બદ્રીનાથ ક્યારે જવું જોઈએ ? બદ્રીનાથ મંદિર નો ઈતિહાસ

બદ્રીનાથ ક્યારે જવું જોઈએ ? બદ્રીનાથ મંદિર નો ઈતિહાસ

બદ્રીનાથ હિન્દુ ધર્મનું પવિત્ર ધામ છે. ચારધામ માનું એક ધામ છે. લાખો લોકો દર વર્ષ અહીં દર્શને આવે છે.દરેક માણસ જો પુરી શ્રધ્ધાથી દર્શન કરે તો તેની ભગવાન વિષ્ણુ દરેક મનોકામના પુરી કરે છે.બદ્રીનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુનારાયણ બિરાજમાન છે.

બદ્રીનાથ ક્યાં આવેલું છે?

ચારધામ- જગન્નાથપુરી, દ્વારકા, રામેશ્વર અને બદ્રીનાથ આ ચારધામ ચારેય દિશામાં એક એક આવેલા છે. તેમાં બદ્રીનાથ ભારતમાં ઉત્તરદિશમાં આવેલું છે.તે ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલય પર્વતમાળાની વચ્ચે આવેલું છે.અહીં પણ કેદારનાથની મંદિર જેમ 6 મહિના દર્શન થાય છે,અને 6 મહિના મંદિર બંધ રહે છે.કારણ કે તે હિમાલયની ગિરિમાળાની વચ્ચે હોવાથી હિમવર્ષા ચાલુ હોય છે.તેથી છ મહિના ભગવાન બદ્રીનાથના દર્શન બંધ રહે છે. બદ્રીનાથ ભગવાન વિષ્ણુનું મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે.

બદ્રીનાથ ધામ નું નામ “બદ્રીનાથ” કેમ પડયું?

બદ્રીનાથ ધામ ની આજુબાજુ બૈરી નામના વૃક્ષોના જંગલો આવેલા છે. બૈરી ને બદ્રી પણ કહેવામાં આવે છે. બૈરી વૃક્ષોના જંગલોની વચ્ચે આવેલ હોવાથી આ ધામને ‘બદ્રીનાથ ધામ‘ તરીકે ઓળખાય છે.

એક એવી પણ માન્યતા છે કે ભગવાન વિષ્ણુ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે એકાએક હિમપાત થવા લાગ્યો.હિમવર્ષા થવાના કારણે માતા લક્ષ્મીજી વ્યાકુળ થઈ ગયા. ભગવાન વિષ્ણુની તપસ્યા ભંગ ન થાય તે માટે માતા લક્ષ્મીજીએ બૈરી નામના વૃક્ષનું રૂપ ધારણ કર્યું,અને જ્યાં ભગવાન વિષ્ણુ તપસ્યા કરી રહ્યા હતા ત્યાં આજુબાજુ ગોઠવાય ગયા. માતા લક્ષ્મીજીએ એવી રીતે તાપ, ઠંડી અને વરસાદ સહન કરીને હિમપાતથી ભગવાનને બચાવ્યા.ભગવાન વિષ્ણુ તપસ્યા માંથી બહાર આવ્યા અને માતાજીને આવી હાલત જોઈને ભગવાને કહ્યું કે મેં જેટલી તપસ્યા કરી છે, એટલી જ તપસ્યા તમે પણ કરી છે. એટલે આથી આ જગ્યાનું નામ બદ્રીનાથ પડ્યું. માતા લક્ષ્મીજીએ બૈરી નામના વૃક્ષનું રૂપ ધારણ કર્યું,બૈરીને બદ્રી પણ કહે છે તેથી આ સ્થળને બધા બદ્રીનાથ કહે છે.

Other Post : કેદારનાથ માં એવું તો શું છે કે લોકો ૧૮ કિલ્લો મીટર ચાલી ને મહાદેવ ના દર્શન કરવા જાય છે ? કેદારનાથ મંદિર નો મહિમા

બદ્રીનાથની એક રહસ્યમાં કથા

પૌરાણિક કથા અને માન્યતા અનુસાર નીલકંઠ પર્વતની નજીક ભગવાન વિષ્ણુએ બાલસ્વરૂપ ધારણ કર્યું.ભગવાન વિષ્ણુ ધ્યાન અને વિશ્રામ માટે જગ્યા શોધી રહ્યા હતા.ફરતા ફરતા ભગવાન વિષ્ણુ અલકનંદાના કિનારે પહોંચે છે તે સ્થળ ભગવાનને ખુબ પસંદ આવે છે, પણ ત્યારે આ સ્થળ પર ભગવાન શિવ-પાર્વતીનું નિવાસ્થાન હતું. ત્યારે ભગવાન વિષ્ણુને એક યુક્તિ સૂઝી.

એક દિવસ ભગવાન શિવ અને પાર્વતી ભ્રમણ માટે નીકળ્યા. જયારે ફરીને ઘરે આવ્યા ત્યારે તેના દ્વાર પર એક નાનું બાળક રડતું હતું. તે રડતા બાળકને જોઈને માતાજીની મમતા જાગી, ત્યારે ભગવાન શિવ આ બાળકને સમજી ગયા ને માતા પાર્વતીને અટકાવ્યા. તમે આ બાળકને અડશો નહીં, આ સુનસાન જગ્યા પર આ બાળક ક્યાંથી? આ કોઈ માયાવી બાળક હોય તેવું લાગે છે.

પરંતુ માતા પાર્વતી ભગવાન શિવની વાત ન માન્યા. માતા પાર્વતીજી પોતાની મમતાને ન રોકી શક્યા. બાળકને સ્તનપાન કરાવવા માટે રૂમમાં લઈ ગયા. બાળક સૂઈ જતા માતા પાર્વતી ભગવાન શિવ સાથે નજીકના ઝરણામાં સ્નાન કરવા માટે જાય છે.જયારે સ્નાન કરી પાછા ફર્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.માતા પાર્વતી વિચારવા લાગ્યા કે હવે શું કરશું? ભગવાન ભોળાનાથ કહે આ તમારું બાળક કહેવાય તેથી હું મારા બળ નો પ્રયોગ નહીં કરું. હવે આપણે આ સ્થળ છોડીને જતા રહેવું પડશે. કહેવાય છે કે ત્યાંથી ભગવાન શિવ-પાર્વતી કેદારનાથ જતા રહ્યા. બાલસ્વરૂપ ભગવાન વિષ્ણુ ત્યાં જ રહ્યા અને તે સ્થળને પોતાનું વિશ્રામ સ્થાન બનાવ્યું. ત્યારથી બદ્રીનાથ ભગવાન વિષ્ણુનું ધામ કહેવાય છે.

gujaratijokess