કેવી રીતે બન્યા દેવાભગત માંથી સત્તદેવીદાસ – પરબધામ નો મહિમા

કેવી રીતે બન્યા દેવાભગત માંથી સત્તદેવીદાસ – પરબધામ નો મહિમા

ઇતિહાસકારોના મત મુજબ ઈસવીસન અઢારના સૈકાના સમય પ્રમાણે સૌરાષ્ટ માટે કપરા પસાર થયા હતા.આ સમયે પ્રવર્તલા દુષ્કાળથી કચ્છ અને સિંધમાંથી દુષ્કાળગ્રસ્ત માનવ સમુદાય સૌરાષ્ટ્રમાં આવી ચડેલો,આવા કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્થાન અમર કર્યા.

ઉપરાંત નાતજાતના ભેદભાવ થી દુર રહીને માનવ સેવાધર્મ અને માનવતાનો સંદેશો આપી ગયા.આવા પવિત્ર સ્થાનોમાં જલારામ ભગતનું વીરપુર,ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબધામ વગેરે સેવાનો સંદેશો આપતા પવિત્ર સ્થાનક છે.પરબધામ એટલે સૌરાષ્ટ્રની સિદ્ધભૂમિ ની શોભા.આ સ્થાન મહાભારત કાળના સરભંગઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે.

દેવીદાસભગતનું સંત બન્યા પૂર્વેનું જીવન

દેવીદાસભગતનું સંતજીવન પૂર્વેનું નામ દેવોભગત હતું.તથા તેમના પિતા પુંજાભગત અને માતા સાજણબાઈ ભાવિક શ્રદ્ધાળુઓ,રબારી અને દંપતી હતા દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી.તેમના ગુરુ શ્રી જેરામભારથી ગીરનારના સંત મહાત્મા હતા.અને લાંબી ધાર ઉપર તેમના બેસણા હતા.ગીરનારની પરિક્રમા કરવા આવતા શ્રધ્ધાળુઓની દેવા ભગત સેવા કરતા હતા.

દેવા ભગત ની સેવા જોઈને ગુરુ શ્રી જેરામભારથી કહે છે દેવા ભગત આજથી તમે દેવીદાસ છો તમે એક યોજન દૂરના સ્થળે સરભંગ ઋષિનો આશ્રમ છે ત્યાં દત્ત મહારાજ નો ધુણો વર્ષોથી સુનો પડ્યો છે.ત્યાં જાઓ અને અનાથોની સેવા કરજો,આ સેવાધર્મએ જ બધા થી મોટો ધર્મ છે.

કેવી રીતે બન્યા દેવાભગત માંથી સત્તદેવીદાસ ?

દેવા ભગત સરભંગ ઋષિના આશ્રમે આવ્યા,ત્યા મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ જ હતું નહીં,એક લીમડા નીચે મેકરણ કાપડી નો ધુણો અને ત્રિશુલ હતા.તેમજ ત્રણ અણઘડાયેલ આરંગા હતી.દેવીદાસ આ પવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવીને,ધુણો ચેતનવંતુ કર્યું અને લીમડા ડાળે ધજા ફરકતી કરી,આ સ્થાનને આપણે આજે શ્રી દેવીદાસ બાપુનું પરબ ના નામે ઓળખીએ છીએ.પરબધામ ની સ્થાપના સંત દેવીદાસ ૩૫૦ વર્ષ પૂર્વે કરી હતી.

દેવીદાસ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા.દેવીદાસી આજુબાજુના ગામ માંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી,ભૂખ્યાઓને ખવડાવતા હતા.રક્તપિત્તના દર્દીને લીમડાના પાણીથી નવરાવી,સેવા કરી,નવુંજીવનદાન આપતા હતા.દેવીદાસના સેવાયજ્ઞ ની વાત દૂર દૂરના ગામો સુધી પહોંચી ગઈ હતી. એવામાં અમર મા એ પણ તેમની સાથે સેવાયજ્ઞમાં જોડાયા હતા.

શ્રી દેવીદાસ તેમને શિષ્યા બનાવ્યા.અમર માં જોળી ફેરવી દેવીદાસની મદદ કરતા હતા.સમય જતા દેવીદાસ બાપુએ સમાધિ લીધી ત્યાર પછી સમયજતા અમર મા એ પણ સમાધિ લીધી હતી.

પરબ ‘ધામ’ કેવી રીતે બન્યું ?

પરબ 'ધામ' કેવી રીતે બન્યું
પરબ ‘ધામ’ કેવી રીતે બન્યું

પરબધામમાં મુખ્ય નવ સમાધિ આવેલી છે જેમા-શ્રી દેવીદાસ,અમર માતા, જશાપીર,વરદાનપીર,સાદુલપીર,કરમણપીર,અમરી મા,દાનેવપીર, સાંઈ સેલાણી બાપુ, ઓની સમાધિ છે.ત્યાર પછી ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા.છેલ્લે સેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય કરસનદાસ બાપુ પરબધામ ના હાલના મહંત છે.

પરબધામ ના નવા મંદિરનું ખાતમુહૂર્ત કરસનદાસ બાપુ ના ગુરુ,સેવાદાસ બાપુએ 1982માં કર્યું હતું.અને આ મંદિરનું નિર્માણ 1999 ની અંદર પૂરું થયું.આ મંદિર ભવ્ય અને વિશાળ બનાવાયું છે.

મંદિરના મુખ્ય આકર્ષણો

મંદિરના મુખ્ય આકર્ષણો
મંદિરના મુખ્ય આકર્ષણો

દર વર્ષે અષાઢી બીજનો અહીં ભવ્ય મેળો ભરાય છે.મહા મહિનાની બીજ,દશેરા અને મહંત સેવાદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે 4 એપ્રિલના અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે.જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

દર્શનનો સમય

દર્શનનો સમય
દર્શનનો સમય

સવારના પાંચ વાગ્યાથી સાંજના 7:30 વાગ્યા સુધી
અહીં રહેવા અને જમવાની દરેક શ્રદ્ધાળુઓ માટે ફ્રી મા વ્યવસ્થા છે.અહીં કુલ ૨૫૦ છે.

Notes: All image credited by google.

gujaratijokess