સરકારી ડોકયુમેન્ટ કાઢવા માટે તમારે આટલા પુરાવાની જરૂર પડશે એક વાર જરૂર વાંચ જો કામ માં આવે એવી માહિતી છે.
દાખલામા નામ સુધારવા માટે ની પ્રોસેસ
દાખલા મા નામ સુધારવા માટે નીચે મુજબના પ્રુફની જરૂર પડે છે.
- રેશનકાર્ડની નકલ
- આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ
- જેમાં સુધારો કરવાનો છે તેનો પુરાવો
- જન્મ તારીખ નો દાખલો / એલ સી
- જરૂર જણાય તો સોગંદનામું રજૂ કરવું /સ્કૂલ લિવિંગસર્ટી
- સાક્ષીના આધારકાર્ડ -2
- ગોરદાદા નું આધારકાર્ડ શૈક્ષણિક લાયકાત આધાર પુરાવો
રેશનકાર્ડ રદ કરવા માટે
રેશનકાર્ડ અલગ કરવા માટે નીચે મુજબના પ્રુફની જરૂર પડે છે.
- રેશનકાર્ડની નકલ
- ચૂંટણી કાર્ડ / આધાર કાર્ડ
- સ્થળાંતર થયેલા રહેઠાણના પુરાવા ની નકલ
ડુપ્લીકેટ રેશનકાર્ડ માટે
ડુપ્લીકેટ રેશનકાર્ડ બનાવવા માટે નીચેના પ્રુફની જરૂર પડે છે.
- ખોવાયેલા રેશનકાર્ડની નકલ
- ચૂંટણી કાર્ડ /આધાર કાર્ડ
- દુકાનદાર ના સહી સિક્કા સાથે નુંફોર્મ
- સોગંદનામું (૨૦ ના સ્ટેમ્પ પેપર)
બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે
- અસલ રેશનકાર્ડ ર
- રહેઠાણ ના પુરાવાની નકલ
- માલિકીના કિસ્સામાં આકરણી પત્રક /મિલકત વેરાની પહોંચ,પ્રોપર્ટી કાર્ડની નકલ અલગ-અલગ રજૂ કરવી
- ભાડા કરાર /મકાન-માલીકની સંપત્તિ તથા મિલકત નો પુરાવો
- ઝૂંપડપટ્ટીના કિસ્સામાં આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડની નકલ
- ગેસ ડાયરી ની ઝેરોક્ષ
ડોમીસાઈલ સર્ટિ
- ફોર્મ અને ફોટો
- રેશનકાર્ડની નકલ
- સ્કૂલ લિવિંગ સર્ટી
- તલાટીનો દસ વર્ષનો રહેઠાણ નો દાખલો
- રહેઠાણનું 20 રૂપિયા સ્ટેમ્પ ઉપર સોગંદનામુ
- છેલ્લું લાઇટબીલ
- પોલીસ સ્ટેશનનો દાખલો
- રૂપિયા ત્રણની કોર્ટ ફીની ટિકિટ
- ધોરણ 1 થી 12ની માર્કશીટ /બોનોફાઇડ સર્ટિફિકેટ
- 10 વર્ષનો મિલકતનો પુરાવો
- 2 સાક્ષીના આધાર પુરાવા
- આધાર કાર્ડ
આવકનો દાખલો કઢાવવા માટે
- ફોર્મ અને ફોટો
- ચુંટણી કાર્ડની નકલ
- આધાર કાર્ડની નકલ
- સ્કૂલ લિવિંગ સર્ટી /જન્મ નો દાખલો
- ચુંટણીકાર્ડ
- તલાટીના આવકનો પુરાવો
- રેશનકાર્ડની નકલ
- વેરાબીલ
- 20 રૂપિયાનો સ્ટેમ્પ પેપર
- રૂપિયા 3 ની કોર્ટ ફીની ટિકિટ
- 2 સાક્ષીના ઓળખના પુરાવા
- મેયર શ્રી/ ધારાસભ્ય /કોર્પોરેટરનોઆવકનો દાખલો
જાતિનો દાખલો કઢાવવા માટે
- ફોર્મ અને ફોટો
- રેશનકાર્ડ /આધાર કાર્ડ /લાઈટ બિલ /ગેસ બીલ /લાઇસન્સ ની નકલ
- સ્કૂલ લિવિંગ સર્ટી
- છેલ્લું લાઇટબીલ
- પરપ્રાંતના કિસ્સામાં જ SC/ST માટે 10-08-50 થી 01-05-60 પહેલાંથી ગુજરાતના રહેતા હોવા અંગેનું ડોમીસાઇલ પ્રમાણપત્ર
- બક્ષીપંચ માટે 01-04-78 પહેલેથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમીસાઇલ પ્રમાણપત્ર
- SC/ST માટે માતા/પિતાના,ભાઇ-બહેનનું લીવીંગ સર્ટી (પિતા અશિક્ષિત હોય તો પેઢીનામું દાદાના સમયથી) તથા વયપત્રક નો ઉતારો
- ઓબીસી માટેપિતા/પિતાના ભાઈ નું સ્કૂલ લિવિંગ સર્ટી (પિતા અશિક્ષિત હોય તો મોટા ભાઈબહેનનું 01-04-78 પહેલાંનું સ્કૂલ લિવિંગ સર્ટી)મિલકતનો દસ્તાવેજ/પેઢીનામું દાદાના સમયથી
નોન ક્રિમિલેયર સર્ટીફીકેટ કાઢવા માટે
- ફોર્મ અને ફોટો
- રેશનકાર્ડની નકલ
- જાતિનો દાખલો (બક્ષીપંચનો)
- આવકનો દાખલો
- અરજદારનું તથા પિતાનો સ્કુલ લીવીંગ સર્ટી
- વાલીના આવકનું સોગંદનામું (૨૦ના સ્ટેમ્પ પર)
- છેલ્લું લાઈટબીલ
- વેરાબીલ
- આધાર કાર્ડ
- રૂપિયા 3 ની કોર્ટ ફીની ટિકિટ
- 2 સાક્ષીના ઓળખના પુરાવા આધાર કાર્ડ
મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે
- આધારકાર્ડ/ચુંટણીકાર્ડ (બંનેના)
- લાઈટબીલ/આધાર કાર્ડ (બંનેના)
- પાસપોર્ટ ફોટા (બંનેના 2-2)
- લગ્નનો ફોટો (4″6 ની સાઈઝ)
- લગ્નની કંકોત્રી
- સ્કૂલ લિવિંગ સર્ટી (બંનેના)
- સાક્ષીના આધાર કાર્ડ-2
- ગોરદાદા નું આધારકાર્ડ શૈક્ષણિક લાયકાત આધાર પુરાવો
નવા રેશન કાર્ડ કઢાવવા માટે
- ફોર્મ અને ફોટો
- ચુંટણી કાર્ડની નકલ
- આધારકાર્ડ
- લાઈટબીલ
- નામ કમીનો દાખલો
- બેંક પાસબુકની નકલ
- તલાટીનો દાખલો
- ગેસ પાસબુક (જો હોય તો)
- રેશનકાર્ડ ધરાવતા નથી તેવું સોગંદનામુ
Notes: All image credited by google.