આ ગામમાં એક પણ ઘરે નથી ઝાંપો કે ખડકી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોરી થતી જ નથી.
આ ગામમાં એક પણ ઘરે નથી ઝાંપો કે ખડકી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોરી થતી જ નથી,
2000 લોકો ની વસ્તી ધરાવતું આ ગામ નું નામ છે સાતડા અને આ ગામ રાજકોટ જિલ્લામાં આવેલું છે. સાતડા એક એવું ગામ છે જ્યાં કોઈ ના ઘરે ઝાંપો કે ખડકી રાખવાની રિવાજ નથી.જાણી ને જવાય લાગશે પણ તેમ છતાંય આ ગામમાં એક પણ ચોરીનો બનાવ બન્યો નથી.આ ગામમાં એવું કહેવામાં આવે છે કે આ ગામની રક્ષા એમના ભૈરવ ડાડા કરે છે અને બધા ના ઘરના આગને ભૈરવ દાદા બેઠા છે એટલે ચોરી ને એવું કઈ નહિ થાય.
જય ભૈરવ દાદા
ગામના લોકોની આસ્થા અહીંયા ભૈરવ દાદા સાથે જોડાયેલી છે. આ ગામમાં ભૈરવ દાદા નું મંદિર છે. ગામ લોકો માને છે કે ભૈરવ દાદા ની કૃપા હોવા થી ઘરો નું રક્ષણ કરવા માટે ઝાંપો કે ખડકી રાખવાની જરૂર પડતી જ નથી.નવાઈ પ્રમાણે તેવી બીજી એ વાત છે કે ગામના એક વ્યક્તિ એ ઘર ના રક્ષણ માટે ઝાંપો મુક્યો તો તેના ઘરે આપવાદ રૂપી ચોરી થઇ હતી.ત્યાં પછી તો આ ગામમાં આજ સુધી કોઈ માણસે ઝાંપો મુકવાની કે ડેલી મુકવાની હિંમત જ કરી નથી.
જેથી ગામના ભૈરવ દાદા પર એટલો વિશ્વાસ છે કે ગામની અંદર આજી ક્યાંઈ ડેલી બંધ મકાન કરતા નથી અને કરવાના પણ નથી. આ ગામમાં બે કે ત્રણ વ્યક્તિઓએ ડેલી બંધ મકાન કર્યતા પણ એ લોકો એ ડેલી બંધ મકાન ના ડેલી કાઢી નાખી.કારણ કે આપણું રક્ષણ કરવા વાળા દાદા છે તો આપડે સેની બીક છે.પહેલા ના જમાનામાં ડેલી નો ઉપયોગ મહેમાનોને બેસાડવા માટે થતો હતો.આજે પણ ભારત ના મોટા ભાગના ગામડાવો માં અંગતતા સસવાય અને ચોરી લૂંટ ફાટ ન થાય તે માટે ડેલી ખડકી કે ઝાંપો હોય છે પરંતુ આ પ્રકારના મકાનોમાં સાતડા ગામના એક પણ ઘર નો સમાવેશ થતો નથી.