બધા લોકો ને એલોવેરા ના આ ચમત્કારિક ફાયદાઓ વિશે ખબર નઈ હોય

બધા લોકો ને એલોવેરા ના આ ચમત્કારિક ફાયદાઓ વિશે ખબર નઈ હોય

એલોવેરા ઔષધીના મહત્તમ ફાયદા

મિત્રો એલોવેરા 5000 વર્ષ જૂની રામબાણ ઔષધી છે. તેનું વાસ્તવિક નામ ધૃતકુમારી છે અને ગુજરાતીમાં તેને કુંવારપાઠું કહે છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે, અથવા તો તેને ચમત્કારી ઔષધી તરીકે પણ ઓળખવામાં આવે છે.તે એક પ્રકારનનો નાનકડો કાંટાવાળો રોપો હોય છે. તેના પાંદડામાં ઘણુંબધુ લિક્વિડ ભરેલું હોય છે, કે જે શરીરને સ્વસ્થ બનાવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે. આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમીનો એસિડ માત્ર એલોવેરામાંથી મળી આવે છે.

એલોવેરા જ્યૂસમાં રહેલા પોષકતત્વો

મિત્રો એલોવેરા જ્યૂસમાં કેલ્શિયમ,સોડિયમ,આયરન,પોટેશિયમ,ક્રોમિયમ,મેગ્નેશિયમ,મેંગેનીઝ,તાંબા અને જસત વગેરે ખનીજ તત્વો મળે છે થોડો કડવો હોય છે પણ આજકાલ માર્કેટમાં તેના જ્યુસ ઘણી ફ્લેવરમાં મળે છે.જેથી આપ સરળતાથી તેને સ્વાદ સાથે પી શકો છો.એલોવેરા જ્યુસ પીવાથી ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે.આના સિવાય એલોવેરા પાચનક્રિયા માટે ફાયદાકારક માનવામાં આવે છે.સૌથી સારી વાત એ છે,કે એલોવેરા જ્યુસ ની અસર પાંચથી દસ દિવસમાં દેખાય છે.

એલોવેરા જ્યૂસના ચમત્કારી ફાયદાઓ

એલોવેરા જ્યૂસમાં રહેલા પોષકતત્વો
એલોવેરા જ્યૂસમાં રહેલા પોષકતત્વો

મિત્રો નિયમિત રૂપથી કુંવારપાઠાના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં એનર્જી આવે છે.કુવારપાઠા જ્યુસમાં ઘણા પ્રકારના પોષક તત્વો વિટામિન અને મિનરલ હોય છે,જે બોડી સિસ્ટમને સુધારે છે,અને તેને એનર્જી આપે છે.તે પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે.કુંવારપાઠાનો રસ ત્રણથી ચાર ચમચી ખાલી પેટે પીવાથી દિવસભર શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે.

કુવારપાઠા જ્યૂસમાં મોટી માત્રામાં પાચક તત્ત્વ વધારે હોય છે.આમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણોના કારણે તે પેટના રોગોમાં પણ ફાયદો પહોંચાડે છે.નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

ત્વચાની સુંદરતા વધારે છે.કુંવારપાઠામાં ખીલ,ત્વચા પર કરચલીઓ,ચહેરાના ડાઘ અને આંખોના કાળાકુંડાળાને દૂર કરવાનો ગુણ ધર્મ રહેલો છે.મિત્રો એલોવેરાના પલ્પમાં મુલતાની માટી કે ચંદનનો પાઉડર મિક્સ કરી લગાવવાથી ત્વચા પરના ખીલ વગેરે મટી જાય છે.

મિત્રો ઉધરસ-ખાંસી માં કુંવારપાઠાનો રસ દવાનું કામ કરે છે.આના પાંદડા ને તેલવાડા કરી શેકીને રસ કાઢી લો અને અડધી ચમચી રસ એક કપ ગરમ પાણી સાથે લેવાથી ઉધરસ ખાંસી માટે ખૂબ જ જલદી ફાયદો થાય છે.

એલોવેરા વજન ઓછું કરે છે.કુંવારપાઠાનું જ્યૂસ પીવાથી વારંવાર ખાવાની આદત પણ દૂર થઇ જાય છે.અને તમારી પાચનક્રિયા સુધરી જાય છે.

મિત્રો બળવા કે ઘા લાગવા પર કુવારપાઠાજેલ કે કુંવારપાઠાને છોલીને લગાવવાથી આરામ મળે છે.બળેલી જગ્યા પર કુવારપાઠા જેલ લગાવવાથી છાલા પણ થતા નથી,અને ત્રણ-ચાર વાર લગાડવાથી બળતરા થઇ જાય છે.

કુંવારપાઠાનો રસ હરસ અને પેટની સમસ્યાઓ થી છુટકારો આપવામાં મદદ કરે છે.હરસ અને મસા માં એલોવેરા અત્યંત લાભદાયક છે.

એલોવેરાનો રસ શરીરમાં લોહીની કમી દૂર કરી શકાય છે.અને એનીમિયાના દર્દીઓ માટે આ એક વરદાન સમાન છે.કુંવારપાઠાના રસને વાળમાં લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે.મહેંદી મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ ચમકદાર અને સ્વસ્થ રહે છે.સરસિયાના તેલમાં કુંવારપાઠાનો રસ મિક્સ કરી માથું ધોવાના પહેલા લગાવવાથી વાળ ચમકદાર બને છે,તે ઉત્તમ હેર કંડીશનર પણ છે.

Notes: All image credited by google.

gujaratijokess