શું તમે જાણો છો… વરિયાળીને મસાલાઓની રાણી શા માટે કહે છે
વરિયાળીમાં રહેલા પોષક તત્વો
મોટેભાગે લોકો વરિયાળીનો મુખવાસ તરીકે ઉપયોગ કરતા હોય છે.વરિયાળીમાં કેલ્શિયમ,સોડિયમ,ફોસ્ફરસ,આયન વગેરે ઉપરાંત વરિયાળીમાં વિટામિન A,E,C,ની સાથે Bસમુહના વિટામિન રહેલા હોય છે.
વરિયાળીના અઢળક ફાયદાઓ
1.મોઢા ની દુર્ગંધ દૂર કરે
વરિયાળીનું સેવન કરવાથી મોઢાની દુર્ગંધ દૂર કરે છે.વરિયાળી ચાવવાથી મોઢામાંથી સારી સુગંધ આવવા લાગે છે.
2.સ્કિન માટે
જો તમે સવાર-સાંજ વરિયાળી ચાવવીને ખાતા હોયતો તેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે.આ રીતે વરીયાળી ચાવીને ખાવાથી ત્વચાની ચમક વધી જાય છે અને ત્વચા નિખરે છે.
3.કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ
સો ગ્રામ વરિયાળી માંથી 39.8 ગ્રામ ફાઈબર પ્રાપ્ત થાય છે.નુકસાનકારક કોલેસ્ટ્રોલસ્તર ઘટાડવામાં વરીયાળી મદદરૂપ સાબિત થાય છે.
4.લોહીને સાફ કરવામાં
વરીયાળી બ્લડ પ્યુરીફાયર એટલે કે રક્તશોધક તરીકે કામ કરે છે.માટે વરિયાળી ખૂબ લાભકારી છે.સાથે સાથે લીવર અને કિડની માટે પણ ખૂબ ફાયદાકારક છે.
5.અનિદ્રાનો રોગ દૂર કરવા
વરીયાળી વાળી ચા પીવાથી એટલે કે દૂધમાં વરિયાળી ઉકાળીને તેમાં મધ નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે.
6.અપચો દુર કરે છે
જો તમને અપચોની તકલીફ હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને પાણી ઉકાળીને દિવસમાં બે-કે ત્રણવાર પીવાથી તમારો અપચો દુર થાય છે.
7.ખાંસી ભગાડવા માટે
જો તમે ઘણા દિવસથી ખાંસીથી પીડાતા હોય તો બે કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને ઉકાળો અને તેનું મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણ દિવસમાં બે-ત્રણ વખત પીવાથી તમારી ઉધરસ દુર થાય છે.
8.મગજ ફ્રેશ રાખે
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર વરિયાળીની ચા તમને તણાવમુક્ત રહેવામાં મદદ કરશે.વરિયાળીની ચા તમને સતત તાજગીની અનુભૂતિ કરાવશે.
9.વેઈટ લોસ કરવા માટે
મિત્રો શરીરમાં ફાલતુ ચરબીને ઓછી કરવા માટે વરિયાળી કારગત છે.તે શરીરમાં મેટાબોલ્ઝિમને વધારે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.વરિયાળીની સાથે કાળા મરીનું સેવન કરવાથી વજન ઓછું થાય છે.
10.શરીરને ઠંડક આપવા માટે
વરિયાળીની તાસીર ઠંડી હોય છે એટલે કે વરિયાળીનો ઉપયોગ તમે ઠંડાઈ બનાવવામાં,શરબત બનાવવામાં કરી શકો છો.ઉનાળામાં કે પછી ગરમ પ્રકૃતિના લોકો માટે આ ઠંડાઈ ખૂબ જ લાભદાયી પુરવાર થાય છે.
11.ગર્ભવતી મહિલાઓ માટે
જે ગર્ભવતી મહિલા નારિયળ અને વરિયાળીનું સેવન કરે છે તેનું સંતાન ગૌરવર્ણ બને છે.
12.મહિલાને પીરિયડ્સ માટે
જે કોઈ મહિલાને અનિયમિત પીરિયડ્સ હોય,અને અસહ્ય પીડા પણ થતી હોય તો તેમણે દરરોજ નિયમિત વરિયાળી ખાવી જોઈએ.વરિયાળી ખાવાથી પરિણામ ફક્ત બે મહિનામાં જ મળી જાય છે.ગોળ ની સાથે વરિયાળી ખાવાથી માસિક ધર્મની થાય છે.
13.યાદશક્તિ અને આંખની રોશની માટે
વરીયાળી સાકર અને બદામને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને,વાટીને રોજ રાત્રે જમ્યા પછી એક ચમચી દૂધ સાથે આ મિશ્રણ લેવાથી આંખોની રોશની ખૂબ જ વધે છે.
14.પેટમાં દુખાવો અને ઓડકાર
શેકેલી વરિયાળી ખાવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.વરિયાળીનું સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે.પાણીમાં વરિયાળી ઉકાળીને તેને ખાંડ સાથે પીવાથી ખાટા ઓડકાર દૂર થાય છે.
15.પેશાબમાં બળતરા
ઠંડા પાણીમાં એક ચમચી વરિયાળી નો પાઉડર મિક્સ કરીને પીવાથી બળતરા ઓછી કરે છે
16.ઊલટીમાં રાહત
જે કોઈને તાવ સમયે વારંવાર ઉલટી આવતી હોય તો તેમણે વરિયાળીને વાટીને તેનો રસ પીવાથી ઉલ્ટી બંધ કરી શકાય છે.
Notes: All image credited by google.