તમે ભાગ્યે જ જાણતા હશો બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા વિશેની – બજરંગદાસ બાપા કાયમ માટે કેમ બગદાણા રહ્યા ?

તમે ભાગ્યે જ જાણતા હશો બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા વિશેની –  બજરંગદાસ બાપા કાયમ માટે કેમ બગદાણા રહ્યા ?

બાપા સીતારામ મંદિર બગદાણા

ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે.જેમનું માત્ર નામ લેવાથી પણ જીવન ઉધાર છે.આપણે આજે એક એવા જ સંત ની વાત કરવાની છે.કે જેને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલું છે.જેને ભક્તિની સાથે સાથે દેશ સેવા પણ કરી છે.એવા સૌરાષ્ટ્રના સંત બજરંગદાસ બાપાની આજે આપણે અહીં વાત કરશું.

બગદાણા એક ધામ કઈ રીતે બન્યું?

બાપા બજરંગદાસ નો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે.જેની ખ્યાતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમની નામના છે.તેથી જ તો બગદાણા એક ધામ ગણાય છે.જ્યાં લાખો ભાવિકો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે.બાપા બગદાણાવાળા બધાના દુઃખ દૂર કરે છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે.

ભક્તિરામ નું બાળપણ અને જીવન

ઈ .સ.1906 ના વર્ષમાં ગુજરાતના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામના રામાનન્દી કુટુંબ રહેતું હતું. એક દિવસની વાત છે શિવકુંવરબા સગર્ભા અવસ્થામાં પિયર જતા હતા,અને રસ્તામાં જ તેને પ્રસવ દુખાવો થાય છે. ત્યારે બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનનું મંદિર હતું. ત્યાં રહેતી આજુબાજુની સ્ત્રીઓ શિવકુંવરબાને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા.ત્યારે મંદિરમાં હનુમાનજીની આરતીની ઝાલર થવા લાગી.

આ શુભ સ્થળ અને સમયે એક બાળકનો જન્મ થયો.રામાનંદી કુળ હોવાના કારણે તેમનું નામ રાખ્યું ભક્તિરામ.ભક્તિરામ માં નાનપણથી જ માતાપિતાના સંસ્કાર આવ્યા હતા.ખરેખર તેમનામાં નામ પ્રમાણે ગુણ પણ હતા.એક દિવસ ભક્તિરામ મોડે સુધી ઊંઘી રહ્યા.ત્યારે તેના પિતા હીરદાસજી અને માતાશ્રી શિવકુંવરબા તેને જગાડવા આવે છે તો તેની બાજુ માં એક મોટો શેષનાગ જુએ છે.તેથી તેઓને થાય છે કે ભક્તિરામ જરૂર શેષનાગના અવતાર હોવા જોઈએ.

ભક્તિરામ એટલા ભક્તિમગ્ન થઈ ગયા કે તેઓ એ 2 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો.અને 11 વર્ષની ઉંમરે તેઓ ખાખી ની જમાત માં જોડાઈ ગયા.તેમના ગુરુ હતા સીતારામ.તેમની પાસે થી દીક્ષા લઈ ભક્તિરામ સમાધિમાં લીન થઈ ગયા.

ગુજરાતમાં કરોડોનાં ખર્ચે બનેલ નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર (પોઇચા) – જાણે તમે મહેલમાં ફરી રહ્યા હોય એવો અહેસાસ કરાવે છે

“બાપા બજરંગદાસ અને બાપા સીતારામ” નામ કઈ રીતે પડ્યું ?

પરમતત્વ અને યોગ સિદ્ધિ નો સાક્ષાત્કાર થયો ત્યારે ભક્તિરામ ગુરુને દક્ષિણા આપવા ગયા. તેમના ગુરુ સીતારામ ભક્તિરામ ને ઓળખી ગયા,અને કહ્યું કે સાચા ગુરુ તો તમે જ છો.એટલા માટે મારે કંઈક તમને આપવાનું હોય.ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર તમે મને કંઈક આપવા ઇચ્છતા હોય તો મને એવું કંઈક આપો કે મારા રૂએ રૂએ રામના નામનું રટણ ચાલુ જ રહે.ત્યારથી સીતારામે ભક્તીરામને નવું નામ આપ્યું બજરંગી.

બજરંગી હવે તમે જાઓ અને સમગ્ર દુનિયાના દીનદુઃખિયાની સેવા કરો અને આખી દુનિયામાં તમે “બજરંગદાસ બાપા” તરીકે ઓળખાશે.આમ ભક્તિરામ, બાપા બજરંગદાસ અને બાપા સીતારામ ના નામથી ઓળખાવા લાગ્યા.

બજરંગદાસ બાપા નો ચમત્કાર

હવે બજરંગદાસ બાપા દીનદુઃખિયાની સેવા માટે જગતમાં ભ્રમણ કરવા લાગ્યા. ભ્રમણ કરતા કરતા એક દિવસ બાપા મુંબઈ આવી પહોંચ્યા. ત્યાંના લોકોને બાપ નો સાચો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો.ત્યારે રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરીને પાણી એક જગ્યાએ ભેગું કરતા હતા. અને ત્યારે પેલો ગોરો અમલદાર સંતો અને એમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો.અને કહ્યું કે જો તમે ખરેખર સાચા સંત હોય તો ચમત્કાર બતાવો.

બાપાએ તે જ સમયે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાંઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા.અને જોતજોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતૂહલ જોવા એકઠા થઈ ગયા.અને બાપાએ ખારાપાટ જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું.તે જોઈને બધાને આશ્ચર્ય થયું અને ગોરો અમલદાર બાપા ના પગમાં પડી ગયો.

બજરંગદાસ બાપા કાયમ માટે કેમ બગદાણા રહ્યા ?

ત્યાર પછી ફરી બાપા સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરવા લાગ્યા.ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા.ત્યારે બાપા 41 વર્ષના હતા.ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો.બગદાણામાં બાપાએ પાંચ મૂળતત્વ જોયા.બગદાણા ગામ,બગદાણા નદી,બગડેશ્વર મહાદેવ,બગદાલમ ઋષિ અને બગડાલવ નામનો કુંડ આ પાંચ મૂળતત્વ બાપાને ખુબ પસંદ આવ્યા તેથી બાપા કાયમ માટે અહીં રહી ગયા.બાપા બગદાણા માં ઘણું ભ્રમણ અને વિચરણ કર્યું.

ઈ.સ.1941 માં બાપા બગદાણા આવ્યા.ઈ.સ.1951 માં આશ્રમ ની સ્થાપના કરી.ઈ.સ.1959 માં બાપાએ અન્નક્ષેત્ર ચાલુ કર્યું.ઈ.સ.1960 માં ભૂદાન હવન કર્યું.ઈ.સ.1962 માં આશ્રમ ની હરાજી કરાવી ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી.ઈ.સ.1965 માં ફરીથી આશ્રમ ની હરાજી કરીને ભારત અને પાકિસ્તાન ના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી.આમ વારંવાર બાપા દરેક ને મદદરૂપ થયા.

બગદાણામાં ક્યાં બે ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે?

બગદાણા માં દર વર્ષે બે ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે.જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથ ના દિવસે છે,અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવાય છે.આ ઉત્સવ ના દિવસે લાખો લોકો શ્રદ્ધાળુઓ બગદાણામાં ઉમટી પડે છે.બગદાણામાં ખાસ અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ જ હોય છે તેથી કોઈપણ ભાવિકભકત ત્યાંથી પ્રસાદ લીધા વગર જતું નથી.ભારતના એક અમર ઇતિહાસ માં સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ બાપા સૌને રડતા મૂકીને ઈ.સ.1977 પોષ વદ ચોથ ના દિવસે દેવ થઈ ગયા.અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ.

બગદાણા જવા માટે અમદાવાદ થી ડાયરેક્ટ એસ ટી બસ મળે છે.તે ઉપરાંત ભાવનગર અને તળાજા થી પણ બસ મળી રહે છે.અમદાવાદ થી 250 કિમી,ભાવનગરથી 78 કિમી અને મહુવાથી 32 કિમી દૂર બગદાણા છે.

gujaratijokess