જૂનામાં જૂની કબજિયાત મટાડવા માટેના સચોટ ઉપાયો
મિત્રો આપણા શરીરના આંતરીક કે બાહ્ય પરિબળોને કારણે કબજિયાત જન્મ લેશે.કબજિયાત જેના કારણે થાય છે. એ હું તમને આ પોસ્ટ ને જણાવવાનું છું.
કબજીયાત થવાના કારણો :
1) બપોરે જમ્યા પછી બેસી રહેવું.
2) રાત્રે જમ્યા પછી તરત જ સૂઈ જવું.
3) રાત્રે મોડા જમવું.
4) સવારનો વાસી ખોરાક સાંજે જમવામાં લેવું.
5) ફ્રીજનું ઠંડુ પાણી પીવું.
6) રોજિંદા ખોરાકમાં ઘી-તેલનું બિલકુલ અભાવ.
7) પરિશ્રમનો અભાવ હોવો.
8) ભૂખ ના હોવા છતાં જમવું.
9) દીવસે ઉંઘવું અને રાત્રે જાગતા રહેવું.
કબજિયાત ન થાય તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- સાવીને ધીમે ધીમે જમવું જમતી વખતે મોબાઈલ ન વાપરવો કે ટીવી ન જોવી.
- તાજો અને ગરમ ખોરાક લેવો જોઈએ.
- જમ્યા બાદ પાણી ન પીવું જોઈએ.
- રાત્રે વહેલું ભોજન કરવું જોઇએ જો તમને ભૂખ હોય તો તમારે જમવું જોઈએ.
જો તમને કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો હું તમને આ પોસ્ટની અંદર કઈ રીતે કબજિયાત મટાડવા એના વિશે ના થોડા કાં તો જણાવીશ.નીચે ના 7 ઉપચારો નું લિસ્ટ આપ્યું છે. એમાંથી મને આ બીજા નંબરનું લિસ્ટ થી ફાયદો થયો છે. સવારમાં ઊઠીને નરણા કોઠે મેં ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને પીધું તો મને ફાયદો થયો છે આમાંથી તમને જે લાગુ પડે એ ઉપચાર તમે કરી શકો છો.
1) ટમેટા :
પાકા ટમેટાનો રસ એક કપ પીવાથી આંતરડામાં રહેલો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
2) ગરમ પાણી :
નરણાં કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
3) પાણીમાં મીઠું :
સહેજ ગરમ પાણીમાં મીઠું નાખી રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
4) લીંબુનો રસ :
લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
5) આદુનો :
ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ એક ચમચી લીંબુનો રસ તથા તેમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે.
6) સંતરા :
રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
7) જાયફળ :
જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો પીવાથી પણ કબજિયાત મટે છે.
Notes: All image credited by google.