ગળધરા ખોડિયાર મંદિર માં આજે પણ મળે છે માતા નાં પરચા જાણો માં ખોડિયારએ અહીં કરેલા ચમત્કાર વિષે

ગળધરા ખોડિયાર મંદિર માં આજે પણ મળે છે માતા નાં પરચા જાણો માં ખોડિયારએ અહીં કરેલા ચમત્કાર વિષે

ગળધરા ખોડિયાર મંદિર ક્યાં આવેલું છે?

સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજી ના ચાર મંદિર પૈકી એક ગળધરા છે.ખોડિયાર માતાજીનું મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામ નજીક ગળધરા આવેલું છે. અમરેલી થી 50 કિ.મી અને ધારીથી આશરે 5 કિમી દૂર ગળધરા ખોડિયાર મંદિર આવેલું છે. શેત્રુંજી નદીના કાંઠે આ ખોડિયાર મંદિર આવેલું છે.આ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને રહેવાની પણ ત્યાં વ્યવસ્થા છે.શેત્રુંજી નદીની વચ્ચે ઉંડો પાણીનો ધરો આવેલો છે.તેને ગળધરો કે કાળીપાટ ઘુનો પણ કહે છે.

આ ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો પરથી નદીનું પાણી એક ધોધ સ્વરૂપે વહે છે. શેત્રુંજી નદી પર ઈ.સ.1967 માં મોટો ડેમ બાંધવામાં આવ્યો છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રમાં ઓળખાય છે.આ ડેમનું પાણી આજુબાજુના ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે આપવામાં આવે છે.32 મિલિયન ધન મીટર સંગ્રહિત ધરાવે છે.16675 ચોરસ એકર જમીન સિંચાઈ હેઠળ આવે છે.અમરેલી જિલ્લાના 24 ગામોને ખોડિયાર ડેમ નો સારો લાભ મળે છે.આખા અમરેલી શહેરને આ નદી પાણી પૂરું પડે છે.

ખોડિયાર મંદિર

આઈ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરા માં આવેલું છે. શેત્રુંજી નદીના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે.આ મંદિરની સામે કાળા પથ્થરો માંથી પાણીનો ઝરો વહે છે. મંદિરની આગળ એક સુંદર ગેટ છે.ગેટ ઉપર આઈ શ્રી ખોડિયાર માતાજીની સાતેય બેન સાથે મૂર્તિ સ્થાપિત છે. ગેટ ની અંદર પ્રવેશતા માતાજીને ચડાવવાની ચૂંદડી,અગરબત્તી, અને પ્રસાદીની દુકાન આવે છે. અહીં તમે માતાજીને માનતાની દરેક વસ્તુ લઈ શકો છે.

મંદિરમાં આગળ એક મોટું ત્રિશુલ છે.મંદિર ની સામે બહાર મોટી શેત્રુંજી નદી વહે છે.આ ખડખડ વહેતી નદીનો નજારો અદભુત છે. શેત્રુંજી નદી પર જે ખોડિયાર ડેમ બાંધવામાં આવ્યો છે તે ડેમ અને તેમાથી પડતો ધોધ જોવો ખૂબ જ આહલાદાયક છે. ચોમાસામાં ગળધરા ખોડીયાર ધામનો નજારો નયનરમ્ય હોય છે.

ખોડિયાર માતાજીનો પરચો

જૂનાગઢના રાજા રા નવઘણ છે. તેની માતા સોમલદે ને ખોડિયાર માતાજી ઉપર અતૂટ વિશ્વાસ હતો. સોમલદેને ખોડિયાર માતાજીની માનતાથી રા નવઘણનો જન્મ થયો હતો.તેથી નવઘણ ખોડિયાર માતાજીની માનતા થી આવેલ પુત્ર હતો.તેથી સોમલદેને ખોડિયાર માતાજી પર ખુબ જ શ્રદ્ધા હતી.કારણકે માઁ ખોડિયારે જૂનાગઢનો ગાદીવારસ આપ્યો હતો.તેથી જૂનાગઢના તમામ ચુડાસમા રાજપૂતો ગળધરાની માઁ ખોડિયાર ને કુળદેવી તરીકે પૂજે છે.

એવું માનવું છે કે રા નવઘણ પોતાની માનેલી બહેન ઝાહલની વારે ચડયો ત્યારે અહીં ગળધરાથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડયો ત્યારે ખોડિયાર માતાજી એ તેને બચાવ્યો હતો. આ સ્થળ ખોડિયાર મંદિર અને ઘૂના થી આગળ છે.રા નવઘણ વારંવાર પોતાના સૈનિકો સાથે અહીં દર્શન માટે આવતા.આમ ખોડિયાર માતાનું પ્રથમ સ્થાન આ ગળધરા છે.

Other Post : કેદારનાથ માં એવું તો શું છે કે લોકો ૧૮ કિલ્લો મીટર ચાલી ને મહાદેવ ના દર્શન કરવા જાય છે ? કેદારનાથ મંદિર નો મહિમા

ગળધરા નામ કેવી રીતે પડ્યું ?

એક એવી પણ માન્યતા છે કે હજારો વર્ષ પહેલા અહીં એક રાક્ષસ રહેતો હતો અને તેનો સંહાર ખોડિયાર માતાજી સહિત સાતેય બેનુએ મળીને કર્યો હતો.અને તેને ખાંડણિયામાં ખાંડી નાખ્યો હતો. ત્યાર પછી માઁ ખોડિયાર માતાજી એ અહીં પોતાનો મનુષ્ય દેહને તે જ જગ્યાએ ગાળી નાખ્યો અને માત્ર માતાજીનો ગળાનો ભાગ જ દેખાતો તેથી તે સ્થળ ગળધરા કહેવાય છે.અહીં માતાજી ના ગળું અને મસ્તિષ્ક ની પૂજા થાય છે.ચૌથા સૈકામાં આ ધરો નાગધરો તરીકે ઓળખાતો હતો પણ ખોડિયાર માતાના દેહ વિલિન બાદ તે ગળધરા કહેવાય છે.

માતાજીની માનતા કેવી કેવી હોય?

સંતો મહંતો ને માતાજી એ એક કન્યા સ્વરૂપે અહીં દર્શન આપ્યા છે.ધારી તેમજ આજુબાજુ ગામના લોકો ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે ખુલ્લા પગે ચાલીને આવવાની માનતાઓ કરે છે.અને લાપસીની પ્રસાદી ધરે છે.ભક્તોની આશા-ઈચ્છા માઁ ખોડિયાર પૂર્ણ કરે છે.ગળધરા ખોડિયાર માતાના મંદિરની આજુબાજુ કુદરતી દ્રશ્ય થી ભરપૂર નજારો જોવા મળે છે.અહીં વાર-તહેવાર અને દિવાળીના દિવસે માણસોની મહેરામણ ખુબ વધારે જોવા મળે છે.

gujaratijokess