હવે, બસમાં કુલ કેટલા વ્યક્તિ મુસાફરી કરી રહ્યા છે??
હવે, બસમાં કુલ કેટલા વ્યક્તિ મુસાફરી કરી રહ્યા છે??
ધારો કે, તમે બસમાં 10 વ્યક્તિ સાથે મુસાફરી કરી રહ્યા છો, પહેલાં બસસ્ટોપે 2 વ્યક્તિ ઉતરે છે , અને 4 વ્યક્તિ બસ માં ચડે છે, બીજા બસસ્ટોપે 5 વ્યક્તિ ઉતરે છે, અને 2 વ્યક્તિ ચડે છે, ત્રીજા બસસ્ટોપે 2 વ્યક્તિ ઉતરે છે, અને 3 વ્યક્તિ ચડે છે.
હવે, બસમાં કુલ કેટલા વ્યક્તિ મુસાફરી કરી રહ્યા છે??
નોંધ : ડ્રાઈવર અને કંડક્ટર ને ગણવાના નથી
જો તમને આનો જવાબ આવડતો હોય તો એક વાર કૉમેન્ટબોક્સ માં લખવાનું ભૂલતા નહિ
તો ચાલો જોઈએ આનો જવાબ
બસમાં કુલ 11 વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હશે.
ચાલો આજે થોડુંક હસી લઈએ
પાણી ઉકાળી ને પીવું…અને લોહી ડાયરેક્ટ…- પત્ની મંડળ…
લગ્ન પહેલા દુનિયા ફરી લેવી,લગ્ન પછી દુનિયા ફરી જાય છે.- સ્વામી પરણેલાનંદ…
‘લાઇફ’ ને સુધારવા માટે,એક ‘વાઇફ’ બસ છે…પણ…’વાઇફ’ને સુધારવા માટે,આખી ‘લાઇફ’ પણ કમ છે…!!- સ્વામી શ્રી પતિ-ગયા-નંદ
પરફેક્ટ જોડી ફક્ત…ચમ્પલ મા જોવા મળે છે..!!બાકી બધી અંધશ્રદ્ધા છે…ભણાવે એને ૧૬૦૦૦ પગાર…
અને….ઊંઠાં ભણાવે એને ૧,૧૬૦૦૦ પગાર…મેં અમદાવાદ માં એક તકતી વાંચી. “મારો કાગડો નરમ” મને ખબર નથી કે તેનો અર્થ શું છે પણ તેની નીચે લખ્યું હતું,-Microsoft
પહેલાં ના જમાનામાં…બારમું પાસ અને નાપાસ..એમ બે જ પ્રકારના પરિણામો આવતાં.આ વખતે માર્કેટમાં નવું નીકળ્યું..”બારમું બાયપાસ”
Dr.: ઓપરેશન પછી તમે ચાલી ને ઘરે જઇ શકશો.. *દર્દી: રીક્ષા ના પણ નહીં વધવા દયો…..?
બાળકોને સવાલ પૂછવા પડ્યા ભારે..એક કાકાએ એક બાળકને પૂછ્યું – અભ્યાસ કેવો ચાલે છે …?
બાળકએ જવાબ આપ્યો – કાકા, સમુદ્ર જેટલો અભ્યાસક્રમ છે,નદી જેટલું વાંચો,ડોલ જેટલું યાદ રહે.ગ્લાસ જેટલું લખાય છેઢાકણી ભરીને નંબર આવે.તેમાં ડૂબીને મરી જવું … !!!
પત્ની : તમે તો મારા માટે બે હજારની નોટ જેવા છો.પતિ:વાહ વાહ શુ વાત છે..
પત્ની : કંકોડુ વાહ, ના છૂટા કરવાનુ મન થાય, ના તો સંઘરી રાખવાનું..
દર્દી : ડૉ સાહેબ તમે દવા લખી આપી, એ કઇ રીતે લેવાની ?
ડૉક્ટર : રોકડેથી….ડોક્ટર : બીમારીનું ચોકકસ કારણ પકડાતું નથી.. કદાચ દારૂ પીવાથી આવું થતું હોય.
દર્દી : મારે ઉતાવળ નથી. તમને ઉતરી જાય પછી આવીશ!..
ટીચરે એડમીન ને પૂછ્યું : બોલ ઈજીપ્ત ના મમ્મિ ને ઈન્ડીયા ના મમ્મિ માં શુ ફરક
એડમીન : ઈજીપ્ત ના મમ્મિ થી છોકરા બીવે અને ઈન્ડીયા ના મમ્મિ થી છોકરા ના પપ્પા બિવે ટીચરે એડમીન ને ગળે લગાડી લીધો
Lady : Alexa, How to make cheese cake, tell me in Gujarati…
Alexa : તું શાંતિ થી બેસ ને બહેન..
છેલ્લા એક મહિના માં તે ૨૦૦ થી વધારે રેસીપી જોઈ છે…
અને, છેલ્લે તો તારે તારા ઘરવાળાઓ ને ચા ને થેપલાં જ ખવડાવવા છે ને !!!
સુખની બે જ ચાવી છે…’ખડખડાટ’ અને ‘ઘસઘસાટ’..દુખની પણ બે જ ચાવી છે…’બબડાટ’ અને ‘કકળાટ’