આપણા ઘરમાં રહેલી હળદર ના આ અઢળક ફાયદાઓ તમે લોકો નહિ જાણતા હોય

આપણા ઘરમાં રહેલી હળદર ના આ અઢળક ફાયદાઓ તમે લોકો નહિ જાણતા હોય

મિત્રો,હળદર તો આપણે દરરોજ ખાતા હોઈએ છીએ.હળદર ભારતીય મસાલાની શાન ગણવામાં આવે છે.ભારતીય ભોજન એ હળદર વિના અધૂરું છે.સાથે સાથે હળદરના અનેક સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ છે.

હળદરના ફાયદાઓ-

  • હળદર એન્ટિસેપ્ટિક પણ છે.અને હળદર એન્ટીબેક્ટેરિયલ પણ છે.
  • હળદર લોહીને શુદ્ધ કરનાર છે.હળદર મેદ એટલે કે વજન પણ ઘટારનારી છે.
  • આયુર્વેદની દ્રષ્ટિએ હળદર શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવ્યું છે.હળદર એ સૌંદર્યવર્ધક પણ છે.
  • હળદર એ ડાયાબિટીસ,મૂત્રમાર્ગ,ચામડીના રોગો,રક્તવિકાર,બરોળ,લીવર ના રોગો,શીળસ,દમ,ઉધરસ,શરદી,કાકડા,ગળાના રોગો,મોંઢાનાં ચાંદા,અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે.
  • હળદર એ ખંજવાળ મટાડનાર છે.કફનો નાશ કરનાર છે.અને સંપુણઁ કોલેસ્ટ્રોલને મટાડનાર છે.અને કાબુમાં રાખનાર છે.

હળદરના પ્રયોગ

  • હળદર અને ચંદનની પેસ્ટ બનાવીને મોં પર લગાવવાથી ચામડીનો રંગ ખીલે છે તથા ત્વચા ગોરી અને સ્મૂધ બને છે.
  • જો માથાનો દુખાવો,શરીરનો દુખાવો,તાવ,શરદી,ઉધરસ,કફ,વગેરે રોગો રોજ ના માટે હોય તો તેવા રોગોમાં હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ.
  • પગના દુખાવા,સાંધાના દુખાવા,સોજા આવ્યા હોય,તો તેવી પરિસ્થિતિમાં હળદરનું ચૂર્ણ પાણીમાં મેળવીને તેની પેસ્ટ તૈયાર કરીને દુખાવો થતો હોય ત્યાં ગરમ લેપ લગાવવાથી સોજા ઉતરવા લાગે છે તથા દુખાવામાં પણ રાહત થાય છે.
  • શરીરમાં જો કોઈપણ અંગ દાઝી ગયું હોય તો હળદરના ચૂર્ણને પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવી દાઝી ગયેલા ભાગ પર લગાવવાથી આરામ મળશે.
  • મિત્રો જો તમારા દાંત પીળાશ પડતા થઈ ગયા હોય કે પાયોરિયા નામનો રોગ થયો હોય તો હળદર,સિંધવ નમક,અને સરસવનું તેલ આ તણેય વસ્તુને મિક્સ કરી દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થશે તથા પાયોરિયા નામનો રોગ પણ મટવા લાગશે.

હળદરનો લેપ

હળદરનો લેપ
હળદરનો લેપ
  • જો હાડકું તૂટી ગયું હોય,મચકોડાઈ ગયું હોય અથવા તો કોઈપણ ભાગમાં ઈજા થઈ હોય તો હળદરનો લેપ કરવાથી ખુબ જ રાહત મળે છે.
  • કેટલાક લોકોને પેટમાં કૃમિ થયા હોય તેવા લોકો હળદરનું સેવન જરૂર કરવું જોઈએ અને પાણીમાં ફાકી પણ લેવી જોઈએ તેવું ન કરવું હોય તો હળદરવાળું દૂધ પીવાથી પણ ખુબ લાભ થશે.
  • જો તમને સૂકી ઉધરસ થઈ હોય તો હળદર નો એક નાનો ટુકડો ચૂસવાથી રાહત થાય છે અને સૂકી ઉધરસ તરત જ બેસી જાય છે.
  • ડાયાબિટીસના દર્દીઓ માટે હળદર એક વરદાન સ્વરૂપ ઔષધ છે.ડાયાબિટીસમાં હળદરને આમળાના રસમાં મેળવીને બે-બે ચમચી લેવાથી ખુબ જ લાભ થાય છે.
  • જે મિત્રોને પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય તેવી પરિસ્થિતિમાં બે ગ્રામ અજમો,એક ગ્રામ હળદર અને એક ગ્રામ મીઠું આ તણેય વસ્તુનું ચૂર્ણ કરી ફાકી લેવાથી તરત જ ફાયદો થાય છે.

હળદર એક ઔષધ

હળદર એક ઔષધ
હળદર એક ઔષધ
  • કફ અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચૂર્ણ અને બે ચમચી મધ,આમ હળદર અને મધને મિક્સ તેનું ચાટણ કરવાથી કફનો સંપુણઁ નાશ થશે અને ગળાના રોગો મટવા લાગશે.
  • લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવા,આ કરવાથી કફ પ્રકોપ,ચામડીના રોગો,પ્રમેહ,લોહીનો બગાડ,કોઢ,ખંજવાળ,અપચો વગેરેમાં ખુબ જ લાભ થાય છે.
  • મિત્રો દરરોજ વ્યાયામ અને પૌષ્ટિક આહાર આ બન્ને સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વખત લેશો તો વજન ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
  • હળદર અને સાકરને ચૂસવાથી અવાજ ખુલે છે તથા સ્વર આપણો સારો થાય છે.
  • હળદરને શુદ્ધ ગીર ગાયના ઘીમાં મિક્સ કરી હરસ તથા મસા પર લગાવવાથી તેમાં જલ્દી રાહત મળશે તથા બળતરા પણ દૂર થશે.
  • હળદર, સુખડ, ચંદન,તથા રસાંજન નું ચૂર્ણ ગુલાબજળમાં મિક્સ કરી ખીલ પર લગાવવાથી ખીલ ઝડપથી ગાયબ થઈ જશે.

હળદરવાળું દૂધ

હળદરવાળું દૂધ
હળદરવાળું દૂધ
  • હળદર, મુલતાની માટી અને ગુલાબ જળ નો પેક બનાવી કાળા ડાઘ,ચકામાં,આંખને ફરતે કુંડાળા અને કરચલી પર પેક લગાવવાથી ડાઘ દૂર થશે અને ત્વચા ચમકીલી બનશે.
  • હળદરનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિની ક્ષમતાને વધારે છે અને લોહીને સંપુણઁ શુદ્ધ રાખે છે.
  • જો ગર્ભાવસ્થામાં તમારા પેટ પર સ્ટ્રેચમાર્ક થયા છે તો તેને દૂર કરવા હળદર અને દહીંને મિક્સ કરી રોજ પેટ પર 5 થી 7 મિનિટ સુધી સ્ટ્રેચમાર્ક પર માલિશ કરવાથી પેટ પરના સ્ટ્રેચમાર્ક દૂર થાય છે.
  • મિત્રો એક અગત્યની વાત એ પણ છે કે હળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્વ કેન્સરના કોષોનો નાશ કરે છે.એટલે હળદરને એન્ટી કેન્સર પણ કહેવામાં આવે છે અને કેન્સરનો સંપુણઁ નાશ કરે છે.

Notes: All image credited by google.

gujaratijokess