દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા”સ્ટેચ્યુ ઓફ યુનિટી”કઈ રીતે બનાવવામાં આવી

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા”સ્ટેચ્યુ ઓફ યુનિટી”કઈ રીતે બનાવવામાં આવી

આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના શિલ્પી હતા,સરદાર વલ્લભભાઈ પટેલ.હિન્દુસ્તાનના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી.એમની સુઝબુઝ અને લોખંડી વિચારોથી રાજા રજવાડાની જાગીરો માંથી વિખૂટા પડેલા અને અંગ્રેજોના હાથે લૂંટેલા દેશને,એક મજબૂત રાષ્ટ્રના રીતે ઊભો કરી દીધો.તેમનું આ જ વ્યક્તિત્વ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,સરદાર પટેલના વ્યક્તિત્વના ભક્ત છે.તેથી જ દુનિયાની સૌથી મોટી પ્રતિમા સરદાર પટેલની બનાવડાવી.જેનું ઉદ્ધઘાટન સરદાર પટેલ ની જન્મ જયંતી,31 ઓક્ટોબર 2018 ,ના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું.પાંચ વરસના કોન્સ્ટ્રકશન બાદ આ પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વિશેષતા

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા

વિશેષતા એ છે કે-આ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે.જે 182 મીટર ઊંચી છે.જે ન્યૂયોર્કના “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી” થી ડબલ ઊંચાઈ ધરાવે છે.જેની ઊંચાઈ માત્ર 93 મીટર છે.અને સરદાર સરોવર ડેમ કરતા દોઢ ગણી ઊંચાઈ ધરાવે છે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”કઈ રીતે બનાવવામાં આવી ?

નરેન્દ્ર મોદી ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા,ત્યારે નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની નજીક સાધુ બેટ પર તા : 31-10-2013 ના રોજ નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.અને”લાર્સન ઍન્ડ તોબરો”કંપનીને આ બનાવવા કોન્ટ્રાક આપવામાં આવ્યો.આ કોન્ટ્રાક્ટ 2,989 કરોડમાં આપવામાં આવ્યો હતો.

જેથી આ કંપની દ્વારા પ્રતિમાની ડિઝાઇન,કન્ટ્રકશન અને મેન્ટેનન્સ કરશે.આ કંપનીએ ઓક્ટોબર 2013માં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” બનાવવાનું કામ ચાલુ કર્યું.કંપનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી 15 વર્ષ સુધી મેન્ટેનન્સ અને દેખભાળ પણ કરશે.આ પ્રતિમાની ડિઝાઇન ભારતીય શિલ્પકાર રામ વી.સુતાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

આ પ્રતિમા બનાવવા માટે નરેન્દ્ર મોદીએ દેશના દરેક ગામડાના ખેડૂત પાસે લોખંડ માગ્યું આવ્યું હતું.જેથી લોખંડ ખેડૂતોના સપનાને લોખંડી બનાવી દે.આ પ્રતિમાંનું કામ ચોક્કસ સમયમાં પૂરું કરવા માટે 4076 મજૂરે બે પાળીમાં કામ કર્યું.

આમ 800 જેટલા ઇન્ડિયન અને 200જેટલા ચીની કારીગરોએ કામ કર્યું.દેશની શ્રેષ્ઠ પ્રતિમામાં એન્જિનિયરિંગ નો ઉત્તમ નમૂનો અને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માળખાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ પ્રતિમાની મૂળ ડિઝાઇનમાં લગભગ સાત વખત ફેરફાર કરવામાં આવ્યો હતો.

પહેલા તો એવું આયોજન હતું કે સરદાર પટેલની આંખોમાંથી ડેમ જોઇ શકાય.અને પ્રતિમાનો ચહેરો સરદાર સરોવર ડેમ તરફ હતો.પરંતુ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ફેરફાર કરાયો.વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મત મુજબ ડેમની એક તરફ શૂલપાણેશ્વર નું મંદિર છે.

સરદાર સરોવર ડેમ

ત્યાં ચહેરો રહેશે તો સૌથી વધુ શુકનિયાળ રહેશે.જ્યારે 2002માં આ ડેમનું કામ આગળ વધતું ન હતું.ત્યારે કહેવાય છે કે અહીં એક જૂનું મંદિર હતું,પરંતુ તે ડેમમાં ડૂબી ગયું.કોઈક જ્યોતિષના કહેવા પ્રમાણે ડેમ ની બાજુમાં ફરીથી શૂલપાણેશ્વર મંદિર બનાવવામાં આવ્યું.ત્યારબાદ ડેમનું કામ આગળ વધ્યું.ત્યારથી આ મંદિર આસ્થાનું પ્રતીક બની ગયું છે.એટલે સરદાર નો ચહેરો મંદિર તરફ લખાયો છે.અને આંખો ને બદલે હૃદયમાંથી ડેમ જોઇ શકાય એવો ફેરફાર કરાયો છે.

આમ પ્રતિમાની ભવ્યતાનો અંદાજ તમે એ રીતે લગાવી શકો કે સરદારના જેકેટના બટન નો વ્યાસ અઢી મીટર થી પણ વધારે છે.આ પ્રતિમામાં સરદાર ની ધોતી,ઝભ્ભો,જેકેટ અને ચાદર તેની સાદગી ભર્યુ વર્તન દર્શાવે છે.સૌથી ઉંચી પ્રતિમા નું સપનું નરેન્દ્ર મોદીએ જોયું હતું.આજે પૂરું થઈ ગયેલું છે.આ પ્રતિમાની વિશેષતા એ છે કે તે 182 મીટર ઊંચી છે,કારણકે ગુજરાતની વિધાનસભાની 182 સીટો છે.અને આ બધાનો પ્રેમ આ મૂર્તિમાં બતાવવાની કોશિશ કરાઈ છે.

આ મૂર્તિમાં બે લિફ્ટ રાખવામાં આવી છે,જે પ્રવાસીઓને ઉપર સુધી લઇ જાય છે.જ્યાં સરદાર પટેલના હદયની પાસે એક કટારી બનાવવામાં આવી છે,જેમાંથી ડેમ અને અન્ય કુદરતી સૌંદર્ય જોઈ શકાય છે.પ્રવાસીઓને આકર્ષવા માટે અહીં સ્મારક ઉદ્યાન,

વિશાળ પ્રદર્શન હોલ આ ઉપરાંત અન્ડરવોટર એક્વેરિયમ,રેસ્ટોરેન્ટ,અન્ય ડેકોરેશન ચીજવસ્તુઓની દુકાન,અને 3Dપ્રોજેક્શન અન્ય ઘણું બધું બનશે.સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વ ફલક પર તમામ ગુજરાતીઓ અને દેશવાસીઓ નું ગૌરવ વધારનારી છે.

Notes: All image credited by google.

gujaratijokess