કાગવડ ખોડલધામ મંદિર નો ઇતિહાસ

કાગવડ ખોડલધામ મંદિર નો ઇતિહાસ

આ મંદિર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. વિશ્વનું આ પહેલું એવું મંદિર છે જ્યાં મંદિરના મુખ્ય ગેટ પર દેશનો રાષ્ટ્રધ્વજ ફરકે છે. અહીં રોજ દેશ-વિદેશમાંથી હજારો ભાવિકો દર્શન માટે આવે છે. દર્શનનો લાભ લઈ માનસિક શાંતિ અનુભવે છે. ઘણા શ્રદ્ધાળુઓ માત્ર આરતી ના દર્શન માટે પણ આવે છે. આરાધના નું મોટું કેન્દ્ર એટલે ‘ખોડલધામ મંદિર‘.આ મંદિરની આજુ બાજુ આધ્યાત્મિકતાની સાથે પ્રાકૃતિક વાતાવરણ મનમોહક છે. કહેવાય છે કે જો મનથી માઁ નું સ્મરણ કરવામાં આવે તો માઁ કાગવડ વાળી ખોડલ તમામ દુઃખ હંમેશા માટે દૂર કરે છે. મંદિરની બહાર ચારેબાજુ શાસ્ત્રની દ્રષ્ટિએ દરેક વસ્તુ ખૂબ બારીકાઈથી શિલ્પ કલા કૃતિ કરી છે. આ મંદિરમાં માતાજીના પ્રસાદની વ્યવસ્થા ખુબ જ સારી છે.

ખોડલધામ મંદિર ક્યાં આવેલું છે?

ખોડલધામ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના એક નાનું એવું ગામ કાગવડ માં આવેલું છે. કાગવડ ગામમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. લગભગ 5 વર્ષ સુધી આ મંદિરનું કામ ચાલ્યું હતું. આ મંદિર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતીક છે. આ મંદિર લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટ એવા નરેશભાઈ પટેલ નું આગવું સ્થાન છે. આ મંદિર સૌરાષ્ટ્ર નું ખુબ જ સુંદર અને અલૌકિક તીર્થસ્થળ છે.

ખોડલધામ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ ક્યારે ઉજવાયો હતો?

સાલ 2012 માં 24435 દંપતીઓએ એક સાથે શીલા પૂજન વિધિ કરી હતી, જે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ‘ માં મુકવામાં આવી હતી. ખોડલધામ મંદિરના શીલા પૂજન વિધિ સમયે 5,9261 લોકો એ એક સાથે રાષ્ટ્રગાન ગાઈ ને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો હતો, તે રેકોર્ડ પણ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં મુકવામાં આવી હતી. અને ત્યાર પછી મંદિર ની તમામ કામગીરી પૂર્ણ થતા 17 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી 2017 ના પાંચ દિવસ સુધી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. અંતે 21 જાન્યુઆરી 2017 ના રોજ મંદિરમાં માઁ આઈ શ્રી ખોડિયાર ની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.

ખોડલધામ મંદિર માં કઈ કઈ મૂર્તિ સ્થાપિત છે?

આ મંદિરમાં આઈ શ્રી ખોડિયાર માઁ સાથે અન્ય ચૌદ કુળદેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં માઁ અંબા, માઁ વેરાઇ, માઁ મહાકાળી, માઁ અન્નપૂર્ણા, માઁ ગાત્રાળ, માઁ રાંદલ, માઁ બુટભવાની, માઁ બ્રહ્માણી, માઁ મોમાઈ, માઁ ચામુંડા, માઁ ગેલ, અને શિહોરી માઁ, વગેરે માતાજીના સ્થાપન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર અને ચોવીસ સ્વરૂપો, ભગવાન સૂર્યના બાર સ્વરૂપો, માઁ સરસ્વતીદેવીના આઠ સ્વરૂપો, બ્રહ્માજીના ચાર સ્વરૂપો, માતા પાર્વતીજીના વીસ સ્વરૂપો, દેવાધી દેવ મહાદેવ ના બાર સ્વરૂપો અને ભૈરવજીની ત્રણ પગની મૂર્તિ અહીં સજ્જ છે.

Other Post : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા”સ્ટેચ્યુ ઓફ યુનિટી”કઈ રીતે બનાવવામાં આવી

ખોડલધામ મંદિર ના પ્રાંગણ ની વિશેષતા

કાગવડ ગામમાં ખોડલધામ મંદિર 100 એકર જમીનમાં આ મંદિરનું પરિસર બાંધવામાં આવ્યું છે. ખોડલધામ મંદિર ની આશરે 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ખોડલધામ મંદિરના શિખર ઉપર ચૌદ ફૂટ ઊંચો 6 ટનનો એક સુવર્ણમય કળશ સ્થાપિત કર્યો છે. કળશ ની બાજુમાં 40 ફૂટ ઊંચો ધ્વજદંડ છે. આ ધ્વજ પર બાવનગજ ની ધજા લહેરાય છે. દૂરથી આ મંદિર નો નજારો અદભુત છે. બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને ભવ્ય કોતરણી આ મંદિરમાં કરવામાં આવી છે. મંદિરની બાજુમાં ખુબ સુંદર અને મોટું ગાર્ડન છે.

આ મંદિર માટે ખાસ પ્રકારના ગુલાબી પથ્થરો રાજસ્થાન થી લાવવામાં આવ્યા હતા. આશરે 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ આ મંદિરના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. મંદિરમાં પીલોર, છત, તોરણ,અને ઘુમ્મટની ડિઝાઇન આકર્ષક છે. આ મંદિરમાં ડિઝાઇન રાજસ્થાન ના કારીગરો એ કંડારી છે. મંદિર ની ફરતે દીવાલ માં ધરતીપુત્ર ની 650 મૂર્તિ કંડારવામાં આવી છે. જે ઓરિસ્સાના કારીગરો એ કંડારી છે. આ મંદિર ની કારીગરી ખુબ જ સુંદર અને બારીકાઈથી કરવામાં આવી છે.આ મંદિરમાં રામાયણ,મહાભારત અને ગીતાના કેટલાક પ્રસંગો કંડારીને મુકવામાં આવ્યા છે.

ખોડલધામ મંદિર માં પ્રસાદની વ્યવસ્થા

માતાજીના પ્રસાદની વ્યવસ્થા ખુબ જ સારી છે. 1 થી 4 વર્ષના બાળકો માટે ભોજન વ્યવસ્થા ફ્રી છે. 4 વર્ષ ઉપરના લોકો માટે 80 રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે. શુદ્ધ સાત્વિક ભોજન હોય છે.ભોજનમા દાળ-ભાત,કોઈપણ સ્વીટ,કોઈપણ બે શાક,રોટલી,સલાડ,પાપડ અને મીઠ્ઠી છાશ હોય છે.ભોજનાલયમાં ખુબ શાંતિ અને ચોક્કસાઈ જોવા મળે છે.

ખોડલધામ મંદિર ની વિશેષતા

વિશેષતા એ છે કે સૌપ્રથમ મંદિરના શિખર પર સોનાથી મઢેલ ધ્વજદંડ પર બાવનગજ ની ધજા ફરકે છે. અને બીજું મંદિરના મુખ્ય ગેટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. જે વિશ્વમાં બીજા કોઈપણ મંદિરમાં નથી. એક મહત્વની વાત એ છે કે ખોડલધામ મંદિર ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’,’ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ અને ‘એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે.

gujaratijokess