શ્રી જલારામ મંદિર વિરપુર નો ઇતિહાસ
વીરપુર ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. અહીં રોજ ને માટે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે.વીરપુર જલારામ બાપાની જગ્યા છે.ત્યાં બન્ને ટાઈમ તદ્દન ફ્રી માં જમવાનું આપે છે.મહત્વની ખાસિયત એ છે કે એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી.છતાં તેના અન્નનાંભંડાર અખૂટ છે. આવી આસ્થાનું કેન્દ્ર એટલે જલારામ બાપાનું વીરપુર.
વીરપુર ક્યાં આવેલું છે?
ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લાના જેતપુર નજીક હાઇવે પર વીરપુર આવેલું છે.સૌરાષ્ટ્રના લોકો તહેવારોના દિવસોએ અહીં ફરવાને દર્શન માટે આવે છે.
વીરપુરમાં જલારામ બાપા નો ઇતિહાસ
જલારામ નો જન્મ ઈ.સ.1856 કારતક સુદ સાતમ ના દિવસે લોહાણા કુળમાં થયો હતો.પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામને નાનપણથી જ તેઓ પ્રભુભક્તિ અને સેવા કરતા.સંસારમાં મન ન હોવા છતાં જલારામના લગ્ન 16 જ વર્ષની વયે વીરબાઈ સાથે થયા.વીરબાઈ પણ જલારામની જેમ સંસારથી વિરક્ત થઈ બન્ને દીનદુઃખિયાની સેવામાં જોડાઈ ગયા. રાતને દિવસ સમાજસેવામાં લાગ્યા રહેતા.તેથી તેમના પિતા તેમને ઘરબાર કરી દે છે.ચાલતાં ચાલતાં જલારામ ફતેપુર ના ભોજા ભગત પાસે પહોંચે છે,અને ભોજા ભગતને પોતાના ગુરુ ધારણ કરે છે.ભોજા ભગત ગુરુ મંત્રમાં શ્રી રામનું નામ અને માળા આપી.આશીર્વાદ આપ્યા કે તું સાધુ સંતોની સેવા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવજે.ત્યારથી જલારામે સદાવ્રત ચાલુ કર્યું. જે આજે પણ અવિરતપણે ચાલુ છે.
વીરપુરમાં અન્નભંડાર અખૂટ કેમ છે?
એક દિવસ જલારામ ની ઘરે કોઈ સાધુ પધારે છે અને ભગવાન રામની મૂર્તિ આપે છે અને કહે છે કે અહીં હનુમાનજી પણ આવશે.જલારામ આ મૂર્તિને પોતાના ઘરે મંદિરમાં સ્થાપિત કરે છે. થોડા દિવસ થતા આ મૂર્તિ પાસે જમીન માંથી શ્રી હનુમાનજી માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિ સાથે પ્રગટ થાય છે.કહેવાય છે કે ત્યારથી અન્નભંડાર અખૂટ બની ગયા.આવો પરચો જોઈને ગામલોકો પણ જલારામ સાથે સેવાકાર્ય માં જોડાય છે.આ ચમત્કારની વાતો આજે પણ ત્યાં સંભળાય છે.
જલારામ ને સ્વામીના આશીર્વાદ
એક સ્વામી જલારામ ને ત્યાં એક દિવસ માટે રોકાય છે.જલારામની રાત-દિવસ આવી સેવા જોઈને સ્વામી મહારાજ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે તારી નામના દેશ-વિદેશમાં થશે અને વીરપુર એક મોટું યાત્રાધામ બનશે.
જલારામ અને વીરબાઈની કસોટી
એકવાર ભગવાન પોતે જલારામ ની કસોટી કરી. ભગવાન સાધુ પુરુષ વેશમાં જલારામ ની ઘરે આવે છે અને કહે છે તમારી પત્નીને મારી સેવા માટે મોકલો.ત્યારે વીરબાઈ જલારામની આજ્ઞા લઈને સાધુની પાછળ પાછળ ચાલવા લાગે છે.થોડા આગળ જતા સાધુ અદ્રશ્ય થઈ જાય છે.અને આકાશવાણી થઈ આ તમારી કસોટી હતી. ત્યાંથી ઝોળી અને લાકડી મળે છે. તે લઈને વીરબાઈ ઘરે આવે છે અને જલારામને બધી હકીકત કહે છે.આજે પણ આ ઝોળી અને લાકડી વીરપુર માં રાખવામાં આવ્યા છે.
જલારામ બાપા નામ કેમ પડ્યું?
એકવાર હરજી નામના દરજી ને રાત્રે ખૂબ જ પેટમાં દુખે છે.તે અડધી રાતે જલારામ પાસે આવે છે અને પગમાં પડીને વિનંતી કરે છે.બાપા તમે મારુ દુઃખ દૂર કરો.અને પળભરમાં દુખાવો દૂર થાય છે. ત્યારે આ હરજીએ સૌપ્રથમ જલારામને બાપા એમ કહ્યું હતું. ત્યારથી બધા લોકો રોગમુક્તિ અને પોતાના દુઃખ માટે જલારામ બાપા પાસે આવવા લાગ્યા. તેથી બધા ‘જલારામ બાપા’ એવું નામ પડ્યું.
Other Post : ચામુંડા માતાજી – ચોટીલા અહીં સિક્કા કેમ ચોંટાડવામાં આવે છે
જલારામ બાપા નું મૃત્યુ
ઈ.સ.1937 મહા વદ દસમના દિવસે જલારામ બાપા વૈકુંઠ ગયા.જલારામ દીનદુખીયાની સેવા અને આ જીવન સદાવ્રત રહી 83 વર્ષે જીવન જીવ્યા.
જલારામ મંદિર વીરપુર
પહેલા જલારામ જે ઘરમાં રહેતા હતા તે આજે મંદિર છે. તેની જૂની પુરાણી યાદો આજે પણ ત્યાં સાચવીને રાખવામાં આવી છે. જેમાં ભગવાન રામ સીતા અને લક્ષ્મણની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ, વીરબાઈની ઝોળી અને લાકડી,અને જલારામનો બ્લેંકેન વાઈટમાં ફોટો વગેરે વસ્તુઓ ખુબ સાચવીને રાખવામાં આવી છે.જે તમે આજે પણ જોઈ શકો છે. વીરપુર એક ધાર્મિક તીર્થસ્થળ છે.આજે પણ હજારો ભાવિકો ત્યાં દર્શન માટે જાય છે અને પ્રસાદ આરોગે છે.સવારે નાસ્તામાં ગાંઠિયા ગુંદી હોય છે. બપોરે દાળ-ભાત, શાક, રોટલી, છાશ અને કોઈ સ્વીટ રોજ હોય છે. સાંજે કઢી-ખીચડી અને રોટલો હોય છે.આ અન્નક્ષેત્ર મફત છે. જલારામ બાપા એવું કહેતા કે ”જે ખવડાવે બટકું ટુકડો તેને ભગવાન શ્રી હરિ સદા રહે ઢુકડો”.