શું તમને હાડકા અને સાંધા માં દુખાવો છે ? તો આ પોસ્ટ એક વાર જરૂર વાંચજો
આ કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ છે
- આજે નિરોગી રહેવા માટે શરીરમાં કેલ્શિયમ ખુબ જરૂરી છે.વિવિધ પ્રકારના દુખાવા કેલ્શિયમ ઘટવાના કારણે થાય છે.અન્ય કોઈપણ પ્રકારની દવા ન લેતા કેલ્શિયમથી ભરપૂર માત્રા વાળી વસ્તુઓ ખાદ્યપદાર્થ માં લેવી જોઈએ
- જો તમે મોટી ઉંમરે દવાખાને જાઓ તો મોટા ભાગના ડોક્ટરો કેલ્શિયમ ની ગોળી લેવાનું સૂચવતા હોય છે કેમ કે ઉંમરની સાથે કેલ્શિયમ ઘટતું હોય છે.
- કેલ્શિયમ નો ઉપયોગ હાડકાં બનાવવા અને મજબૂત રાખવા માટે ખુબ જરૂરી છે જે નાના બાળકોને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળતું નથી.તો બાળકોનો વિકાસ પણ ઘટવા માંડે છે,બાળક પાતળું પડી જાય છે.એવા સમયે ડોક્ટરો કેલ્શિયમ ની ગોળી આપે છે.
- સ્વાસ્થ્ય સારું રાખવા માટે તથા શરીરના સારા વિકાસ માટે બાળકોને કેલ્શિયમની આવશ્યકતા હોય છે.અને મોટી ઉંમરના લોકોમાં પણ 40 વર્ષની ઉંમર પછી કેલ્શિયમ વાળો ખોરાક લેવાનું ડોક્ટર સૂચવે છે.
આપણા ક્યાં રોજિંદા ખોરાકમાં કેલ્શિયમ વધુ હોય છે ?
દૂધ,દહીં અને પની
1.દહીં
દરેક ઘરમાં દહીં બનતું હોય છે,એક કપ સાદા દહીંમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ હોય છે.કેલ્શિયમ ની સાથે સાથે ફોસ્ફરસ,પોટેશિયમ,વિટામિન બી2,વિટામિન બી12, હોય છે.માટે દહીંનું સેવન સવારે ને બપોરે ખુબ જરૂરી છે,રાતે દહીંનું સેવન ના કરવું.
2.દૂધ
દૂધ સંપુણઁ ખોરાક ગણાય છે,જે દરેક ઘરમાં સહેલાઈથી મળી રહે છે,દૂધમાં પણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.
3.પનીર
પનીર ખાવાનું આયુર્વેદમાં સૂચવ્યું નથી,પરંતુ પનીરમાં પણ સારી માત્રામાં કેલ્શિયમ હોય છે.પનીરમાં કેલ્શિયમની સાથે પ્રોટીન પણ હોય છે આયુર્વેદમાં માખણ ખાવાનું કહે છે.
તલ,પાલકનીભાજી,ભીંડો,આદું અને ડ્રાયફ્રૂટ
4.તલ
સફેદ અથવા કાળા તલમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે છે.કાળા તલ શેકીને કે કાચા ખાવા ,પણ ચાવીને ખાવાથી ખૂબ ગુણકારી છે.તલ પેટ સાફ રાખે છે અને કબજિયાતને દૂર કરે છે.
5.પાલકની ભાજી
પાલકની ભાજી માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે.શરીરને સ્વથ્ય રાખવા માટે અઠવાડિયા માં ત્રણ વખત પાલકનીભાજી ખાવી જરૂરી છે.
6.ભીંડો
ભીંડો અમુક બાબતોમાં આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે.એક બાઉલ ભીંડામાં 40ગ્રામ જેટલું કેલ્શિયમ મળી રહે છે.ભીંડો અઠવાડિયામાં બે વખત ખાવાથી દાંત ખરાબ થતા નથી.હાડકા પણ મજબૂત થાય છે.
7.આદું
આદુંનું સેવન બારેમાસ જરૂરી છે.આદુંવાળી ચા પીવી જોઈએ.અથવા આદુનું સેવન સાકરની સાથે અથવા મધની સાથે તેનો રસ કાઢીને પીવો.આદુ લીંબુનું શરબત પણ પી શકાય.આદુંમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને તે કેલ્શિયમ આપણને ખુબ ઉપયોગી છે.
8.ડ્રાયફ્રૂટ
ડ્રાયફ્રુટ અંજીર અને બદામ રાત્રે પાણીમાં પલાળી ઉઠીને ચાવીને ખાવાનું રાખો.તેનાથી કેલ્શિયમ મળશે અને હાડકા પણ મજબૂત બનશે.મિત્રો દવા સિવાય સવારના કોમળ તડકામાં ઊભા રહેવાથી કેલ્શિયમ પ્રાપ્ત થાય છે.સવારનો કોમળ તડકો ચામડી અને હાડકા માટે ખુબ જ જરૂરી છે.
ફળો
9.ફળો
વિવિધ પ્રકારના ફળો માં નાળિયેર ,કેરી,જામફળ,સીતાફળ,કેળા,અનાનસ,સંતરા,ખજૂર વગેરેનું સેવન કરવાથી કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે.
10.સોયાબીન
અઠવાડિયામાં એક વખત સોયાબીન નું શાક ખાવાનું રાખો સોયાબીન માંથી કેલ્શિયમ પણ મળી રહે છે અને તે શરીર માટે ખુબ જ સારું છે.
11.લીંબુ પાણી
દિવસમાં એકવાર સવારે અથવા સાંજે એક ગ્લાસ લીંબુ પાણી દરરોજ પીવું શરીર માટે હિતકારી છે.
Notes: All image credited by google.