લાલ ફૂલના રસને લીંબોળીનું તેલ,તલનું તેલ કે કરંજના તેલમાં રસને ઉકાળીને માથામાં લગાવવાથી ખોડો દૂર થાય છે.
  • ઈંગોરિયાના વૃક્ષના ફળ નું બીજ (જે ખૂબ જ કડવું હોય છે) લસોટીને કે વાટીને માથામાં લગાવવાથી ખોડો દૂર થાય છે.

ઔષધી

ઔષધી
ઔષધી
  • તીખો તળેલો ખોરાક બંધ કરીને આરોગ્યવર્ધક,ગંધક રસાયણ,મંજિષ્ઠાદિક ઘનવટી આ બધા આયુર્વેદિક દ્વવ્ય લેવાથી પણ ખોડો મટે છે.
  • માતા ,બહેન ,બાળકો વગેરેને વાળ ની સમસ્યા ખૂબ હોય છે તેણે આ બધા પ્રયોગો ખૂબ સુલભ ,સરળ અને સહેલા છે.

Notes: All image credited by google.

gujaratijokess