જો તમે જુનાગઢ જાવ તો ઉપરકોટ જવાનું ભૂલતા નાઈ ત્યાં કિલ્લા માં શું શું જોવા લાયક છે એ જાણી લ્યો
આજે આપણે જોઇશું જૂનાગઢના ઉપરકોટની કિલ્લા ની વાત ,આ કિલ્લો કોણે બંધાવ્યો છે, તેની શું ખાસિયત છે તેની માહિતી.મિત્રો અમે લાવીશું તો આપણી સમક્ષ આપણી સંસ્કૃતિ અને આપણી વિરાસતની વાતો.
આ કિલ્લો શું છે ,ક્યારે બંધાવ્યો છે ,કોણે બંધાવ્યો છે, શું છે તેની ખૂબીઓ અને ખાસિયતો ની વાતો
ઐતિહાસિક નગરી જુનાગઢ,ભારત દેશના ગુજરાત રાજ્યના અતિ પ્રાચીન એવી આ નગરી છે.અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉપરકોટ ની મુલાકાતે આવે છે.ઉપરકોટની અંદર પ્રવેશતાની સાથે જ એક ટિકિટ બારી આવે છે , પગપાળા તેમજ વાહનો દ્વારા અંદર જઈ શકાય છે.ઉપરકોટમાં પ્રવેશતાની સાથે જ આપણે એક ભવ્ય અને અતિ પ્રાચીન નગરીમાં આવ્યા હોય એવો અહેસાસ થાય છે.ઉપરકોટ નો દરવાજો ખૂબ જ જૂનો અને પ્રાચીન છે.
તોપ:
ઉપરકોટ ના દરવાજાની ઉપર તોપ પણ રાખવામાં આવેલી છે. જે યુદ્ધ સમયે એ અહીંથી ચલાવવામાં આવે છે.હજારો વર્ષનો ઈતિહાસ આ ઉપરકોટ જોવો છે.ઈ.સ. ૧પ૩૮ માં દીવમાં પોર્ટુગીઝોએ સામે લડવા માટે તુર્કી સેનાઓએ આ તોપનો ઉપયોગ કર્યો હતો.અહીં નીલમ અને માણેક તો રહેલી છે.તુર્કી સેનાઓએ આ તોપ નો ઉપયોગ પોર્ટુગીઝો સામે લડવા કર્યો, છતાં પોર્ટુગીઝો સામે તુર્કી સેનાઓની હાર થઈ.અને તે લોકો નાસી ગયા.આ તુર્કી સૈન્ય આ તોપને તે જ જગ્યાએ છોડીને જોતા રહીયા. આ તોપને જૂનાગઢના નવાબ દ્વારા ઉપરકોટ પર સ્થાપિત કરવામાં આવી છે.અત્યારે આ બંને તો નીલમ અને માણેક, ઉપરકોટની આન બાન અને શાનમાં વધારો કરી રહી છે.જેને જોવા માટેનો લાહવો સહેલાણીઓ ચૂકતા નથી.
ઉપરકોટનો કિલ્લો:
જૂનાગઢ ના ઉપરકોટ નો કિલ્લો ખૂબ જ પુરાણો છે.કહેવામાં આવે છે કે, સૌથી પ્રાચીન ઐતિહાસિક અને પુરાણો હોય તો આ ઉપરકોટનો કિલ્લો છે.ઇતિહાસ એમ કહે છે કે, ઉગ્રસેને આ કિલ્લો બંધાવ્યો છે.એ ઉપરાંત તેમના કિલ્લા ની વાત કરીએ ત્યારે રાણકદેવીનો પણ મહેલ ગણાય છે.અને હા અહીં મસ્જિદ પણ છે.એટલે કે મહંમદ બેગડો અહીં જ્યારે આવ્યો ત્યારે એમના શાસન ની અંદર ઉપર આવેલા ચાર મિનારાઓ તેમણે બંધાવ્યા એટલે એમને મસ્જિદ તરીકે પણ ઓળખાય છે.
રાણકદેવી નો મહેલ – જુમ્મા મસ્જિદ :
જુમ્મા મસ્જિદ 44.25 મીટર પહોળાઈ અને 43.75 મીટર લંબાઈ ધરાવતી એવી લગભગ લાંબી-પાતળી ચોરસ આકારની ઈમારત છે. આ ઈમારતના ચારે ખૂણે ઉચ્ચા ચાર મિનારા છે.તેની દીવાલ પર આવેલ કલાત્મક કોતરણી કારણે ના તે ઇસ્લામિ સ્થાપત્ય હોવાનું જણાઈ આવે છે. આ ઇમારતના બાંધકામ અને કોતરણી જોતાં આશરે 15મી સદીની આ ઇમારત જણાઈ આવે છે.જૂનાગઢની અંદર આવેલા રાણકદેવી મહેલ ની ઉપર મસ્જિદ તરીકે ના ચાર મિનારાઓ છે.જેની છત ખુલી છે.પ્રવાસીઓ જ્યારે અહીં આવે છે, ત્યારે આ 238 મિનારાઓ જોઈને અને તેની કલાત્મકતા જોઈને ખૂબ ભાવવિભોર થઈ જાય છે.આ મહેલની અંદર એક મહેરા પણ જોવા મળે છે જે ઇસ્લામિક સ્થાપત્ય છે.વિવિધ કમાડો અને કમાડો ઉપરની કલાત્મક કોતરણી આપણને આકર્ષે છે.અહીંયા રાણકદેવી મહેલ ની અંદર 238 સ્તંભો જોવા મળે છે.અને ઉપરની છત છે તે એકદમ ખુલ્લી છે.અને આ બધા 238 જેટલા સ્તંભો પર પણ કોતરણીથી કંડારવામાં આવેલા છે.આ સ્તંભ પર અતિ બારીકાઈથી ફૂલપાંદડી અને અન્ય ડિઝાઇન કોતરવામાં આવી છે જે ખૂબ સૂક્ષ્મ રીતે જોઈ શકાય છે.તેની વિશેષતા અને ખાસિયત એ છે કે, તે આખેઆખા સ્તંભ પથ્થરમાંથી બનાવેલા છે.આ સ્તંભ પરની કલાત્મકતા અને કંડાર કામ બધા પ્રવાસીઓનું મન મોહી લે છે.
અડી કડી વાવ :
ઉપરકોટ કિલ્લાની અંદર અડી કડી વાવ આવેલી છે. અડી કડી વાવ ચાર પ્રકારની હોય છે,જે તેના પગથીયા પરથી નક્કી કરવામાં આવે છે.વાવમાં ઉપરથી ઉતરી શકાય એ પ્રકારના પગથિયા બનાવવામાં આવ્યા છે.અડી કડી વાવ ની અંદર 172 પગથિયા છે. અહીં પીવા માટેનું શુદ્ધ પાણી વર્ષોથી મળી આવે છે.આ અડી કડી વાવ ઉપરકોટ નીએક ઐતિહાસિક વાવ છે. જયા, વિજયા ,ભદ્રા અને નંદા એમ ચાર પ્રકારની વાવ તેના પગથીયા પરથી નક્કી થાય છે.એન બાજુથી વાવમાં ઉતરી શકાય તો એ જયા અને બંને બાજુથી વાવમા ઉતરી શકાય તો એ વિજયા અને ત્રણ બાજુથી ઉતરી શકાય તો એ ભદ્રા અને ચારે બાજુથી ઉતરી શકાય તો એ નંદા વાવ કહેવાય છે.આ અડી કડીની વાવ માં 172 પગથીયા ઉતરી ત્યારે તેના જળસ્ત્રોત સુધી પહોંચી શકાય છે.સામાન્ય રીતે શું મધુર અને મીઠું પાણી આ અડી કડી વાવ માંથી મળે છે.શ્રદ્ધાળુઓ નીચે ઉતરે છે, મોમાં પાણી ભરી એક જ શ્વાસે ચાલી વૃક્ષના થડ પાસે એ બહાર કાઢે છે, તેની મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે.આ અડી કડીની વાવ ના પગથીયા પણ કોતરીને બનાવવામાં આવ્યા છે ખરેખર વાવ વિસ્મય પમાડે તેવી છે.
નવઘણ કૂવો :
ઉપરકોટની અંદર નવઘણ કુવો અને અડી કડીની વાવ પાણીના સ્ત્રોત છે.સામાન્ય રીતે કુવો ગોળ હોય છે, પણ અહીં વિસ્મય પમાડે એવી વાત છે આ કૂવો ચોરસ માં કોતરવામાં આવેલ છે.લગભગ 150 થી 200 ફૂટ નીચે આ કૂવો આવેલો છે.આ કુવાની અંદર નીચે ઉતરવા માટે ચોરસ દિવાલની અંદર નાના નાના બોક્ષ મૂકવામાં આવેલા છે.અને હવા ઉજાસ માટે ચોરસ દિવાલની અંદર નાની-નાની બારીઓ મૂકવામાં આવી છે જે આ કૂવાની સુંદરતા વધારે છે. કૂવાની દિવાલ પર પક્ષીઓ માટે પણ ખાના બનાવવામાં આવ્યા છે. જળ એ સૌને માટે છે, એ હેતુથી આ દીવાલો પર આજુબાજુ નાના-નાના ખાના બનાવવામાં આવ્યા છે જ્યાં પક્ષીઓ બેઠેલા જોવા મળે છે.આવું ઉમદા કાર્ય રાજા મહારાજાના સમયમાં પણ થયું હતું .પ્રાણી-પક્ષી અને લોકો માટે અમૃત સમાન પાણી મળી રહે એ હેતુ,અને પાણી એ સૌ કોઈ માટે છે, એવો સંદેશ આજે આપને આપે છે.
ઐતિહાસિક વિરાસત ધરાવતો આ ઉપરકોટ નો કિલ્લામાં આજે પણ કંઈક અલગ નજારો જોવા મળે છે, જે જોવા માટે લોકો આજે પણ ઉમટી રહ્યા છે.અને મન પ્રફુલ્લિત કરી રહ્યા છે.