તરણેતર ના મેલા ની આ ખાસ વાતો તનમેં કદાસ નહિ ખબર હોય

તરણેતર ના મેલા ની આ ખાસ વાતો તનમેં કદાસ નહિ ખબર હોય

તરણેતર નો મેળો

ભારતના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના એક ગામમાં આ મેળો ભરાય છે.ભારતના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના એક ગામમાં આ મેળો ભરાય છે.સુરેન્દ્રનગર જિલ્લાથી 29 કિમી દૂર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.

ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતો તરણેતરનો મેળો ગુજરાતનો અતિ લોકપ્રિય મેળો છે.તરણેતરનો મેળો તેની ભાતીગળ અને લોકસંસ્કૃતિ ના કારણે ખાસ છે.આ મેળો આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખે છે.ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પાસે યોજાઈ છે તરણેતરનો મેળો.આ મંદિર પર બાવન ગજ ની ધજા ચડાવી મેળા નો પ્રારંભ થાય છે.250 વર્ષ પહેલા મેળાની શરૂઆત થઈ હતી એવું માનવું છે.

તરણેતર ગામના નામ સાથે જોડાયેલી ધાર્મિકતા

તરણેતરના મેળો સાથે માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે.પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુએ એકસો આઠ કમળ ચઢાવવાનું નક્કી કર્યું.ત્યારે શિવજીએ તેમની પરીક્ષા કરી અને કમળ ચઢાવવામાં એક કમળ ઘટ્યું ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાનું જમણું નેત્ર કાઢીને ભગવાન શિવજી ને અર્પણ કર્યું.તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને આ મંદિરનું નામ પડ્યું ‘ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ’.તેથી આ પવન પવિત્ર જગ્યાનું નામ ત્રિનેત્રેશ્વર પડ્યું. ત્યાર પછી ધીમેધીમે સમય જતા આ પવિત્ર સ્થળનું નામ અપભ્રંશ થઈને ત્રિનેત્રેશ્વર માંથી તરણેતર પડ્યું.

તરણેતરના મેળામાં ક્યાં ક્યાં કાર્યક્રમો હોય છે?

ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણ માં તરણેતરનો મેળો ભરાય છે.સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દેશવિદેશના લોકો અહીં મેળો કરવા આવે છે.ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં આ મેળો ત્રણ દિવસ હોય છે.આ મેળામાં અલગ અલગ કાર્યક્રમો યોજાય છે.યુવાનો નો સાંસ્કૃતિક કાર્યક્રમો,વિવિધ રમત ગમત સ્પર્ધા,આ ઉપરાંત પશુપાલન વિભાગ જુદા જુદા તમામ વિભાગના કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા હોય છે.આજે પસાર-પ્રચારના માધ્યમો દ્વારા તરણેતરનો મેળો સુપ્રસિદ્ધ થયો છે.દેશવિદેશના લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે.

ગળધરા ખોડિયાર મંદિર માં આજે પણ મળે છે માતા નાં પરચા જાણો માં ખોડિયારએ અહીં કરેલા ચમત્કાર વિષે

તરણેતર નો મેળો એવું નામ કઈ રીતે પડ્યું?

તરણેતરના મેળામાં ગામડાનો પ્રાચીન પરિધાન તેમજ તેમના પરિધાન માં જડેલા આભલાં અને તેની ઉપર કરવામાં આવેલી સુંદર કારીગરી મનમોહક હોય છે.તેમના પરિધાનો તો વૈવિધ્ય સભર હોય જ છે.તેમની સાથે લાવેલા તેમના પશુધનને પણ સુંદર રીતે શણગારવામાં આવે છે.તરણેતર નો મેળો કરવાની મજા જ કંઈક અલગ હોય છે.શું તમને ખબર છે તરણેતરના મેળા નું નામ કઈ રીતે પડ્યું?ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી અપભ્રંશ થઈને મેળાનું નામ પડ્યું “તરણેતર નો મેળો”.

મહાભારત કાળની દંતકથા

દંતકથા મુજબ આ એ સ્થળ છે આ વાત મહાભારત કાળની છે. મહાભારતની કથા અનુસાર અહીં પાંચાળમાં દ્રુપદ નગરી હતી.અને અહીંનો રાજા દ્રુપદ હતો.દ્રુપદરાજાની દીકરી દ્રૌપદી નો સ્વયંવર અહીં યોજાયો હતો. દ્રૌપદીને મંદિરના પરિચરમાં રહેલ તુલસીક્યારા તરીકે સૌ પૂજે છે.આ પ્રસંગનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. મહાભારત પ્રમાણે અર્જુને જળાશયના પાણીમાં આમતેમ ફરતી માછલીની આંખ વીંધી હતી.અને સ્વંયવરમાં બાણાવની અર્જુને મત્સવેદ કરી દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા.

ત્રિનેત્રેશ્વર મંદિરની બાવન ગજની ધજાનું મહત્વ

ભદરવા સુદ પાંચમના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર બાવન ગજની ધજા ચડાવાય છે.અને આ ધજા ખુબ લાંબી હોય છે જે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ના પ્રાગણ માં રહેલા તુલસીના ક્યારા સાથે બાંધવામાં આવે છે.સ્ત્રીઓ આ તુલસીના ક્યારા માં પાણી અર્પણ કરી ધન્યતા અનુભવે છે.વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે.દર વર્ષે અહીં મેળામાં લોકોની સંખ્યા વધતી જાય છે. ઇતિહાસ પરથી જાણવા મળ્યું કે આ મેળાનો પ્રારંભ 200 થઈ 250 વર્ષ પૂર્વે થઈ હશે.

તરણેતરનો મેળો ક્યારે અને કેટલા દિવસનો હોય છે?

તરણેતરનો મેળો ભાદરવાની અમાસ થી ચાલુ થાય છે અને પડવો,બીજ,ત્રીજ, ચોથ અને પાંચમ એમ ચાલે છે.જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઋષિ પાંચમ નું મહત્વ

ઋષિ પંચમી ના આ પવિત્ર દિવસે મંદિર પર બાવન ગજની ધજા ચડાવવામાં છે.ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પંચમી ના દિવસે અહીં આવેલા કુંડ માં નાહવાનું અનોખું મહાત્મ્ય છે. ઋષિ પંચમી ના દિવસે આ કુંડમાં નાહવાથી ગંગાનદી માં સ્નાન કર્યા નું પુણ્ય મળે છે.આજે પણ લોકો આ કુંડમાં સ્નાન કરી પવિત્રતા અને ધન્યતા અનુભવે છે.

ત્રિનેત્રેશ્વર મંદિરનો જીણોદ્ધાર

આજે આપણે જે મંદિર જોઈએ છીએ તેનો જીણોદ્ધાર લખતરનાં રાજા કરણસિંહજીએ ઈ.સ.1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમની દીકરી કરણબાનાં સ્મરણાર્થે મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો.ત્રિનેત્રેશ્વર મંદિર ની સ્થાપત્ય શૈલી ગુર્જર પ્રતિહાર છે.તેનું સ્થાપત્ય અને સૌંદર્ય ખાસ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મંદિરની આગળ આવેલા પ્રાચીન કુંડ ની માન્યતા

ત્રિનેત્રેશ્વર મંદિરની આગળ એક કુંડ આવેલો છે.અહીંની માન્યતા અનુસાર ભૂતકાળમાં અહીં ગંગાનદી નો પ્રવાહ વહેતો હતો.કહેવાય છે કે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા કુંડમાં જો કોઈ ભાવિકભકત ઋષીપંચમી ના દિવસે સ્નાન કરે તો તેને હરિદ્વારમાં ગંગા નદીમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય મળે છે.તેથી આ કુંડનું નામ આપવામાં આવ્યું છે પાપનાશક કુંડ.ઋષી પંચમી ના દિવસે સ્નાન કરવાનું અનેરું મહત્વ છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો આ તરણેતર નો મેળો ભારત જ નહીં પરંતુ આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે.તો ચાલો આપણે પણ આ મેળાનો લાભ લઈએ.

gujaratijokess