ભારતના સમૃદ્ધ 10 મંદિરો વિશે તમને કદાસ આ વાતો ખબર નહિ હોય

ભારતના સમૃદ્ધ 10 મંદિરો વિશે તમને કદાસ આ વાતો ખબર નહિ હોય

ભારતના સમૃદ્ધ મંદિરો

ભારત દેશ વિભિન્નતામા એકતા ધરાવતો દેશ છે.ભારતમાં એક જ નહીં પરંતુ વિભિન્ન ધર્મો પાળતા લોકો નો દેશ છે.ભારત દેશ બધા ધર્મમાં સાથે હળીમળીને રહેતા દેશ છે.અહીં બધા ધર્મના પોતાના પવિત્ર સ્થાન કે મંદિર પણ બનાવવામાં આવ્યા છે.

અહીં હિંદુ ધર્મ ના હજારોની સંખ્યામાં મંદિરો બાંધવામાં આવ્યા છે.જ્યાં દર વર્ષે અસંખ્ય લોકો દેવી-દેવતાઓના દર્શન કરવા માટે, માનતા અને બાધા ચડાવવા આવે છે.અહીં દર વર્ષે મંદિરોમાં કરોડોનું દાન પણ આવે છે.ભારત દેશના લોકોની આસ્થા અને શ્રદ્ધા મંદિરમાં બિરાજમાન ભગવાન સાથે ખુબ ગાઢ રીતે જોડાયેલી છે. ભગવાન ના ભાવિક ભક્તો પોતાની માનતા અને આસ્થાના માટે કઈ પણ કરે છે. દર વર્ષે મોટી સંખ્યામાં દાન-દક્ષિણા મંદિરમાં અર્પણ કરે છે.

ભારતમાં બહુમતીથી આજે મોટી સંખ્યામાં દાન-દક્ષિણા ના કારણે ઘણા મંદિર સમૃદ્ધ છે. ભારતનું આજે સમૃદ્ધ મંદિરોનું લીસ્ટ મોટું છે.તો ચાલો આજે આપણે જાણીએ દેશના એવા મંદિર વિશે જેમાં દર વર્ષે ખુબ જ વધારે દાન આવે છે.જેથી ભારતના સમૃદ્ધ મંદિર ગણાય છે.

1. પદ્મનાભસ્વામી મંદિર

કેરળ રાજ્યના તિરુવનંતપુરમ જિલ્લામાં પદ્મનાભસ્વામી મંદિર આવેલું છે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના સમૃદ્ધ મંદિરોમાંનું આ એક મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુનું છે.આ મંદિર દ્રવિડ શૈલીના વાસ્તુશાસ્ત્ર થી બનાવવામાં આવ્યું છે.જે દક્ષિણ ભારતમાં ખુબ જ પ્રચલિત અને જાણીતું છે.મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન મુદ્રામાં બિરાજમાન છે.જેના દર્શન માટે લાખો લોકો દેશવિદેશથી આવે છે.અહીં એક એવી માન્યતા છે કે તિરુવનંતપુરમ નામ ભગવાનના અનંત પરથી રાખવામાં આવ્યું છે.

ઈ.સ.2011 માં કોર્ટના આદેશથી જેમાંથી ઘણા હીરા-ઝવેરાત અને આભૂષણ મળ્યા.જેની કિંમત 2 લાખ કરોડ રૂપિયા હતી.એવું માનવામાં આવે છે કે કદાચ આવું કોઈ મંદિર નહીં હોય જેની પાસે આટલી સંપત્તિ હોય.બીજા કોઈ મંદિર તેની સાથે સ્પર્ધા કરી શકે નહીં.

2.તિરુપતિ બાલાજી મંદિર તિરુમાલા

આંધ્ર પ્રદેશ રાજ્યના ચિત્તૂર જિલ્લામાં તિરુપતિ બાલાજી મંદિર આવેલું છે.આ મંદિર વસ્તુ કલાનો અદ્ભુત નમૂનો છે.મંદિર સાત પર્વત ને પાર કરીને છેલ્લા પર્વત પર તિરુમાલા માં આવેલું છે.કહેવાય છે કે તિરુમાલા શિખર વિશ્વમાં બીજું સૌથી પ્રાચીન શિખર છે.આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર નું છે.તિરુપતિ બાલાજી મંદિર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સમર્પિત મંદિર છે.ભગવાન વિષ્ણુના રૂપમાં બાલાજીનું મંદિર અહીંથી સાતમા શિખર વેંકટાદ્રી પર આવેલું છે.આ કારણથી બાલાજીને વેંકટેશ્વર કહેવામાં આવે છે.

અહીં બાલાજીની સાત ફૂટ ઊંચી કાળા રંગ ની મૂર્તિ સ્થાપિત છે.આ સાથે જ તિરુપતિ બાલાજી મંદિર 650 કરોડ રૂપિયાની વાર્ષિક આવક સાથે વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર છે.અલગ અલગ બેંકમાં 3,000 કિલોગ્રામ સોનું જમા છે.જ્યારે મંદિર પાસે 1,000 કરોડ રૂપિયાની ફિકસ ડિપોઝિટ પણ છે.આ મંદિર સમુદ્ર સપાટીથી 2,800 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.આ મંદિર તમિલ ના રાજા થૉનડાઈમૅન એ બંધાવ્યુ હતું.આ મંદિરમાં રોજ લગભગ 50,000 શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.હૈદરાબાદ ના સાતમા મીર ઓસમ અલી ખાને ઈ.સ.1951 ના વર્ષમાં આ મંદિરને 80,000 રૂપિયાનું દાન આપ્યું હતું.

તરણેતર ના મેલા ની આ ખાસ વાતો તનમેં કદાસ નહિ ખબર હોય

3. સાંઈબાબા મંદિર શિરડી

સાઈબાબા મંદિર વિશે આપણામાંથી ઘણા લોકો જાણતા હશે.સાંઈબાબા એક ભિક્ષુક હતા.તે ગુરુ અને ફકીર હતા.ભક્તો અને શ્રદ્ધાળુઓ તેને સંતપુરુષ કહે છે.સાંઈબાબા નું અસલી નામ,જન્મ અને તેના માતા પિતા કોઈ માહિતી નથી.સાંઈ શબ્દ શિરડી પહોંચ્યા પછી મળ્યો.સાંઈબાબા ઉપર દરેક ધર્મના લોકો વિશ્વાસ કરે છે.તેના કારણે માત્ર ભારત માંથી જ નહીં પરંતુ દેશ વિદેશ માંથી પણ હજારો લોકો દર્શન માટે આવે છે. જેમાંથી સેંકડો લોકો દાન કરે છે.

એવું માનવામાં આવે છે કે સાંઈબાબા જે સિંહાસન પર બિરાજમાન છે તે સિંહાસન 94 કિલોગ્રામ સોનાનું બનેલું છે.આ મંદિરની સંપત્તિ અને વાર્ષિક દાન પેઠે આવતી આવક બન્ને કરોડોમાં છે.શિરડી સાંઈબાબા ના મંદિરમાં આશરે લગભગ 32 કરોડ રૂપિયાના ચાંદીના ઘરેણાં છે, 6 લાખ રૂપિયાના ચાંદીના સિક્કા છે અને સાથે સાથે દર વર્ષે લગભગ 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.આમ આ મંદિર વિશ્વના અમિર મંદિરોમાં ત્રીજા સ્થાન પર આવે છે.

ગળધરા ખોડિયાર મંદિર માં આજે પણ મળે છે માતા નાં પરચા જાણો માં ખોડિયારએ અહીં કરેલા ચમત્કાર વિષે

4. વૈષ્ણોદેવી મંદિર જમ્મુ અને કાશ્મીર

ભારતમાં હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળો મા નુ એક તીર્થ સ્થળ એટલે વૈષ્ણોદેવી મંદિર.વૈષ્ણોદેવી મંદિર ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્ય થી 48 કિલોમીટર દૂર કટરા નામના શહેરમાં પહાડો પર આવેલું છે.વૈષ્ણોદેવી માતાને માતા દુર્ગા, વૈષ્ણવી અને માતા રાની નામથી ઓળખવામાં આવે છે.

વૈષ્ણોદેવી મંદિર દરિયાઈ સપાટીથી 5,200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.જે ત્રિકૂટ પર્વત પર કટરા શહેરમાં 1700 મીટર ઊંચાઈ પર આવેલું છે.મંદિરની અંદર એક ગુફામાં માતાજીના પિંડ સ્થાપિત છે. ગુફાની લંબાઈ 30 મીટર 1/5 મિટર છે.અહીં દર વર્ષે સેંકડો કિલ્લો સોનાચાંદી ના આભૂષણ ચઢાવવામાં આવે છે.આ મંદિરની દેખરેખની જવાબદારી ‘શ્રી માતા વૈષ્ણો દેવી દેવસ્થાન કમિટિ’ કરે છે.આંધ્રપ્રદેશ નું વ્યકંટેશ્વર મંદિર પછી આ મંદિરમાં બધા થી વધારે દર્શન માટે લોકો આવે છે.અહીં દર વર્ષે 500 કરોડ રૂપિયાનું દાન આવે છે.

5. સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ

સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ બાપા નું લોકપ્રિય મંદિર મુંબઈમાં આવેલું છે.સિદ્ધિવિનાયક ગણેશજી મંદિર મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં મુંબઈના પ્રભાસદેવી વિસ્તારમાં આવેલું છે.આ પણ દુનિયાના અમીર મંદિરોમાંનું એક સમૃદ્ધ મંદિર છે.

ગણેશજી નું આ મંદિર મુંબઈની એક જૂની ઓળખ સાથે જોડાયેલું છે.તેને સેલિબ્રિટી મંદિર પણ કહે છે.કારણકે બોલીવુડના તમામ સેલિબ્રિટી અહીં દર્શન માટે આવે છે.એપલ કંપનીના સીઈઓ ટીમ ગ્રુપ પણ આ મંદિરની મુલાકાત લીધી હતી.દર વર્ષે લગભગ 80 કરોડ રૂપિયાનું દાન દક્ષિણા આવે છે.તે ઉપરાંત 125 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં જમા છે.

ખાસ વિશેષતા એ છે કે સિદ્ધિવિનાયક મંદિર ને 3.7 કિલોગ્રામ સોના થી મઢવામાં આવ્યું છે.આ સોનું કોલકાતાના એક વેપારીએ દાન કર્યું હતું.સિદ્ધિવિનાયક મંદિર અષ્ટકોણીય છે તેનું ગર્ભગૃહ 10 ફૂટ પહોળું અને 13 ફૂટ ઊંચું છે.ગર્ભગૃહ માં વચ્ચે સોનેરી શિખર અને ચાંદી નો સુંદર મંડપ છે જેની અંદર સિદ્ધિવિનાયક ગણેશજી બિરાજમાન છે.મંદિરની અંદર પ્રવેશવા માટે ત્રણ દરવાજા છે.તમે જ્યારે પણ મુંબઈ જાઉ ત્યારે આ મંદિરની મુલાકાત અચૂક લેજો.આવી માન્યતા છે કે અહીં માંગેલી દરેક મનોકામના ભગવાન સિદ્ધિવિનાયક અચૂક પૂર્ણ કરે છે.

કેદારનાથ માં એવું તો શું છે કે લોકો ૧૮ કિલ્લો મીટર ચાલી ને મહાદેવ ના દર્શન કરવા જાય છે ? કેદારનાથ મંદિર નો મહિમા

6. જગન્નાથપુરી મંદિર પુરી

જગન્નાથ મંદિર એક હિન્દુ મંદિર છે.ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માનવામાં આવે છે.જગન્નાથ મંદિર ભારતના ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લાનું મુખ્ય મથક છે.જગન્નાથ શબ્દનો અર્થ થાય છે આખા જગતનો નાથ. અને તેની આ પુરી નગરી એટલે જગન્નાથપુરી.આ મંદિરને ચાર ધામ ની યાત્રા માનું એક ધામ ગણાય છે.આ વૈષ્ણવ સંપ્રદાય નું મંદિર છે.જગન્નાથપુરી મંદિર વિશ્વના દસ અમીર મદિરમાંનું એક છે.જગન્નાથપુરી મંદિર માં જે કાંઈપણ દાન આવે છે તે બધું તેની સુવિધા-વ્યવસ્થા માટે વપરાય છે.ભગવાન જગન્નાથ ને દરિદ્રનારાયણ પણ કહે છે એટલે કે ગરીબો ના દેવ તરીકે ભગવાન જગન્નાથને પૂજવામાં આવે છે.

જગન્નાથપુરી મંદિરમાં દર વર્ષે 250 કરોડ રૂપિયાનું દાન દક્ષિણા આવે છે.અને આ મંદિરની સંપત્તિ 3,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે.આ ઉપરાંત પણ જગન્નાથપુરી મંદિર પાસે ઓરિસ્સા રાજ્યની બહાર 60,418 એકર જમીન છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે જગન્નાથપુરી મંદિર પાસે ઓરિસ્સા ના આ શહેર કરતા 15% જમીન કરતા પણ વધારે છે.અહીં આખા વિશ્વમાં સૌથી મોટી રથયાત્રા દર વર્ષે અષાઢી બીજ ના દિવસે નીકળે છે.

7. સુવર્ણ મંદિર અમૃતસર

સુવર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે.આ સુવર્ણ મંદિર શીખ લોકોનું સૌથી પવિત્ર મંદિર માનવામાં આવે છે.સુવર્ણ મંદિર ને દરબાર સાહિબ પણ કહેવામાં આવે છે.તેની આસપાસ સુંદર પરિચર અને સુવર્ણ પરત ના કારણે તેને સુવર્ણ મંદિર કહે છે.આ મંદિર શીખ ધર્મ ની સહનશીલતા અને સ્વીકૃતિનો સંદેશ પોતાની વાસ્તુકલાના માધ્યમ થી પ્રદર્શિત કરે છે.જેને અન્ય ધર્મોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.દુનિયાભરના શીખ લોકો અમૃતસર આવીને સુવર્ણ મંદિરના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. અમૃતસર સુવર્ણ મંદિરની વાર્ષિક આવક 500 કરોડ છે.

બદ્રીનાથ ક્યારે જવું જોઈએ ? બદ્રીનાથ મંદિર નો ઈતિહાસ

8. સોમનાથ મંદિર, ગુજરાત

સોમનાથ મંદિર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે.ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રભાસપાટણ વેરાવળ બંદરમાં આ પ્રસિદ્ધ મંદિર આવ્યું છે. આ મંદિર હિંદુઓનું પવિત્ર તીર્થસ્થળ છે. બાર પવિત્ર જ્યોતિર્લિંગમાનું સોમનાથ મંદિર એક જ્યોતિર્લિગ છે.જે પ્રથમ જ્યોતિર્લિગ ગણાય છે.

આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવ ભગવાન કર્યું છે એવી માન્યતા છે.તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ મળે છે.તેને અત્યાર સુધીમાં સત્તર વખત નાશ કરવામાં આવ્યું હતું,અને દર વખતે તેનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું.સોમનાથ મંદિરમાં દર વર્ષે લગભગ 33 કરોડ રૂપિયાનું દાન-દક્ષિણ આવે છે.આના કારણે સોમનાથ મંદિર અમીર મંદિરોમાંનું એક મંદિર છે.

gujaratijokess