કદાચ તમને આ ખબર નહીં હોય એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે વિશે

કદાચ તમને આ ખબર નહીં હોય એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે વિશે
  • એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ વે જેનું કામ પૂરા થવાની તૈયારી છે.ઓસ્ટ્રેલિયાથી ચાર નિષ્ણાંતોના હાલ જૂનાગઢમાં આવ્યા છે.ટાવર પર દોરડા લગાવીને તેના પર ટ્રોલી લગાવીને તેની ટ્રાયલ લેવાઈ રહી છે.
  • સૌપ્રથમ ખાલી ટ્રોલી અને ત્યાર પછી ટ્રોલીમાં થોડો વજન ભરી ક્રમશઃ અલગ-અલગ ટ્રાયલ ચાલુ કરવામાં આવી છે.આ તમામ કામગીરી ઓસ્ટ્રેલિયાથી આવેલા નિષ્ણાતો ની દેખરેખ નીચે થઈ રહી છે.
  • કોરોના ની પરિસ્થિતિના કારણે લોકડાઉનમાં કામગીરી બંધ હતી.અને ભારતમાં સંક્રમણને જોતાં જ્યારે નિષ્ણાંતો સંપૂર્ણ લઇસોલેશન વિસ્તારમાં કામ કરી રહ્યા છે.

ગિરનાર રોપ વે પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે ?

  • ઓક્ટોબર 2020 સુધીમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય તેવી સંભાવના જોવા મળે છે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકાર શ્રી નો આ ડ્રીમ પ્રોજેક્ટ છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સીધી દેખરેખ નીચે આ સમગ્ર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
  • ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધી નો છે.જેમાં કુલ નવ ટાવર ઉભા કરાયા છે.તેમાં છ નંબરનો ટાવર ગિરનારના એક હજાર પગથિયા પાસે આવેલો છે.તે ટાવર આ યોજના નો સૌથી ઊંચો ટાવર છે.જેની ઉંચાઈ 67 મીટર છે.
  • ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનું અંતર 2.3 કિલોમીટર જેટલો છે.શરૂઆતના તબક્કામાં 24 ટ્રોલી લગાવાશે.એક ટ્રોલીમાં આઠ વ્યક્તિ બેસી શકે તેવી ક્ષમતા છે.એટલે કે એક ફેરા માં 192 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.
  • આ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ થી યાત્રિકોના સમય અને ઉર્જામાં બચત થશે.ટૂંકમાં વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢનો ગીરનાર રોપ-વે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ગિરનાર રોપ વે પ્રોજેક્ટ ટોટલ કેટલા પૈસા માં તૈયાર થશે?

  • કોરોના ના લોકડાઉનમાં મે માસના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થવાની શક્યતા હતી.ત્યારે ચર્ચા પણ થતી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.સાથે સાથે આ રોપ વે માં પહેલી ટ્રિપ મોદીજી કરશે અને અંબાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવશે.
  • ગુજરાતના મોટા યાત્રાધામ ગણાતા ગિરનાર પર જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલો રોપ વે આગામી 17મી ઓક્ટોબર 2020 ના ખુલ્લો મુકવામાં આવશે એવી સંભાવના છે.
  • 2007ની સાલમાં પ્રોજેક્ટની શરૂઆત કરનાર તે વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રોપ વે ને ખુલ્લો મુકવામાં ઉપસ્થિત રહેશે તેવી સંભાવના છે.
જૂનાગઢ-ગિરનારનો રોપ-વે
જૂનાગઢ-ગિરનારનો રોપ-વે
  • ઉલ્લેખનીય છે કે રોપ-વે ની પાછળ 1.10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
  • દરિયાની સપાટીથી અંદાજે 3500 થી 3700 મીટર ઊંચાઈ સુધી રોપ-વે ની મદદથી લઈ જઈ શકાશે.
  • રોપ વે ચાલુ થયા પછી યાત્રાળુઓ નવ જ મિનિટમાં ઉપર અંબાજીએ પહોંચી જશે.આ રોપ વે સતત ફરતો જ રહેશે.ઉપર પહોંચાડેલ યાત્રિકોને ખાલી પડેલી કેબિનમાં દર્શન કરી લીધેલા યાત્રાળુઓને પાછા લાવવામાં આવશે.
રોપ વે
રોપ વે
  • ઉપર દર્શન કરવા માટે એકાદ કલાક સુધી રહેવાનો અવસર આપવામાં આવશે. ત્યારબાદ તેને રોપ વે માં જ પાછા લઈ આપવામાં આવશે.
  • આ રોપવે ની ટિકિટ અંદાજે 700 રાખવામાં આવશે.યાત્રાળુઓને ઝોળીમાં બેસાડીને લઈ જનાર વ્યક્તિઓ રૂપિયા ચારથી પાંચ હજાર લે છે.ઝોળીમાં બેસાડીને લઈ જનાર વ્યક્તિઓને થતી નુકસાનીને સરભર કરી તે જ વિસ્તારમાં દુકાન કરી આપવાની તૈયારી સરકારે દાખવી હોવાનું જાણવા મળ્યું છે.

Notes: All image credited by google.

gujaratijokess